Olaએ રૂ. 99,999માં નવુ માસ માર્કેટ ‘S1’ સ્કુટર લોન્ચ કર્યુ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની સૌથી મોટી ઇલેક્ટ્રિક વ્હિકલ્સ કંપની Ola ઇલેક્ટ્રિકએ આજે તેના નવા Ola S1 સ્કુટરને પ્રિમીયમ ડિઝાઇન, ચડીયાતુ પર્ફોમન્સ, શ્રેષ્ઠ ફીચર્સ અને ન્યુ એજ કન્કેટેડ ટેકનોલોજી સાથે લોન્ચ કર્યુ છે, જે તે આ કેટેગરીમાં અત્યંત એડવાન્સ સ્કુટર બનાવે છે.

3 KWhની લિથીયમ બેટરી પેકથી સજ્જ Ola S1 131 કિમીની ARAI પ્રમાણિત રેન્જ પ્રાપ્ત કરે છે, જેમાં નોર્મલ મોડ પર 131 કિમીની, ઇકો મોડ પર 128 કિમીની અને સ્પોર્ટ્સ મોડ પર 90 કિમીની સાચી રેન્જ છે.  Ola S1 કેટલાક લોકપ્રિય MoveOS ફીચર્સ જેમ કે મ્યુઝિક પ્લેબેક, નેવિગેશન, કંપેનીયન એપ અને રિવર્સ મોડધરાવે છે અને તેની સર્વોચ્ચ ગતિ પ્રતિકલાકની 95 કિમીની છે, જે તેને આ સેગમેન્ટમાં સૌથી વધુ ઝડપી સ્કુટર બનાવે છે. પોર્લેલેઇન વ્હાઇટ, જેટ બ્લેક, નિયો મિન્ટ, કોરલ ગ્લામ અને લિક્વીડ ગ્લામ અને લિક્વીડ સિલ્વરમાં ઉપલબ્ધ S1ને રૂ. 99,999ની પ્રારંભિક કિંમત સાથે લોન્ચ કરવામાં આવ્યુ છે.

તમામ નવા Ola S1ના વહેલા પ્રવેશ માટે આરક્ષણ આજથી માત્ર રૂ. 499માં શરૂ થાય છે. જે ગ્રાહકો વહેલાસર પ્રવેશ મેળવે છે તેઓ 1લી સપ્ટેમ્બરના રોજ અંતિમ ચુકવણી કરી શકશે અને અન્ય લોકો માટે, સંપૂર્ણ ચુકવણી વિન્ડો 2જી સપ્ટેમ્બરથી શરૂ થશે. ગ્રાહકો તેમના Ola S1 ને સીધા Ola એપ પરથી આરક્ષિત કરી શકે છે અને 5 ધિરાણ ભાગીદારો અથવા કોઈપણ ઑફલાઇન બેન્કિંગ અથવા પસંદગીની નાણાકીય સંસ્થા અથવા તો રોકડ દ્વારા ઓફર કરવામાં આવતા સરળ ફાઇનાન્સ વિકલ્પોનો લાભ લઈ શકે છે. તેનો ઇએમઆઇ રૂ. 2,999 થી શરૂ થાય છે અને લોન પ્રોસેસિંગ ફી માફી સાથે Ola S1 ગ્રાહકો હવે તેમની ખૂબ ઇચ્છિત EVમાં સરળતાથી ઍક્સેસ કરી શકે છે. Ola S1 માટે ડોરસ્ટેપ ડિલિવરી 7મી સપ્ટેમ્બરથી સમગ્ર ભારતમાં શરૂ થશે.

ગ્રાહકો હવે Ola એક્સટેન્ડેટ વોરંટી સાથે, જે તેમની બેટરી, મોટર, ઇલેક્ટ્રિકલ કોમ્પોનન્ટસ અને દરેક સ્ટાન્ડર્ડ પાર્ટ્સને રક્ષણ પૂરું પાડશે. જે લોકોએ સ્કુટર ખરીદી લીધુ છે તેઓ પણ આ વોરંટી Ola એપ પર વૈકલ્પિક ઍડ-ઓન તરીકે ખરીદી શકશે.
Ola પણ આ દિવાળીએ દરેક માટે MoveOS 3 જારી કરીને તેના સોફ્ટવેરને આગલા સ્તર પર લઈ જવાની યોજના ધરાવે છે! MoveOS 3 મૂડ, ડિજિટલ કી શેરિંગ, પ્રોક્સિમિટી અનલોક, સુધારેલ રેજેન, તમારા સ્કૂટર પરના દસ્તાવેજો અને બીજી ઘણી બધી આકર્ષક સુવિધાઓ લાવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.