રેન્જ રોવર સ્પોર્ટ SVRને ભારતમાં રજૂ કરાઇઃ લક્ઝરી અને પર્ફોમન્સને એક નવી ઊંચાઇએ લઇ જવાયા

ગેઝેટ્સ
ગેઝેટ્સ

મુંબઇ: જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયાએ આજે ભારતમાં રેન્જ રોવર સ્પોર્ટ SVR રજૂ કરી હોવાની ઘોષણા કરી છે. રેન્જ રોવર સ્પોર્ટ SVRની રેન્જ 5.0.1 સુપરચાર્જ્ડ V8 સુપરચાર્જ્ડ V8 પેટ્રોલ એન્જિન સાથે ઉપલબ્ધ છે જે 423 kWનો પાવર અને 700Nmનો ટોર્ક પેદા કરે છે અને તે ફક્ત 4.5 સેકંડમાં પ્રતિકલાક 0-100 કિમીની ઝડપ પ્રાપ્ત કરવા સક્ષમ છે.
જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયાના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર રોહિત સુરીએ જણાવ્યું હતુ કે,“રેન્જ રોવર એસયુવીમાં બ્રિટીશ ડિઝાઇન અને એન્જિનીયરીંગની શ્રેષ્ઠતાનો લાભ ઉઠાવતા SVR પર્ફોમન્સ અને લક્ઝરીને લક્ઝરીને પુનઃવ્યાખ્યાયિત કરે છે અને વધુ ઉપર લઇ જાય છે. રેન્જ રોવર સ્પોર્ટ એસયુવીના ઉત્સાહીઓ અને ચાહકો આ અદ્યતન ઓફરિંગને પ્રેમ કરશે તેની મને ખાતરી છે જેમાં મજબૂત બ્રિટીશ એન્જિનીયરીંગ કલાકાર સાથે ઊંચી અને શુદ્ધ લક્ઝરીનો સમાવેશ થાય છે.”

ચડીયાતુ પર્ફોમન્સ
રેન્જ રોવર સ્પોર્ટ રેન્જ રોવર દ્વારા અત્યાર સુધીમાં ઉત્પાદિત વ્હિકલમાં SVR સૌથી ઝડપી, અત્યંત શક્તિશાળી અને વિશિષ્ટ છે. જેગુઆર લેન્ડ રોવરના સ્પેસિયલ વ્હિકલ ઓપરેશન્સ દ્વારા ડિઝાઇન, એન્જિનીયર અને વિકાસવામાં આવી છે તેવી લક્ઝરી પર્ફોમન્સ એસયુવી કોવેન્ટ્રી, યુકેમાં હેન્ડ ફિનીશ્ડ લક્ઝરી પર્ફોમન્સ ધરાવતુ એસયુવી છે. તે રેન્જ રોવર સ્પોર્ટ્સના એવા હળવા વજનના સંપૂર્ણ વિકલ્પોને છૂટા કરે છે અને તંદુરસ્ત સમગ્ર એલ્યુનિમીયમ આર્કિટેક્ચર, સાથે શુદ્ધતાને જાળવી રાખે છે જેના માટે રેન્જ રોવર સમગ્ર વિશ્વમાં તેની ઓફ રોડ ક્ષમતા માટે જાણીતી છે.
ચેસિસમાં વારસાગત વિસ્તરણો સાથે, SVR વપરંપરાગત રેન્જ રોવર આરામ અથવા દરેક ભૂપ્રદેશની ક્ષમતાનો સમાવેશ કરતા વધુ વિશિષ્ટ હેન્ડલીંગ ડિલીવર કરે છે. સુંદર રીતે રચવામા આવેલી વ્હિકલની ડિઝાઇન ભારે ઝડપ અને બ્રેકીંગ હેઠળ અંકુશ હોવાની ખાતરી આપે છે અને ડેમ્પીંગ, હાર્ડવેર અપવાદરૂપ ટર્ન-ઇન, મિડ-કોર્નર ગ્રીપ અને બોડી કંટ્રોલ પૂરો પાડે છે.અલગ અને શક્તિશાળી દેખાવ

રિપ્રોફાઇલ્ડ ફ્રંટ બંપર ડિઝાઇન રેન્જ રોવર સ્પોર્ટ SVRને સકારાત્મક દેખાવ આપે છે, જેમાં વેન્ટ્સને બ્રેક કૂલીંગ સુધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. પર્ફોમન્સ બ્રેક પેડ્ઝ અને ડિસ્કસ ઊંચા તાપમાનમાં પણ વિસ્તરિત પર્ફોમન્સ પૂરું પાડે છે, જે વિશિષ્ટ ડ્રાઇવીંગ કરતા અંતરાયોને ખાળવા માટે વધુ પ્રતિકાર ધરાવે છે. પાછળના ભાગમાં બોડી કલર્ડ ડિટેઇલીંગ અને SVR બેજ પણ SVRને ઓળખવામા મદદ કરે છે.
રેન્જ રોવર સ્પોર્ટ SVRની અંદરની બાજુએ હળવું SVR પર્ફોમન્સ સિટ્સ કલાત્મક સિલહૌટનું સર્જન કરે છે અને લાંબી મુસાફરી પર અપવાદરૂપ આરામ પૂરો પાડે છે. ઉચ્ચ ગુણવત્તાવાળા પર્ફોરેટેડ વિન્ડસર લેધરમાં કરાયેલા ફિનીશ સાથે SVR પર્ફોમ્ન્સ સિટ્સ SVRના દરજ્જાને એક આખરી હાઇ-પર્ફોમન્સ લક્ઝરી એસયુવી બનાવે છે. સાટીન બ્લેકમાં સિટ બેક્સ ફિનીશ્ડ સાથે હેડરેસ્ટ પર એમ્બોસ કરાયેલ SVR લોગો પણ ઊંચા પ્રકારની વિશિષ્ટતા આપે છે. સમર્થિત સિટ્સ પણ વધુ પાછળના લેગરુમ અને કોસેટીંગ ચાર સિટની ઇન્ટેરિયરની અસરનું સર્જન કરે છે, તેની સાથે પાંચ સિટની ક્ષમતાને પણ જાળવી રાખે છે.

હાઇ પર્ફોમન્સ ખથીમ જાળવી રાખવાની સાથે સાઉન્ડ ક્વોલિટી 19 સ્પીકર મેરીડીન સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમમાંથી આવે છે, જે 825 વોટ્સ, ડ્યૂઅલ ચેનલ સબવુફર અને ટ્રાઇફિલ્ડ ટેકનોલોજીનું સંયોજન પ્રત્યેક સિટને રોમાંચિત પર્સોનલ સાઉન્ડ પૂરો પાડે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.