ઓપ્પો દ્વારા તેની ફ્લેગશિપ રેનો 7 સિરીઝ પર સફળતાથી 5G પરીક્ષ કરવા જિયો સાથે જોડાણ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

નેશનલ, 2022- 5G લાવવાની તેની કટિબદ્ધતા પર ભાર આપતાં અગ્રણી ગ્લોબલ સ્માર્ટ ડિવાઈસ બ્રાન્ડ ઓપ્પો ઈન્ડિયાએ આજે ભારતની સૌથી વિશાળ દૂરસંચાર સેવા પ્રદાતા જિયો સાથે જોડાણમાં 5G સ્ટેન્ડઅલોન અને નોન- સ્ટેન્ડઅલોન નેટવર્ક પરીક્ષણ કર્યું હતું. રેનો 7 સિરીઝ પર ડેમો સેટ-અપમાં અત્યંત ઝડપી અને લો લેટન્સી 5G પરીક્ષણ સફળતાથી કરાયું હતું. પરિણામોમાં લેગ- ફ્રી 4K વિડિયો સ્ટ્રીમ્સ, અત્યંત ઝડપી અપલોડ્સ અને ડાઉનલોડ્સ જોવા મળ્યાં છે.

આ સફળ પરિણામો પર બોલતાં ઓપ્પો ઈન્ડિયાના ઈન્ડિયા આરએન્ડડી હેડ વાઈસ પ્રેસિડેન્ટ શ્રી તસલીમ આરીફે જણાવ્યું હતું કે “અમે બધા 5G સક્ષમ ડિવાઈસીસની સંપૂર્ણ રેન્જનો ઉપભોક્તાઓને અનુભવ કરાવવા અને પરિપૂર્ણ 5G ઈકોસિસ્ટમ બનાવવા માટે સુસજ્જ છીએ. 5G જેવી ટેકનોલોજી આજે દુનિયા જે રીતે સંદેશવ્યવહાર કરે છે પરિવર્તન લાવી રહી છે અને આવાં પરીક્ષણો ઉદ્યોગમાં અમારા પ્રયાસોને વધુ દ્રઢ બનાવશે અને અમારા ગ્રાહકો માટે ઉત્તમ મૂલ્ય પરિમાણ પૂરું પાડશે. ઈનોવેટિવ બ્રાન્ડ તરીકે અમે ઉપભોક્તાઓ માટે કનેકશન્સની ભાવિ પેઢી કામે લગાવવા ભારતમાં અવ્વલ 5G પહેલો ચાલુ રાખીશું.” રેનો 7 વિશે બોલતાં તેમણે ઉમેર્યું કે, “ટેકનોલોજી આર્ટિસ્ટ્રી થકી જીવનનો ઉદ્ધાર કરવાના અમારા ધ્યેયને સાર્થક કરતાં, અમારી બારીકાઈભરી એન્જિનિયર્ડ અને 5G સક્ષમ રેનો 7 સિરીઝ ઉત્તમ ઉપભોક્તા અનુભવ પ્રદાન કરશે, કારણ કે ઓપ્પો હેન્ડહેલ્ડ ડિવાઈસ ક્ષમતાઓને ઉચ્ચ સપાટીએ લઈ જઈ રહી છે.”

 

.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.