OPPO INNO DAY 2022 ખાતે નવી ટેકનોલોજીઓ અને વર્ચ્યુઅસ ઈનોવેશન સાથે ઉજ્જવળ ભવિષ્યને સશક્ત બનાવવામાં આવે છે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

India, 2022— ઓપ્પો દ્વારા તેની વાર્ષિક ટેકનોલોજી ઈવેન્ટ OPPO INNO DAY 2022 ઓનલાઈન ફોર્મેટમાં લાઈવ સ્ટ્રીમ્ડ કરવામાં આવી હતી. ઉજ્જવળ ભવિષ્યને સશક્ત બનાવવાની થીમ સાથે ઈવેન્ટ્સમાં સારપ માટે વધુ ઈનોવેશન પ્રદાન કરવા અને બધા માટે સમાવેશક અને વધુ હકારાત્મક ભવિષ્ય નિર્માણ કરવા ઓપ્પોની સ્માર્ટ એન્ટરટેઈનમેન્ટ, સ્માર્ટ પ્રોડક્ટિવિટી, સ્માર્ટ હેલ્થ અને સ્માર્ટ લર્નિંગમાં તેની ચાર સ્માર્ટ પહેલોને સમૃદ્ધ બનાવવાની કટિબદ્ધતા દર્શાવવામાં આવી હતી.

“ટેકનોલોજી ઉદ્યોગ અલગ અલગ પડકારોનો સામનો કરે છે ત્યારે અમે માનીએ છીએ કે આગળની રાહ નાવીન્યતા લાવવાનું અને નવી સીમાઓ તોડવાનું ચાલુ રાખવાની એકમાત્ર રીત છે,” એમ ઓપ્પો ખાતે સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને ચીફ પ્રોડક્ટ ઓફિસર પેટ લઉએ જણાવ્યું હતું. “ઈન્સ્પિરેશન અહેડના અમારા બ્રાન્ડ પરિમાણ હેઠળ ઓપ્પોએ બધા માટે સ્માર્ટ જીવન નિર્માણ કરતી ઉત્કૃષ્ટ પ્રોડક્ટો અને ટેકનોલોજી લાવવાનું ચાલુ રાખ્યું છે. અમે વર્ચ્યુઅસ ઈનોવેશન થકી ઉજ્જવળ ભવિષ્યને સશક્ત બનાવવા વધુ ભાગીદારો સાથે કામ કરી રહ્યા છીએ અને સ્માર્ટ કનેક્ટેડ અનુભવોમાં વધુ શક્યતાઓ નિર્માણ કરી રહ્યા છીએ.”

OHealth H1, MariSilicon Y અને Air Glass 2 સાથે વધુ સ્માર્ટ જીવન માણો

તેની ચાર સ્માર્ટ પહેલોના ભાગરૂપે ઓપ્પોએ તેની સ્માર્ટ હેલ્થ ટેકનોલોજી વિકસાવવામાં નોંધપાત્ર પ્રમાણમાં સંસાધનોનું રોકાણ કર્યું છે. ઓપ્પોએ સ્વસ્થ જીવનશૈલી નિર્માણ કરવા ઉપભોક્તાઓને મદદરૂપ થવા માટે પૂર્વસક્રિય અભિગમ વિકસાવવા માટે 2021માં ઓપ્પો હેલ્થ લેબ સ્થાપિત કરવા સાથે આ વર્ષે ઓપ્પોએ નવી સ્માર્ટ હેલ્થકેર સબ-બ્રાન્ડ OHealth પણ નિર્માણ કરી છે.

OPPO INNO DAY 2022 દરમિયાન ઓપ્પો દ્વારા તેની OHealth બ્રાન્ડ હેઠળ પ્રથમ પ્રોડક્ટ OHealth H1 ફેમિલી હેલ્થ મોનિટર રજૂ કરવામાં આવ્યું હતું. OHealth H1 એક ડિવાઈસમાં ફેમિલીના ઉપયોગ માટે છ હેલ્થ ડેટા મોનિટરિંગ કામગીરીઓને જોડે છે, જેમાં બ્લડ ઓક્સિજન, ઈસીજી, હાર્ટ અને લંગ ઓસ્કલ્ટેશન, હૃદયના ધબકાર, શરીરનું તાપમાન અને નિદ્રાના ટ્રેકિંગનું માપનનો સમાવેશ થાય છે. અત્યંત અચૂક સેન્સર્સ અને ઉદ્યોગ અવ્વલ હેલ્થ અલ્ગોરીધમ્સ સાથે OHealth H1 આખા પરિવારના સ્વાસ્થ્યની ઉત્તમ સંભાળ લેવામાં મદદ કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.