હવે ટ્વીટર પર બે કલાકના વીડિયો અપલોડ કરી શકાશે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

વોશિંગ્ટન, જ્યારથી ટ્વિટરના માલિક બન્યા છે ત્યારથી જ તેમણે એક પછી એક ઘણા મોટા ફેરફાર કર્યા છે. જુના કર્મચારીઓને કાઢી નાખ્યા નવા કર્મચારીઓની ભરતી કરી, બ્લ્યુ ટીક કાઢયું, બ્લ્યુ ટીક પાછું શરૂ કર્યું, અગાઉ બ્લોક કરવામાં આવેલા અનેક મહાનુભાવોના ટ્વીટર એકાઉન્ટ ફરીથી કાર્યરત કર્યા, સબસ્ક્રીપ્શન ચાલુ કર્યુંપ. વગેરે વગેરેપ ટ્વીટર ના ફેરફારોની યાદી તો અનંત છે.

હવે ટ્વીટરના માલિક મસ્કે અત્યાર સુધીની સૌથી મોટી અને ચોકાવનારની જાહેરાત કરી છે મસ્કેટ ટ્વીટ કરીને જણાવ્યું છે કે હવે ટ્વીટર પર બે કલાકના વીડિયો અપલોડ કરી શકાશે. મતલબ કે લોકો હવે આઠ જીબી સુધીના વીડિયો ટ્વીટર પર અપલોડ કરી શકશે.

જોકે બ્લુટીક વેરીફાઇડ સબસક્રિપ્શન ધરાવતા લોકો જ આ સેવાનો લાભ લઈ શકશે. ટ્વીટરની જાહેરાત બાદ લોકો ઉત્સાહમાં આવી ગયા છે અને કેટલાક લોકોએ તો ફિલ્મો પણ અપલોડ કરવાનું શરૂ કરી દીધું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.