રેડમીનો લેપટોપ શ્રેણીમાં પ્રવેશઃ ભારતમાં રેડમીબુક પ્રો અને રેડમીબુક ઈ-લર્નિંગ એડિશન રજૂ કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

દેશની નંબર એક સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી બ્રાન્ડ મી ઈન્ડિયાની પેટા બ્રાન્ડ રેડમી દ્વારા આજે તેમની રેડમીબુક સિરીઝ સાથે લેપટોપ શ્રેણીમાં પ્રવેશ કર્યો હોવાની ઘોષણા કરવામાં આવી હતી. નવા 11th જનરેશન ઈન્ટેલ® કોર™પ્રોસેસર્સ દ્વારા પાવર્ડ પોર્ટફોલિયોમાં પાતળા અને હલકાં લેપટોપ્સની બે સિરીઝનો સમાવેશ થાય છે, જેમાં રેડમીબુક પ્રો અને રેડમીબુક ઈ-લર્નિંગ એડિશનનો સમાવેશ થાય છે. “વર્ક- ફ્રોમ- એનીવ્હેર” અને “લર્ન- ફ્રોમ- હોમ” સાથે નિર્મિત વિશિષ્ટતાઓ સાથે રેડમીબુક એકંદર અનુભવ બહેતર બનાવીને વ્યક્તિની ઉત્પાદકતા વધારવામાં મદદ કરશે.

આ લોન્ચ વિશે બોલતાં મી ઈન્ડિયાના ચીફ બિઝનેસ ઓફિસર રઘુ રેડ્ડીએ જણાવ્યું હતું કે“2020ના આરંભથી જ અમે અમારી ફોન- પ્લસ શ્રેણી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને અન્ય કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ શ્રેણીઓમાં ઊંડાણથી ઊતર્યા છીએ. શ્રેણીઓમાં પાવરબેન્ક્સ, ઈયરબડ્સ, સ્માર્ટ બેન્ડ, સ્માર્ચવોચ અને સ્માર્ટ ટીવી જેવી દરેક પ્રોડક્ટ રજૂ કરવા સાથે અમે નવી ટેકનોલોજીને ગ્રાહકોને વધુ પહોંચક્ષમ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, જેની અમારા મી ચાહકો દ્વારા વ્યાપક રીતે સરાહના કરવામાં આવી છે.”

તેમણે એમ પણ જણાવ્યું કે “બજારમાં અમારા પ્રથમ રેડમીબુકના લોન્ચ સાથે અમે અમારા ઉપભોક્તાઓને તેમનાં લક્ષ્યો હાંસલ કરવા મદદરૂપ થવા માટે પરફોર્મન્સ અને પોર્ટેબિલિટી સાથે સશક્ત બનાવવા માગીએ છીએ. નવાં 11th Gen ઈન્ટેલ® કોર™ પ્રોસેસર્સ, પ્રીમિયમ ડિઝાઈન અને ઉત્કૃષ્ટ પરફોર્મન્સ સાથે આ લેપટોપ્સ આધુનિક વર્કિંગ અને લર્નિંગ સ્ટાઈલને આધાર આપવા સમાધાન ચાહનારા માટે ઉત્તમ વિકલ્પ છે. અમને આશા છે કે અમારા ગ્રાહકો અને ચાહકોને આ શક્તશાળી લેપટોપ્સ નિર્માણ કરવાનો પ્રવાસ અમે માણ્યો તે રીતે જ તેમને તે ઉપયોગ કરવામાં આનંદ મળશે.”

આ લોન્ચ પર બોલતાં ફ્લિપકાર્ટ ખાતે ઈલેક્ટ્રોનિક્સના સિનિયર ડાયરેક્ટર રાકેશ કૃષ્ણને જણાવ્યું હતું કે“ઘરમાં વૃદ્ધિ પામેલા ઈ-કોમર્સ માર્કેટપ્લેસ તરીકે ફ્લિપકાર્ટ ગ્રાહકોની ઉત્ક્રાંતિ પામતી આવશ્યકતાઓને પરિપૂર્ણ કરવામાં આગળ રહી છે. મહામારી શરૂ થઈ ત્યારથી વિદ્યાર્થીઓ અને યુવા નોકરિયાત વ્યાવસાયિકોની લર્નિંગ અને એન્ટરટેઈનમેન્ટ જરૂરતોને પહોંચી વળવા માટે ખાસ કરીને લેપટોપ્સ જેવાં કોમ્પ્યુટિંગ ડિવાઈસીસ માટે માગણીમાં નોંધપાત્ર વધારો થયો છે. રેડમીનો રેડમીબુક સિરીઝ સાથે વિદ્યાર્થી અનુકૂળ લેપટોપ સેગમેન્ટમાં પ્રવેશ આ અવકાશના વિસ્તરણમાં મુખ્ય ભૂમિકા ભજવશે અને દેશભરમાં અમારા લાખ્ખો ગ્રાહકોને વધુ વિકલ્પો આપશે.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.