નવી સ્પ્લેન્ડર+‘XTEC’ લોન્ચ કરાઈ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

 આકર્ષક અને વ્યાપક પ્રોડક્ટ પોર્ટફોલિયો માટે પોતાની કટિબદ્ધતા પર ભાર આપતાં મોટરસાઈકલ અને સ્કૂટરોની દુનિયામાં સૌથી વિશાળ ઉત્પાદક હીરો મોટોકોર્પ  દ્વારા આજે આઈકોનિક મોટરસાઈકલ સ્પ્લેન્ડરની આવી એડિશન સ્પ્લેન્ડર+ XTEC લોન્ચ કરવામાં આવી હતી.

પ્રગતિશીલ અને ઈનોવેટિવ, રોજબરોજ વ્યવહારુતા પ્રદાન કરતી નવી હીરો સ્પ્લેન્ડર + ‘XTEC’ બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે ફુલ ડિજિટલ મીટર, કોલ અને એસએમએસ એલર્ટ, આરટીએમઆઈ (રિયલ ટાઈમ માઈલેજ ઈન્ડિકેટર), લો ફ્યુઅલ ઈન્ડિકેટર, એલઈડી હાઈ ઈન્ટેન્સિટી પોઝિશન લેમ્પ (એચઆઈપીએલ) અને એક્સક્લુઝિવ ગ્રાફિક્સ જેવી વિશિષ્ટતાઓથી સમદ્ધ છે. ઉપરાંત તે ઈન્ટીગ્રેટેડ યુએસબી ચાર્જર, સાઈડ- સ્ટેન્ડ એન્જિન કટ-ઓફફ અને હીરોની ક્રાંતિકારી i3S ટેકનોલોજી (આઈડલ સ્ટોપ- સ્ટાર્ટ સિસ્ટમ) સાથે આવે છે.

હીરો સ્પ્લેન્ડર + XTEC  INR72,900*ની આરંભિક કિંમતે હીરો મોટોકોર્પ ડીલરશિપ્સ ખાતે ઉપલબ્ધ થશે. નવી  સ્પ્લેન્ડર+ XTEC 5 વર્ષની વોરન્ટી સાથે આવે છે.

*(એક્સ- શોરૂમ, દિલ્હી).

 હીરો મોટોકોર્પના સ્ટ્રેટેજી અને ગ્લોબલ પ્રોડક્ટ પ્લાનિંગના હેડ મેલો લી મેસને જણાવ્યું હતું કે, “હીરો સ્પ્લેન્ડર ભારતમાં અત્યંત લોકપ્રિય અને સૌથી વધુ વેચાતી મોટરસાઈકલ છે, જે ભારતમાં લાખ્ખો લોકોની અસલ સાથી છે. તે લગભગ ત્રણ દાયકાથી આઈકોન રહી છે અને સ્પ્લેન્ડર+ XTEC મોડેલના લોન્ચ સાથે ઘણા બધા લોકોને હજુ પણ પ્રેરિત કરી છે, જેમાં હવે ટેકનોલોજીની દ્રષ્ટિથી આધુનિક વિશિષ્ટતાઓ અને સ્માર્ટ આધુનિક ડિઝાઈન ઉમેરવામાં વી છે. નવું મોડેલ XTEC ટેકનોલોજી અંબ્રેલાને પૂરક છે, જે હીરો ગ્લેમર 125, પ્લેઝર+ 110 અને ડેસ્ટિની 125 પર તેના લોન્ચથી મળેલી અદભુત સફળ રહી છે.

 હીરો મોટોકોર્પના ચીફ ગ્રોથ ઓફિસર રણજીવજિત સિંહે જણાવ્યું હતું કે, હીરો સ્પ્લેન્ડર દાયકાઓથી નવો દાખલો બેસાડે છે. મોટરસાઈકલ તેના વિશ્વાસ, સ્ટાઈલ, કામગીરી અને આરામની બહેતર શ્રેણીની વિશિષ્ટતાઓ સાથે ગ્રાહકોના વૈવિધ્યપૂર્ણ વર્ગોને આકર્ષિત કરે છે. અમને ખાતરી છે કે હીરો સ્પ્લેન્ડર + XTEC ટેકનોલોજી અને વિઝ્યુઅલ સ્ટાઈલની દ્રષ્ટિએ ફરી એક વાર નવું સીમાચિહન સ્થાપિત કરશે અને આરામ અને સુરક્ષાના બ્રાન્ડના વચન પર સાર્થક ઠરશે.

 રૂપરેખાસ્પ્લેન્ડર + XTEC

 સહજ કનેક્ટિવિટી

સ્પ્લેન્ડર+ XTEC બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે  સેગમેન્ટમાં પ્રથમ ફુલ ડિજિટલ મીટર સાથે રાઈડરોને મહત્તમ ફંકશનાલિટી અને માહિતી પૂરી પાડે છે. ફુલ ડિજિટલ ડિસ્પ્લે વ્યવહારુ અને ઉપભોક્તા અનુકૂળ કામગીરીઓ પ્રદાન કરે છે, જેમ કે, ઈનકમિંગ અને મિસ્ડ કોલ એલર્ટસ, નવા મેસેજના એલર્ટસ, બે ટ્રિપ મીટર સાથે આરટીએમઆઈ (રિયલ ટાઈમ માઈલેજ ઈન્ડિકેટર) અને લો ફ્યુઅલ ઈન્ડિકેટર. તેમાં ઈન્ટીગ્રેટેડ USB ચાર્જિંગ પોર્ટ પણ છે.

સુરક્ષા

હીરો સ્પ્લેન્ડર સંપૂર્ણ વિશ્વસનીયતા માટે ઓળખાય છે. રાઈડર અને પિલિયન માટે સૌથી વધુ સુરક્ષા સાથે સ્પ્લેન્ડર+ XTECમાં સાઈડ- સ્ટેન્ડ વિઝ્યુઅલ ઈન્ડિકેશન અને ‘સાઈડ- સ્ટેન્ડ એન્જિન કટ-ઓફફ’ છે. મોટરસાઈકલમાં બેન્ક- એન્ગલ- સેન્સર પણ છે, જે પડી જતાં એન્જિન બંધ કરે છે.

ડિઝાઈન

LED હાઈ ઈન્ટેન્સિટી પોઝિશન લેમ્પ (એચઆઈપીએલ) અને નવા ગ્રાફિક્સ સ્પ્લેન્ડર + XTECને ઉત્તમ નવો દેખાવ આપે છે. અનોખી LED સ્ટ્રિપ આઈકોનિક ફ્રન્ટ એન્ડ બહેતર બનાવે છે.

કલર

સ્પાર્કલિંગ બીટા બ્લુ, કેન્વાસ બ્લેક, ટોર્નેડો ગ્રે અને પર્લ વ્હાઈટ હાઈલાઈટમાં ચાર નવી કલર સ્કીમ નવી સ્પ્લેન્ડર+ XTECનો ડાયનેમિક દેખાવ આલેખિત કરે છે.

એન્જિન

નવી સ્પ્લેન્ડર +XTEC 97.2cc BS-VI કોમ્પ્લાયન્ટ એન્જિન સાથે આવે છે, જે 7.9 BHP @ 7000 RPMનું નોંધપાત્ર આઉટપુટ પેદા કરે છે અને હાઈ- પરફોર્મન્સ રાઈડ માટે 8.05 NM @ 6000નું ટોર્ક ઓન ડિમાન્ડ પ્રદાન કરે છે. પરફોર્મન્સ અને કમ્ફર્ટના બ્રાન્ડના વચન પર પ્રદાન કરતાં નવી સ્પ્લેન્ડર +XTEC બહેતર ઈંધણ કાર્યક્ષમતા માટે i3S પેટન્ટેડ ટેકનોલોજી સાથે આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.