સોનામાં રોકાણ માટે ફોનપે શરુ કરે છે યુપીઆઈ એસઆઈપી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની અગ્રણી ડિજિટલ પેમેન્ટ કંપની, ફોનપે, એ આજે સોનામાં રોકાણ કરવા માટે યુપીઆઈ એસઆઈપીની શરુઆત કર્યાની જાહેરાત કરી છે. હવે યુઝર ઉંચી શુદ્ધતા ધરાવતા 24 કેરેટના સોનામાં દર મહિને ચોક્કસ રકમનું રોકાણ કરી શકશે અને તેમનું ભેગું થયેલું સોનુ ફોનપેના ભાગીદારોએમએમટીસી-પીએએમપી અને સેફગોલ્ડ દ્વારા વીમાકૃત બેંક-ગ્રેડ લોકરમાં રાખવામાં આવશે.

ફોનપે પરથી ગોલ્ડ એસઆઈપી શરુ કરવાનો ફાયદો એ છે કે તેમાં  યુપીઆઈની સુવિધા છે. યુઝરે ફક્ત સોનાના પ્રદાતા, માસિક રોકાણની રકમ સિલેક્ટ કરીને યુપીઆઈ પિન પ્રમાણિત કરવાનો રહેશે અને બસ થઈ ગયું! ગોલ્ડ એસઆઈપી સેટ અપ કરવું એ એક વારની અને ઝંઝટ વિનાની પ્રક્રિયા છે અને ત્યારબાદના તમામ રોકાણો સંપૂર્ણપણે ઓટોમેટેડ હશે. યુઝરને તેમના સોનાના રોકાણો પર નિયંત્રણ રહેશે અને તેઓ કોઈપણ સમયે સોનુ વેચીને તેમના બેંક એકાઉન્ટમાં રકમ મેળવી શકશે. તેઓ સોનાના સિક્કા અથવા સોનાના બાર રુપે તેમના સોનાની હોમ ડિલિવરી મેળવવાનું પણ પસંદ કરી શકે છે.

આ નવી શરુઆત અંગે વાત કરતા, ફોનપેના, ઈન્વેસ્ટમેન્ટ હેડ, ટેરેન્સ લ્યુસિયને જણાવ્યું, “ફોનપેનું વિઝન તેમના 380 મિલિયન યુઝરની વિવિધ રોકાણ જરુરિયાતોને પૂરી કરવા માટે પ્રોડક્ટ અને સેવાઓનું નિર્માણ કરવાનું છે. ભારતીયો સોનાની ખરીદી માટે સ્માર્ટ રીતો શોધી રહ્યા હોવાથી, અમે અમારા યુઝરને યુપીઆઈ દ્વારા ગોલ્ડ એસઆઈપી સેટ કરવાનો વિકલ્પ પ્રદાન કરીને આનંદની લાગણી અનુભવીએ છીએ. ફોનપેના ગોલ્ડ એસઆઈપીથી યુઝરને શુદ્ધ 24 કેરેટનું સોનુ નાના અને નિયમિત માસિક રોકાણ દ્વારા લાંબા ગાળા માટે સોનાનું રોકાણ કોઈ અડચણ વિના કરવામાં સહાય મળશે”

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.