ઓપ્પોએ એન્ડ ટુ એન્ડ ઇમેજિંગ સોલ્યુશન્સ અને સ્ટ્રીમલાઇન્ડ યુનિબોડી ડિઝાઇન સાથે રેનો8 સિરીઝ ભારતમાં મુકી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

India, 2022 : ઓપોએ આજે તેના અદ્યતન રેનો સિરીઝ—ઓપ્પો રેનો 8 પ્રો 5 જી ને રૂ. 45,999 કિંમતેઅને ઓપ્પો રેનો 8  5જીને રૂ.29,999 કિંમતે—ભારતમાં લોન્ચ કર્યુ હોવાની ઘોષણા કરી છે.

ઓપ્પો રેનો8 પ્રો5 જી: એન્ડ-ટુ-એન્ડ ઇમેજિંગ સોલ્યુશન

નવું ઓપ્પો રેનો8 પ્રો 5જી એ ઓપ્પોના પ્રોપરાઇટરીની ઇમેજિંગ NPU, મેરીસિલિકન એક્સ દ્વારા સમર્થિત ઇમેજિંગ કુશળતા ધરાવે છે. સ્વ-વિકસિત એનપીયુ 3.5 બિલિયન ટ્રાંઝિસ્ટર ધરાવે છે અને તે પ્રતિ સેકન્ડ 18 ટ્રિલિયન ઑપરેશન કરવા સક્ષમ છે. આ પ્રોસેસિંગ પ્રક્રિયા (મસલ) ખૂબ જ પડકારજનક પરિસ્થિતિઓમાં પણ ચપળ અને સ્પષ્ટ 4K અલ્ટ્રા નાઇટ વિડિયોમાં પરિણમે છે.

નવી રેનો8 સિરીઝ પર બોલતા, ઓપ્પો ઈન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર દમયંત સિંહ ખાનોરિયાએ કહ્યું કે: “ઓપ્પો ટેકનોલોજીકલ સંશોધનમાં બજાર અગ્રણી તરીકે ઉભરી આવ્યું છે. રેનો8 પ્રો અને રેનો8-બે સુંદર ડિઝાઇન કરેલા ઉપકરણો સાથે-અમે અમારા સ્વ-વિકસિત મેરીસિલિકન એક્સ ન્યુરલ પ્રોસેસિંગ યુનિટ (એનપીયુ) સાથે ઇમેજિંગમાં માપદંડ નિર્ધારિત કર્યા છે. અમારી SUPERVOOCTM અને બીએચઈ ટેક્નોલોજીઓ બેટરીને ઝડપથી ચાર્જ કરે છે, તેનો ઉપયોગ કરવા માટે વધુ સુરક્ષિત છે અને અમે લાંબા સમય સુધી પીક પરફોર્મન્સની બાંયધરી સાથે અમારા ઉપકરણોનું આયુષ્ય વધારવાની પણ વ્યવસ્થા કરી છે. ઓપ્પો ખાતે અમે અમારા ગ્રાહકો આ નવી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે અને અનુભવ કરે તે માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.