OPPO એ તહેવારના ઉત્સાહમાં વધારો કર્યો, ‘Be The Light To Spread the Light` કેમ્પેઇન અને F17 Pro સ્ટાઇલિશ નવી દિવાળી એડિશન લોન્ચ કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

આ દિવાળીમાં દયાભાવના સારને મજબૂત કરતા અને તેમાં ઉત્સાહ ઉમેરતાં વૈશ્વિક પ્રીમિયમ સ્માર્ટ ડિવાઇસ બ્રાન્ડ OPPOએ આજે નવું કેમ્પેઇન #BeTheLight To Spread The Light અને F17 Pro દિવાળી એડિશન લોન્ચ કરી છે. ઉત્સવના વ્યાપક અર્થને સમાવિષ્ટ કરતાં આ કેમ્પેઇન લોકોને દિવાળીમાં ઉમદા કાર્યો અને ખુશીઓના ફેલાવા દ્વારા અન્ય લોકોની દુનિયાને રોશન કરવા પ્રોત્સાહિત કરે છે. વિશેષ કરીને ભારતીય ગ્રાહકો માટે ડિઝાઇન કરાયેલા અને પ્રકાશના તહેવારથી પ્રેરિત થઇને OPPOyu F17 Pro ની સ્ટાઇલિશ નવી દિવાળી એડિશન પણ લોન્ચ કરી છે, જે તેના વાઇબ્રન્ટ ગ્રેડિયન્ટ કલર સ્કીમ સાથે દિવાળીના રંગોમાં ઉમેરો કરશે. પબ્લિસિસના કોન્સેપ્ટ અને સુંદર પહાડોના બેકડ્રોપમાં શોટ કરાયેલી આ માઇક્રોફિલ્મ યુવા બાળક અને બાળકીની વાર્તાને દર્શાવે છે, જેઓ દિવાળી ઉપર ફટાકડા ફોડવાની ઇચ્છા ધરાવે છે. એક દિવસ બાળકને અડધો ફુટેલો ફટાકડો મળે છે અને આગામી વર્ષે દિવાળીમાં ઉજવણીની રાહ જોતાં સમગ્ર વર્ષ માટે તેને પોતાની પાસે રાખે છે. ફટાકડો ખોવાઇ જતાં બાળકને તેની દિવાળી ખાસ બનાવવાની છેલ્લી આશા ગુમાવવાનો અહેસાસ થાય છે. જોકે, ફટાકડા સાથે તેની જોડાયેલી લાગણીઓ તેના ટ્યુશન ટીચરને ખબર પડે છે અને તેનું મૂડ સારું કરવા માટે ફટાકડાનું પૂરું બોક્સ ગિફ્ટ કરીને તેના માટે તહેવાર વધુ ખાસ બનાવે છે.બ્રાન્ડ ફિલ્મ મુખ્યત્વે દર્શાવે છે કે કેવી રીતે એક ફટાકડો બાળકમાં દિવાળીના દિવસોમાં ઉજાસ પાથરવા અને બાળકીને કરેલી ખાતરી બાબતે આશાનું કિરણ જન્માવે છે. આ ફિલ્મ સચોટ રીતે બાળકની લાગણીઓ અને નિર્દોષતાને કેપ્ચર કરે છે અને એ હકીકત ઉપર ભાર મૂકે છે કે દિવાળી અન્ય લોકોમાં આશાનું કિરણ બનવા અને તેમના ચહેરા ઉપર સ્મિત લાવીને તહેવારમાં ઉજાસ પાથરવા સાથે સુસંગત છે.
વિદ્યાર્થીઓ ઘરે બેઠા ઓલિમ્પિયાડની પરીક્ષા આપશે
ગાંધીનગર
સાયન્સ ઓલિમ્પિયાડ ફાઉન્ડેશન (એસઓએફ), શાળાના વિદ્યાર્થીઓ માટે ઓલિમ્પિયાડ પરીક્ષાના સૌથી મોટા આયોજક, એ જાહેરાત કરી છે કે ઓલિમ્પિયાડ પરીક્ષાઓ ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન ઓનલાઇન લેવામાં આવશે. વિદ્યાર્થીઓની સલામતી અને આરોગ્યની ચિંતાઓને સર્વોચ્ચ ગણતા, બધા વિદ્યાર્થીઓ તેમના ઘરેથી એસઓએફ ઓલિમ્પિયાડની પરીક્ષા આપી શકશે. દર વર્ષે ભારત અને અન્ય દેશોના લાખો વિદ્યાર્થીઓ એસઓએફ ઓલિમ્પિયાડ પરીક્ષામાં ભાગ લે છે. ગયા વર્ષે ગાંધીનગરથી લગભગ ૨૧૦૦૦ વિદ્યાર્થીઓએ ક્લાસ એકથી બાર સુધીની ઓલિમ્પિયાડની પરીક્ષા આપી હતી.એસઓએફ આ વર્ષે ચાર ઓલિમ્પિયાદ પરીક્ષાઓ લેશે, જેમાં એસઓએફ ઇન્ટરનેશનલ જનરલ નોલેજ ઓલિમ્પિયાડ, એસઓફ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ ઓલિમ્પિયાડ, એસઓફ નેશનલ સાયન્સ ઓલિમ્પિયાડ અને એસઓએફ ઇન્ટરનેશનલ મેથેમેટિક્સ ઓલિમ્પિયાડનો સમાવેશ થાય છે. નોંધણી ખુલ્લી છે અને વિદ્યાર્થીઓ એસઓએફ વેબસાઇટ પર દરેક તારીખના ૧૫ દિવસ પહેલા નોંધણી કરાવી શકે છે પરીક્ષાઓ નવેમ્બરથી શરૂ થશે.
સાયન્સ ઓલિમ્પિયાડ ફાઉન્ડેશનના સ્થાપક નિયામક શ્રી મહાબીરસિંહે જણાવ્યું હતું કે એસઓએફ ઓનલાઇન પરીક્ષાઓ યોજવા માટે અગ્રણી આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે ભાગીદારી કરી છે અને ઉમેર્યું હતું કે, પરીક્ષાની અખંડિતતાને સુનિશ્ચિત કરવા માટે કૃત્રિમ બુદ્ધિ, રીમોટ પ્રોક્ટોરિંગ, વિડીયો રેકોર્ડિંગ અને અન્ય વિવિધ ઉપકરણોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. તેમણે એમ પણ માહિતી આપી હતી કે ૨૦૧૯-૨૦ દરમિયાન ૬ ઓલિમ્પિયાડ પરીક્ષા માટે નોંધાયેલા ૩૨ દેશોના ૫૬૦૦૦ થી વધુ શાળાઓ અને લાખો વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો. એસઓફ આંતરરાષ્ટ્રીય સ્તરે વિજેતા શાળાઓ અને વિદ્યાર્થીઓને પુરસ્કારો અને શિષ્યવૃત્તિ પ્રદાન કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.