ફ્લિપકાર્ટના બીબીડી સેલમાં અવિશ્વસનીય 32,999/- ની કિંમતે નોથીંગ ફોન

ગેઝેટ્સ
ગેઝેટ્સ

લંડન સ્થિત કન્ઝ્યુમર ટેક બ્રાન્ડ, નોથીંગનો તાજેતરમાં લૉન્ચ થયેલો ફોન, જેની મૂળ કિંમત INR 44,999/- છે, તે 8 ઓક્ટોબરથી શરૂ થનારા ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડે સેલમાં INR 32,999 ની ડિસ્કાઉન્ટ કિંમતે ઉપલબ્ધ હશે. Plus સભ્યો પાસે એક દિવસ અગાઉથી Nothingની વિશેષ કિંમતનો એક્સેસ હશે.

ફ્લિપકાર્ટ ના બિગ બિલિયન ડે સેલ દરમિયાન તમારે નોથીંગ ફોન (2) શા માટે ખરીદવો જોઈએ તેના મુખ્ય કારણો અહીં છે:

પ્રીમિયમ પરફોર્મન્સ: મોબાઇલ પ્લેટફોર્મ Snapdragon® 8+ Gen 1 અને 4700mAhની બેટરીથી ભરપૂર આ Phone (2) ઝડપી પરફોર્મન્સ અને લાંબા સમય સુધી ચાલનારી બેટરી પ્રદાન કરે છે. વપરાશકર્તાઓ ઝડપી અને વાયરલેસ રીતે ચાર્જ કરી શકે છે, 20 મિનિટથી ઓછા સમયમાં 50% ચાર્જ સુધી પહોંચી શકે છે. Phone (2) માં કિનારી-થી-કિનારી સુધી 120 Hz 6.7-ઇંચની LTPO AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 120hz થી 1hz સુધી અનુકૂલનશીલ રિફ્રેશ રેટ સાથે બેટરી લાઇફ સાથે સમાધાન કર્યા વિના ન્યુનતમ પાવર વપરાશ અને મહત્તમ પરફોર્મન્સને સુનિશ્ચિત કરે છે.

શક્તિશાળી કૅમેરા: Phone (2) માં Nothingના સૌથી પ્રીમિયમ સ્માર્ટફોન કૅમેરા આપવામાં આવ્યા છે, જેમાં 32 MPનો ફ્રન્ટ કૅમેરો છે અને બે રિયર કૅમેરા સિસ્ટમ છે જેમાં બે અદ્યતન 50 MPના સેન્સર છે, જેમાં Sony IMX890 તેના મુખ્ય સેન્સર તરીકે છે. અદ્યતન 18-બિટ ઇમેજ સિગ્નલ પ્રોસેસર (આઇએસપી – ISP) થી સુસજ્જ આ Phone (2) 4,000 વખત કૅમેરાના ડેટા પર પ્રક્રિયા કરવાની ક્ષમતા ધરાવે છે.

આઇકોનિક ડિઝાઇન: Phone (2) સુમેળભર્યા અને સમમિત અભિગમ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી અદ્યતન કલાત્મકતા ડિઝાઇનને દર્શાવે છે, જેમાં દરેક ભાગના આકારો, રંગો, સ્થિતિ અને ટેક્સ્ચરને કાળજીપૂર્વક ધ્યાનમાં લેવામાં આવ્યા છે.

નવું ગ્લિફ ઇન્ટરફેસ: ગ્લિફ ઇન્ટરફેસ સ્ક્રીન પર જોયા વિના જરૂરી માહિતી પૂરી પાડે છે. વપરાશકર્તાઓ સંપર્કો અને એપને મનપસંદ લાઇટ અને ધ્વનિ સિક્વન્સ પણ આપી શકે છે, જે તેમને આવનારી નોટિફિકેશન કરતાં એક ડગલું આગળ રહેવાની પરવાનગી આપે છે. Uber અને Zomato જેવી ડિલિવરી અને રાઇડ શેર એપ સાથે ઇન-એપ ઇન્ટિગ્રેશન પણ છે, જ્યાં વપરાશકર્તાઓ સ્ક્રીન પર જોયા વિના ગ્લિફ ઇન્ટરફેસ દ્વારા વાહનના આગમન અને ડિલિવરી સ્ટેટસને ટ્રેક કરી શકે છે.

Nothing OS 2.0: Nothing OS 2.0 વપરાશકર્તાઓને નવા ફોલ્ડર લેઆઉટ અને સચિત્ર કવર રજૂ કરતી વખતે ગ્રીડ ડિઝાઇન, વિજેટ સાઇઝ અને કલર થીમને કસ્ટમાઇઝ કરવા માટે સક્ષમ બનાવે છે.

ગ્રાહકનો અનુભવ અને રેટિંગ્સ: તાજેતરમાં કરવામાં આવેલા ગ્રેટ ઇન્ડિયન સ્માર્ટફોન સર્વેમાં, કૅમેરા અને સોફ્ટવેરમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ Nothingને શ્રેષ્ઠ પ્રદર્શન કરતા એન્ડ્રોઇડ ફોનમાંના એક તરીકે મત આપવામાં આવ્યો છે. એન્ડ્રોઇડ ફોનમાં વેચાણ પછીનો શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા અને 3 વર્ષથી ઓછા સમયમાં ગ્રાહકની ઉત્કૃષ્ટ માન્યતા પ્રાપ્ત કરવા માટે, Nothing એ તેના સર્વિસ સેન્ટરની સંખ્યા 230થી વધારીને 300 કરી છે, જે દેશભરમાં 19,000 પિન કોડ પર સેવા પૂરી પાડી છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.