નોકિયા 2.4 AI-પાવર્ડ કેમેરા, બે દિવસની બેટરી લાઇફ1 અને સંપૂર્ણ, મોટી HD+ સ્ક્રીન સાથે પ્રસ્તુત

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ડ્યુઅલ કેમેરા સાથે સીરિઝમાં પ્રથમ; જે નાઇટ મોડ સાથે અંધારામાં શ્રેષ્ઠ ફોટા ખેંચવાની અને તસવીરો લીધા પછી બોકેહ ઇમેજ પર રિફોકસ કરવાનીસુવિધા આપે છે

ત્રણ વર્ષની સીક્યોરિટી અપડેટ અને બે વર્ષની એન્ડ્રોઇડTM ઓએસ સોફ્ટવેર અપગ્રેડ ઓફર તમે ભરોસો કરી શકો એવી બ્રાન્ડ પાસેથી શ્રેષ્ઠ મૂલ્ય ઓફર કરે છે

પ્રીમિયમ નોર્ડિક ડિઝાઇન, જે ટકાઉ અને સુંદર ફિનિશ-પ્રેરિત છે, બ્રાન્ડ-ન્યૂ આધુનિક કલરો – ડસ્ક અને ફ્લોર્ડ સાથે ઉપલબ્ધ

ભારત, 26 નવેમ્બર, 2020 –નોકિયા ફોન બનાવતી કંપની HMD ગ્લોબલએ આજે ભારતમાં અતિ સફળ નીવડેલી નોકિયા-2 સીરિઝમાં લેટેસ્ટ ફોન નોકિયા 2.4 પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે.

નેક્સ્ટ જનરેશન નોકિયા 2 અત્યાધુનિક AI ઇમેજિંગ ખાસિયતો ધરાવે છે, જેમાં નાઇટ મોડ અને પોર્ટ્રેટ મોડ સામેલ છે, જે તમારા ફોટોને નેક્સ્ટ લેવલ પર લઈ જવામાં મદદ કરે છે. વધારે મોટું પિક્ચર જુઓ અને મોટી 6.5” (16.5 સેમી) HD+ સ્ક્રીન પર લાંબો સમય જુઓ, શીખો અને વધારે ક્રિએટ કરો. વળી એની બે-દિવસ ચાલતી બેટરી લાઇફ ને કારણે તમે બેટરીની ચિંતા કર્યા વિના લાંબો સમય તમારી મનપસંદ એપ્સ અને ગેમ્સનો આનંદ લઈ શકો છો. ફિંગરપ્રિન્ટ અને ફેસ અનલોક જેવી આધુનિક જરૂરિયાતો સાથે તમે સંવર્ધિત સુરક્ષા અને સરળ સુલભતાનો લાભ લઈ શકો છો. ઉપરાંત નોકિયા 2.4 અમારી એન્ડ્રોઇડની ખાતરી સાથે આવે છે, જે તમને ત્રણ વર્ષ માસિક સીક્યોરિટી અપડેટ અને બે વર્ષ ઓએસ અપડેટ આપે છે, જેનો અર્થ એ છે કે, આ એન્ડ્રોઇડ 11 અને 12 માટે સજ્જ છે. નોકિયા 2.4 વિશિષ્ટ અને રિફાઇન છે તથા પ્રીમિયમ નોર્ડિંક ડિઝાઇન ધરાવે છે, જે લાંબો સમય ચાલવા માટે નિર્મિત છે અને ફિનિશિ-પ્રેરિત, બ્રાન્ડ-ન્યૂ અત્યાધુનિક કલર – ડસ્ક, ફ્લોર્ડ અને ચારકોલમાં ઉપલબ્ધ થશે.

“2-સીરિઝ ભારતમાં મનપસંદ અને અતિ સફળ સીરિઝ છે. આ બે દિવસની બેટરી લાઇફ, AI-પાવર્ડ કેમેરા અને સંપૂર્ણ, સુરક્ષિત અને અત્યાધુનિક એન્ડ્રોઇડ જેવા અતિ મનપસંદ ખાસિયતો ધરાવે છે, જે વાજબી અને લાભદાયક પેકેજમાં તમામ સુવિધાઓ એકસાથે આપે છે. જ્યારે આ સેગમેન્ટમાં ફોન પ્રદાન કરવાની વાત આવે છે, ત્યારે નોકિયા 2.4 અપેક્ષાથી વધારે ખાસિયતો ધરાવે છે. અમે નાઇટ મોડ અને પોર્ટ્રેટ મોડ સાથે AI કેમેરા જેવી અત્યાધુનિક ખાસિયતો સામેલ કરી છે. મોટી સ્ક્રીન ફોનને વધારે સંપૂર્ણ વિઝ્યુઅલ અનુભવ આપે છે અને બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે સંવર્ધિત સુરક્ષા આપે છે, જે આ સીરિઝમાં સૌપ્રથમ છે. આ તમામ શાશ્વત ફિનિશ ડિઝાઇન સાથે મળે છે, જે નોકિયા 2.4ની કલર પેલેટમાં પ્રતિબિંબિત થાય છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “દુનિયાભરમાં મોબાઇલ પ્રેમીઓ નોકિયાના ફોનને જાણે છે અને એના પર ભરોસો મૂકે છે. તાજેતરમાં અમને સોફ્ટવેર અપગ્રેડ, સીક્યોરિટી અપડેટ અને ગુણવત્તા નિર્માણ પ્રદાન કરવામાં અમારી લીડરશિપને આધારે કાઉન્ટરપોઇન્ટ રિસર્ચ દ્વારા ટ્રસ્ટ રેન્કિંગમાં લીડર્સ 3 તરીકે રેટિંગ આપવામાં આવ્યું છે. આ અનિશ્ચિત સમયગાળા અને એ પછીના ગાળા દરમિયાન નોકિયા 2.4 – ઓલ-રાઉન્ડ સ્માર્ટફોન પર ભરોસો કરો, જે તમારા જીવનની સફરને તમારા પ્રિયજનો સાથે કે કાર્યસ્થળે શ્રેષ્ઠ બનાવશે.”

કેમેરામાં કેદ કરવા માટેની ક્ષણો હંમેશા દિવસમાં હોતી નથી. નાઇટ મોડની અત્યાધુનિક ઇમેજના મિશ્રણ સાથે નોકિયા 2.4 તમને અંધારામાં પણ જીવંત તસવીરો લેવાની સુવિધા આપે છે. પોર્ટ્રેટ મોડના કસ્ટમ શેપ અને ધૂંધળા બેકગ્રાઉન્ડમાં પણ તમારી રચનાત્મકતાને બહાર લાવો. નવા પોર્ટ્રેટ એડિટર સાથે તમે તસવીરો ખેંચ્યા પછી પિક્ચરને રિફોકસ અને એડિટ કરી શકો છો – જે તાત્કાલિક વહેંચી શકાય છે અને વિશિષ્ટ શોટ લેવાની સુવિધા આપે છે.

6.5” (16.5 સેમી) સ્ક્રીન પર જુઓ, શીખો અને ક્રિએટ કરો તથા લાંબા સમય સુધી મનોરંજનને માણો
મોટી HD+ ડિસ્પ્લે સાથે સેલ્ફી મહત્તમ સ્ક્રીનનો લાભ આપે છે, જે વાજબી કિંમતે વ્યૂઇંગનો શ્રેષ્ઠ અનુભવ આપે છે. ઉપરાંત તમે નોકિયા 2 રેન્જજમાંથી બે દિવસની બેટરી લાઇફની અપેક્ષા રાખી શકો છો. નોકિયા 2.4 મોટી 4500 mAh બેટરી ધરાવે છે, જે AI-આસિસ્ટેડ એડેપ્ટિવ બેટરીને કારણે સિંગલ ચાર્જ પર બે દિવસ સુધી ચાલે છે, જેથી તમારા ફોનની સાથે તમારી જાતને રિચાર્જ કરવા વધારે સમય ફાળવી શકો છો. આ શીખવે છે કે તમે કઈ એપ્સનો સૌથી વધુ ઉપયોગ કરો છો અને કઈ એપને પ્રાથમિકતા આપો છો – જેથી તમે લાંબા સમય સુધી તમારા મનપસંદ ફીચરનો ઉપયોગ કરી શકો છો.

નોકિયા 2.4 આધુનિક આવશ્યક ખાસિયતો અને સુવિધાઓ સાથે સજ્જ છે, જેમ કે તમારા ડિઝાઇનને સુવિધાજનક ફિંગરપ્રિન્ટ સેન્સર અને AI ફેસ અનલોક સાથે સરળતાપૂર્વક અને ઝડપથી સુલભતા આપે છે, જે તમને તમારા ફોનનો ઉપયોગ કેવી રીતે કરવો એની વિવિધતા આપે છે. પોતાના ફિનિશ મૂળિયાને જાળવીને નોકિયા 4.2 ટકાઉ ડિઝાઇન ધરાવે છે, જે દેખાવમાં સુંદર હોવાની સાથે લાંબી ટકાઉક્ષમતા ધરાવે છે. 3D નેનો-ટેક્સચર્ડ કવર સિટ તમારા હાથમાં સુરક્ષિત રીતે બંધ બેસી જાય છે અને નોર્ડિક-પ્રેરિત કલરમાં ઉપલબ્ધ આકર્ષક ફિનિશિંગ ધરાવે છે. વળી પોલીકાર્બોનેટ શેલ સાથે ડાઇ-કાસ્ટ મેટલ ચેસિસ તમારા ફોનને નોકિયાના ફોનમાંથી તમારી અપેક્ષા મુજબ સુવિધા સાથે મજબૂતી આપે છે.

નોકિયા 2.4 મુખ્ય પ્રવાહના ઇન્ટરફેસ સાથે અને બ્લોટવેર વિના સોફ્ટવેરનાં ઉત્કૃષ્ટ અનુભવ આપીને તમને ઉદ્દેશલક્ષી, સુરક્ષિત અને અત્યાધુનિક ખાતરી આપે છે. એન્ડ્રોઇડ વન પ્રોગ્રામના ભાગરૂપે નોકિયા 2.4 સાથે તમે એન્ડ્રોઇડના લેટેસ્ટ ખાસિયતોનો લાભ મેળવી શકો છો તેમજ માસિક સીક્યોરિટીની અપડેટ ત્રણ વર્ષ અને બે વર્ષ સોફ્ટવેર અપગ્રેડની સુવિધા પણ મેળવી શકો છો, જેથી તમે લાંબા સમય માટે તમારા ફોનનો ઉપયોગ કરી શકો છો. સાથે સાથે તમને ગૂગલ આસિસ્ટન્ટ – વોઇસ દ્વારા એક્ટિવેટે થઈને કે પ્રતિબદ્ધ બટનની મદદ સાથે વધારે સરળતાપૂર્વક માહિતી મળે છે.

નોકિયા 2.4 ડસ્ક, ફ્લોટ અને ચારકોલ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે તથા 3જીબી/64જીબી વેરિઅન્ટ માટે રૂ. 10, 399 ની શ્રેષ્ઠ ખરીદીની કિંમતે ઉપલબ્ધ છે.

નોકિયા 2.4 ઓનલાઇન 26 નવેમ્બર, 2020થી Nokia.com/phonesપર એક્સક્લૂઝિવ ઉપલબ્ધ થશે. Nokia.com/phonesનાં પ્રથમ 100 ગ્રાહકો 26 નવેમ્બરના રોજ ભારતીય સ્થાનિક સમય મુજબ બપોરે 12.00 વાગ્યાથી 04 ડિસેમ્બરના રોજ રાતના 11.59 સુધી સફળતાપૂર્વક ઓર્ડર આપીને007 મર્ચન્ડાઇઝ હેમ્પર પણ મેળવશે, જેમાં 007 સ્પેશ્યલ એડિશન બોટલ, કેપ અને મેટલ કીચેઇન સામેલ હશે.

4 ડિસેમ્બર, 2020થી નોકિયા 2.4 Amazon.in અને ફ્લિપકાર્ટ પર ઓનલાઇન તથા ભારતમાં અગ્રણી રિટેલ આઉટલેટમાં ઉપલબ્ધ થશે.

જિયો પર નોકિયા 2.4ના ગ્રાહકોને રૂ. 3,550ના લાભ મળશે. આ ફાયદાઓમાં રૂ. 349ના પ્રીપેઇડ રિચાર્જ પર રૂ. 2,000નું તાત્કાલિક કેશબેક અને પાર્ટનર્સ પાસેથી રૂ. 1,550ના મૂલ્યના વાઉચર મળશે. આ ઓફર જિયોના હાલના અને નવા ગ્રાહકો માટે લાગુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.