ઓપનએઆઈએ આઈફોન માટે ચેટજીપીટીએપ લોન્ચ કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

વોશિંગ્ટન, ચેટજીપીટીએ લોન્ચ થતાની સાથે જ દુનિયાભરમાં ચર્ચા જગાવી હતી. અદભૂત ક્ષમતાઓના સહારે તેણે દરેકને ચોંકાવ્યા હતા. તેના આગમનથી અનેક લોકો નોકરી ગુમાવવાના ડરથી પીડાઈ રહ્યા છે તો અનેક લોકો એવા છે જેમણે તેને પૈસા કમાવવાનો રસ્તો બનાવી લીધો છે. મુશ્કેલ કામ તે ગણતરીના સેકન્ડમાં કરી આપે છે.

જો તમે પણ ચેટજીપીટીનો ઉપયોગ કરવા માગો છો તો આ તમારા માટે ખુશખબર છે. ઓપનએઆઈએ આઈફોન માટે ચેટજીપીટીએપ લોન્ચ કરી દીધી છે. યૂઝર હવે ડેડિકેટેડ એપની મદદથી આઈફોનમાં ચેટજીપીટી સર્વિસિઝને યૂઝ કરી શકશે. આ એપ કોને મળશે? શું તેના માટે પૈસા ચૂકવવા પડશે? આવા અનેક સવાલોના જવાબ તમને અહીં મળી જશે.

હાલ આ એપ અમેરિકામાં લોન્ચ કરાઈ છે. સારી વાત એ છે કે એપ સ્ટોર પર ઉપલબ્ધ ચેટજીપીટીએપ ફ્રીમાં ડાઉનલોડ થઈ શકશે અને તે સંપૂર્ણપણે એડ-ફ્રી પણ છે. આગામી અમુક અઠવાડિયાઓમાં તેને દુનિયાભરના અન્ય દેશોમાં પણ ઉપલબ્ધ કરાવાશે. કંપની કહે છે કે જલદી જ એન્ડ્રોઈડ યૂઝર્સ માટે પણ આ એપ લોન્ચ કરાશે.

કંપનીએ કહ્યું કે જે યૂઝર ઓપનએઆઈના ચેટજીપીટીપ્લસ સબ્સક્રિપ્શનની ચૂકવણી કરી ચૂકયા છે તે એપની મદદથી તેમના સૌથી શક્તિશાળી લેંગ્વેઝ મોડેલ જીપીટી-૪નો ઉપયોગ કરી શકે છે. વેબ વર્ઝનથી વિપરિત તેમાં બોલીને પણ સવાલો પૂછી શકાશે. કંપનીએ કહ્યું આઈઓએસમાટે ચેટજીપીટીએપ એડ ફ્રી રહેશે પણ તમારી હિસ્ટ્રીને તમામ ડિવાઈસ સાથે સિક્ન કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.