ઓરિએન્ટ ઇલેક્ટ્રિકે પ્રીમિયમ પંખાની શ્રેણી વિસ્તારી, આઇઓટી-સક્ષમ આઇ-ફ્લોટ ઇન્વર્ટર પંખા લોંચ કર્યાં

ગેઝેટ્સ
ગેઝેટ્સ

2.4 અબજ યુએસ ડોલરનું કદ ધરાવતા વૈવિધ્યસભ સીકે બિરલા ગ્રૂપનો હિસ્સો ઓરિએન્ટ ઇલેક્ટ્રિક લિમિટેડે આઇઓટી-આધારિત અને 50 ટકા ઉર્જાની બચત કરતાં ઇન્વર્ટર પંખાના ઉમેરા સાથે તેના પ્રીમિયમ પંખાના પોર્ટફોલિયોને વિસ્તાર્યો છે. હાલમાં કંપની પ્રીમિયમ પંખાના માર્કેટમાં 48 ટકા હિસ્સો ધરાવે છે અને હવે હાઇ-એન્ડ પ્રોડક્ટ્સની માગમાં સતત વધારાને ધ્યાનમાં લેતાં વધુ મોટી હિસ્સેદારી ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

ઓરિએન્ટ ઇલેક્ટ્રિક લિમિટેડના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અતુલ જૈને જણાવ્યું હતું કે, “પ્રીમિયમ પંખાના સેગમેન્ટમાં અમે આજે અમે બજારમાં 48 ટકા હિસ્સેદારી સાથે નિર્ણાયક નેતૃત્વ ધરાવીએ છીએ. થોડાં વર્ષ પહેલાં આ કેટેગરીમાં ભાગ્યેજ અસ્તિત્વમાં હતી. અમે કેટેગરીની રચના કરવાની સાથે-સાથે ગ્રાહકોની અપેક્ષાઓ અને ઉભરતાં ટ્રેન્ડ્સને અનુસરીને નવા મોડલ રજૂ કરીને કેટેગરીનું સતત વિસ્તરણ પણ કર્યું છે. આજે ગ્રાહકો સામાન્ય પંખા નથી ઇચ્છતા અને તેઓ સ્માર્ટ, સ્ટાઇલિશ, ઉર્જા-કાર્યક્ષમ અને જીવનમાં અનુકૂળતા પ્રદાન કરે તેવા પંખા ઇચ્છે છે. પ્રીમિયમ અને ડેકોરેટિવ પંખાની સતત વધતી માગને પરિણામે અમારી પાસે આ સેગમેન્ટમાં વધુ પ્રભુત્વ હાંસલ કરવાની તક છે. અમે અમારી પ્રીમિયમ એરોસીરિઝ અને આઇ-સીરિઝ રેન્જને નવીન, ભવ્ય અને સ્માર્ટની સાથે-સાથે ઉર્જા-કાર્યક્ષમ પંખાની રજૂઆત સાથે વિસ્તારવાનું ચાલુ રાખીશું.”

નવા આઇ-ફ્લોટ પંખા ઓરિએન્ટની પ્રીમિયમ ઇન્વર્ટર પંખાની આઇ-સીરિઝ શ્રેણીનો હિસ્સો છે, જેને કંપનીએ ગત વર્ષની શરૂઆતમાં લોંચ કરી હતી. તે 230 સીએમએમ એર ડિલિવરી પ્રદાનકરે છે તેમજ સામાન્ય પંખાની તુલનામાં 50 ટકા ઓછી ઉર્જાની ખપત કરે છે તથા નીચા અને વોલ્ટેજની વધઘટ વચ્ચે પણ શાંત અને કાર્યક્ષમ કામગીરી નિભાવે છે. આ પંખા આઇઓટી-સક્ષમ છે અને તેને ઓરિએન્ટ સ્માર્ટ મોબાઇલ એપ અથવા એલેક્સા અને ગુગલ આસિસ્ટન્ટ દ્વારા વોઇસ કમાન્ડથી પણ સંચાલિત કરી શકાય છે. આ પંખા રિમોટ કંટ્રોલ પણ ધરાવે છે. ચાર વિશિષ્ટ ફિનિશમાં આઇ-ફ્લોટ પંખાની કિંમત રૂ. 4700થી શરૂ થાય છે. ઓરિએન્ટ આઇ-સીરિઝ પંખા બીઇઇ-5 સ્ટાર રેટિંગ અને સામાન્ય પંખાની તુલનામાં 50 ટકા સારી સર્વિસ વેલ્યુ ધરાવે છે.

પરંપરાગત ઇન્ડક્શન-મોટર આધારિત પંખા 70-75 વોટ વીજળીનો ઉપયોગ કરે છે ત્યારે ઓરિએન્ટ આઇ-સીરિઝ પંખા માત્ર 32 વોટનો ઉપયોગ કરે છે, જેનાથી વીજ વપરાશ અડધો થઇ જાય છે. સામાન્ય ધારણે મૂજબ જો ભારતમાં તમામ પંખાઓની જગ્યાએ આઇ-સીરિઝ પંખા ગોઠવવામાં આવે તો તેનાથી દેશને વાર્ષિક 1.12 લાખ GWh ઉર્જા બચાવવામાં મદદ મળશે તથા અંદાજે રૂ. 72,864 કરોડની બચત સાથે કાર્બન ઉત્સર્જનમાં પણ નોંધપાત્ર ઘટાડો કરી શકાશે. જો નવા સીલીંગ ફેન ઇન્વર્ટર મોટર સાથે વેચવામાં આવે તો તેનાથી ભારતને વાર્ષિક 7530 GWh ઉર્જાની બચત કરવામાં મદદ મળશે.ઓરિએન્ટ ઇલેક્ટ્રિક તેના ફરિદાબાદ અને કોલકત્તા પ્લાન્ટ્સમાં વાર્ષિક 10 મિલિયન યુનિટ્સનું ઉત્પાદન કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.