ઓપ્પો Reno8 T 5G કર્વ્ડ સ્ક્રીન અને 108MP કેમેરા સાથે #AStepAbove ઉપભોક્તા અનુભવ પ્રદાન કરવા માટે વચનબદ્ધ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

અગ્રણી ગ્લોબલ સ્માર્ટ ડિવાઈસ બ્રાન્ડ ઓપ્પો દ્વારા આજે ભારતમાં રૂ. 29,999માં Reno8 T 5G લોન્ચ કરવામાં આવ્યો. બ્રાન્ડ અન્યોથી #AStepAbove ઉપભોક્તાનું વચન આપતા સ્માર્ટફોન નિર્માણ કરવા માટે આરએન્ડડી અને ટેકનોલોજી ઈનોવેશન પ્રત્યે તેની કટિબદ્ધતા માટે જાણીતી છે. Reno8 T સાથે ઓપ્પોએ ઉપભોક્તો માટે પ્રીમિયમ રેનો અનુભવ નિર્માણ કરવા માટે ડિઝાઈન, ડિસ્પ્લે, કેમેરા, પરફોર્મન્સ અને બેટરીમાં તેની ઘરમાં વૃદ્ધિ પામેલી ટેકનોલોજીઓ સાથે સ્માર્ટફોન હાર્ડવેરને બહેતર બનાવ્યો છે.

ઓપ્પો ગ્લો સાથે માઈક્રો- કર્વ્ડ ડિઝાઈન
Reno8 T 5Gમાં કર્વ્ડ ડિઝાઈન છે, જે હાથોમાં આરામદાયક અહેસાસ સાથે એસ્થેટિક્સનું સંતુલન કરે છે. સ્ક્રીન આરામદાયક પકડ પૂરી પાડવા માટે અચૂક 56 ડિગ્રી કર્વ અને 1.9mmની આર્ક હાઈટ ધરાવે છે.

સ્માર્ટફોન ડિઝાઈનમાં સંપૂર્ણ નવી રિયર પેનલનો સમાવેશ થાય છે, જે રાઉન્ડેડ છેડાઓ સાથે ડેકોરેટિવ સ્ટ્રિપમાં સહેજ ઊપસેલા ડ્યુઅલ- કેમેરા મોડ્યુલ સાથે સુમેળ સાધતી સંપૂર્ણ નવી રિયર પેનલ સાથે વર્ટિકલી સુમેળ સાધે છે.

ડિવાઈસ બે ફિનિશ સનરાઈઝ ગોલ્ડ અને મિડનાઈટ બ્લેકમાં મળશે, જે તેના ફિંગરપ્રિંટ- પ્રૂફ બેક કવર પર ચમકતી ક્રિસ્ટલ ઈફેક્ટ માટે ઓપ્પો ગ્લો પ્રોસેસનો ઉપયોગ કરે છે.
Reno8 T 5G ફક્ત 7.7mm પાતળો અને 171 g સાથે સેગમેન્ટમાં સૌથી પાતળો અને હલકો હેન્ડસેટ છે, જે ટકાઉપણા માટે 320થી વધુ ગુણવત્તા અને 110 તીવ્રતાની વિશ્વસનીયતાનાં પરીક્ષણોને આધીન કરાયો છે.

ઉત્કૃષ્ટ વિઝ્યુઅલ અનુભવ માટે ‘10-bit’ ડિસ્પ્લે
ઓપ્પો Reno8 T 5Gની આગળની બાજુ મજબૂત માઈક્રો- કર્વ્ડ છે, તેમાં 6.7-ઈંચ ડ્રેગનટ્રેઈલ- સ્ટાર2 AMOLED સ્ક્રીન છે, જે 120Hz રિફ્રેશ રેટ ધરાવે છે.

હેન્ડસેટ AI એડપ્ટિવ આઈ પ્રોટેકશન સિસ્ટમ સાથે ચાલે છે, જે વિસ્તારિત સમયગાળા સુધી જોવાનો થાક નિવારે છે. તેમાં Widevine L1 સર્ટિફિકેશન છે, જે તમને અમેઝોન પ્રાઈમ અને નેટફ્લિક્સ પરથી HD કન્ટેન્ટ જોવાની સુવિધા આપે છે.

ઉપરાંત તેનું પંચ-હોલ FHD+ ડિસ્પ્લે તેના 93% સ્ક્રીન-ટુ-બોડી રેશિયો સાથે 10-bit કલર ડેપ્થ ધરાવે છે, જે 1.7 અબજ રંગો પ્રદાન કરે છે, જે 16.7 મિલિયન કલર્સ પ્રદાન કરવા સક્ષમ પારંપરિક 8-bit ડિસ્પ્લેની તુલનામાં 64 ગણું વધુ છે.

108MP કેમેરા અને NonaPixel પ્લસ બિનિંગ સાથે અદભુત અલ્ટ્રા- ક્લિયર પોર્ટ્રેઈટ્સ
Reno8 T 5G એ 108MP મેઈન કેમેરા સાથે આવે છે, જે 2MP ડેપ્થ- સેન્સિંગ લેન્સ, માઈક્રોસ્કોપિક ફોટોગ્રાફી માટે 40x માઈક્રોલેન્સ, સેલ્ફીઝ માટે 32MP ફ્રન્ટ સ્નેપર સાથે આવે છે. આ શક્તિશાળી કેમેરા સેટઅપ સેલ્ફી HDR, Bokeh ફ્લેર પોર્ટ્રેઈટ અને vlogging માટે ડ્યુઅલ- વ્યુ વિડિયો જેવી વિશિષ્ટતાઓની શ્રેણી પણ પ્રદાન કરે છે.

સર્વ પ્રકાશની સ્થિતિઓમાં ક્રિસ્પ, સમાન એક્સપોઝ્ડ ફોટોઝ માટે Reno8 T 5Gનો 108MP પોર્ટ્રેઈટ કેમેરા Nonapixel પ્લસ બિનિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જે એક સુપરપિક્સેલ નિર્માણ કરવા 9 પિક્સેલ સુધી માહિતીને જોડે છે અને અત્યંત સાફ, હાઈ- રિઝોલ્યુશન ઈમેજીસ મઢી લેવા માટે ઓપ્પો AI પોર્ટ્રેઈટ સુપર રિઝોલ્યુશન અલ્ગોરીધમ ધરાવે છે.

ઓપ્પોના ડાયનેમિક કમ્પ્યુટિંગ એન્જિન સાથે સહજ કામગીરી
Reno8 T 5Gમાં ક્વેલ્કોમ સ્નેપડ્રેગન 695 5G SoC, 8GB RAM, 128 સ્ટોરેજ વિકલ્પ અને microSD કાર્ડ સ્લોટ છે, જે 1TB સુધી સ્ટોરેજ સ્પેસને સપોર્ટ કરે છે. ઓપ્પોની RAM વિસ્તરણ ટેકનોલોજી સાથે ઉપભોક્તાઓ ડિવાઈસ સ્ટોરેજ લઈને વધુ 8GB સુધી RAM વિસ્તારી શકે છે.

ઓપ્પો તેના ColorOS 13’s ડાયનેમિક કમ્પ્યુટિંગ એન્જિન સાથે ડિવાઈસનો પરફોર્મન્સ બહેતર બનાવે છે, જેમાં લેગ વિના બેકગ્રાઉન્ડમાં આસાનીથી 18 સુધી એપ્સ ચાલી શકે છે.
ઉપરાંત Reno8 T 5G ચાર વર્ષના ભારે ઉપયોગ પછી પણ ઓછામાં ઓછા લેગ અને સ્ટુટર્સ સાથે સહજ કામગીરી કરે તે રીતે તૈયાર કરવામાં આવ્યા છે.

ColorOS 13 એન્ડ્રોઈડ 13 પર આધારિત હોઈ તેમાં ઝડપી નોટિફિકેશન્સ માટે સ્માર્ટ ઓલ્વેઝ-ઓન ડિસ્પ્લે, ચેટ સ્ક્રીનશોટ્સ શેક કરે ત્યારે પ્રાઈવસી માટે ઓટો પિક્સલેટ અને વધતી ફંકશનાલિટી અને સેફ્ટી માટે અપગ્રેડેડ પ્રાઈવેટ સેફ જેવી વિશિષ્ટતાઓ ઓફર કરે છે.

Reno8 T 5G સ્ટીરિયો સ્પીકર્સ રિયલ ઓરિજિનલ સાઉન્ડ ટેકનોલોજી સાથે આવે છે, જે Dirac દ્વારા પરીક્ષણ કરાયું હોઈ મ્યુઝિક, હાઈ-ડેફ. વિડિયોઝ અને ગેમ્સ માટે સરાઉન્ડ સાઉન્ડ પૂરો પાડે છે. હેન્ડસેટ અલ્ટ્રા વોલ્યુમ મોડ સાથે પણ આવે છે, જ્યાં સ્પીકર્સ લેવલ ઘોંઘાટિયા વાતાવરણમાં પણ સ્પષ્ટ સાઉન્ડ માટે 200% વધારી શકાય છે. આ સાથે તેનો લગભગ બેઝલ-લેસ વ્યુઈંગ અનુભવ અને HD- સ્ટ્રીમિંગ ક્રિડેન્શિયલ્સ સાથે આ સ્માર્ટફોનને મુવી વોચિંગ માટે ઉત્તમ બનાવે છે.

ઉપરાંત Reno8 T 5Gને ISO, TRUSTe, અને તેના પ્રાઈવસી ફીચર્સ માટે ePrivacy દ્વારા સર્ટિફાઈડ કરાયો છે.

67W SUPERVOOC અને BHE ટેકનોલોજી સાથે શક્તિશાળી બેટરી
Reno8 T 5G એ 4,800mAh બેટરી સાથે આવે છે, જે ઓપ્પોની 67W SUPERVOOCTM ફાસ્ટ- ચાર્જિંગ ટેકનોલોજી સાથે 45 મિનિટમાં ચાર્જ થઈ શકે છે.

હેન્ડસેટનું આયુષ્ય વધારવા માટે ઓપ્પોએ તેની માલિકીની બેટરી હેલ્થ એન્જિન ટેકનોલોજી કામે લગાવી છે, જે ચાર્જનાં ચક્રો 1,600 (ફક્ત 800 રિચાર્જીસની ઉદ્યોગની સરેરાશના બેગણા) સુધી વધારે છે; જેનો અર્થ Reno8 T 5G બેટરીની કામગીરીમાં કોઈ પણ ડ્રોપ વિના કમસેકમ ચાર વર્ષ માટે અદભુત કામગીરી પ્રદાન કરવાનું ચાલુ રાખશે.

ઓપ્પો Enco Air3
નવો ઓપ્પો Enco Air3 સંપૂર્ણ નવા પારદર્શક લિડ ડિઝાઈન સાથે આવે છે, જે પેકમાં 13.4mm ડ્રાઈવર્સ છે અને ઈયરબડ્સના એક ચાર્જ પર 6 કલાક સુધી તે ચાલી શકે છે. તે 25 કલાક સુધી કુલ પ્લેબેક સમય તમને આપવા માટે તેના કેસ થકી ચાર વધારાના ફુલ રિચાર્જીસ આપે છે.

IP54-રેટેડ પેર કેડન્સ HiFi5 DSP (ડિજિટલ સિગ્નલ પ્રોસેસર) દ્વારા પાવર્ડ હોય છે, જે સમૃદ્ધ અવાજ આધારિત ઈન્ટરએકશન્સ માટે સ્પીચ રેકગ્નિશન બહેતર બનાવે છે. ઓરલ આઉટપુટ ફોન કે ઓડિયો પ્લેયર બ્રાન્ડ ગમે તે હોય તો પણ મુવી થિયેટર વર્ગના સરાઉન્ડ સાઉન્ડ માટે ઓપ્પો અલાઈવ ઓડિયો સાથે બહેતર બનાવે છે.

ઓપ્પો Enco Air3 સમર્પિત ગેમ મોડમાં 47msના લો લેટન્સી રેટને પણ સપોર્ટ કરે છે. TWS, જે SBC અને AAC કોડેક્સને સપોર્ટ કરે છે તે સ્માર્ટફોનને બ્લુટૂથ v5.3 થકી કનેક્ટ કરે છે અને સાગમટે બે ડિવાઈસીસ સુધી ઉપભોક્તાઓને કનેક્ટ /પેર કરવાની અનુકૂળતા આપે છે.

ઈયરબડ્સનું વજન પ્રત્યેકી ફક્ત 3.75gm છે, જ્યારે તે ટિલ્ટ કરે એ કેસ સાથે 37.4 gm સુધી સ્કેલ થાય છે.

Enco Air3 INR 2999માં ફ્લિપકાર્ટ, અમેઝોન, ઓપ્પો સ્ટોર અને મેઈનલાઈન રિટેઈલ આઉટલેટ્સમાં 10મી ફેબ્રુઆરી, 2023થી ઉપલબ્ધ થશે.

કિંમત અને ઉપલબ્ધતા – ઓપ્પો Reno8 T 5G
Reno8T 5Gની કિંમત INR 29,999 હોઈ Flipkart, ઓપ્પો સ્ટોર અને મેઈનલાઈન રિટેઈલ આઉટલેટ્સમાં 10મી ફેબ્રુઆરી, 2023થી મળશે.

ગ્રાહકો ઓપ્પો Reno8 T 5G પર નિમ્નલિખિત ઓફરો મેળવી શકે છેઃ

મેઈનલાઈન રિટેઈલ આઉટલેટ્સઃ
⦁ ગ્રાહકો આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ કાર્ડસ, કોટક મહિંદ્રા બેન્ક, યેસ બેન્ક, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, વન કાર્ડ, એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક પર 10% સુધી કેશ બેક અને 6 મહિના સુધી નો કોસ્ટ ઈએમઆઈ માણી શકે છે.
⦁ બજાજ ફિન્સર્વ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટીવીએસ ક્રેડિટ, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, એચડીબી ફાઈનાન્શિયલ સર્વિસીસ, એચડીએફસી બેન્ક, કોટક મહિંદ્રા બેન્ક, હોમ ક્રેડિટ, ઝેસ્ટ મની અને મહિંદ્રા ફાઈનાન્સ જેવી અગ્રણી ફાઈનાન્સરો પાસે આકર્ષક ઈએમઆઈ યોજનાઓ પણ ઉપલબ્ધ છે.
⦁ ગ્રાહકો Cashify થકી ઓપ્પો ફોન અપગ્રેડ કરીને INR 2000 સુધી એક્સચેન્જ બોનસ + INR 1000 લોયલ્ટી બોનસ મેળવી શકે છે.

ઓનલાઈન ગ્રાહકો માટેઃ
⦁ Reno8 T 5G પર INR 3,000 સુધી એક્સચેન્જ ઓફર લાગુ થશે.
⦁ કોટક બેન્ક, એચડીએફસી, યેસ બેન્ક અને એસબીઆઈ થકી Reno8 T 5Gની ખરીદી પર 10% સુધી ઈન્સ્ટન્ટ બેન્ક ડિસ્કાઉન્ટ મળશે.
⦁ 6 મહિના સુધી નો કોસ્ટ ઈએમઆઈ.

ગ્રાહકો OPPOverse બંડલ ઓફર મેળવી શકે છેઃ

⦁ ખરીદી કરો Reno8 T 5G અને મેળવો INR 500ની છૂટ Enco Air3 પર, આ ઓફર 16મી ફેબ્રુઆરી સુધી લાગુ છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.