નવી શક્તિશાળી અને સ્ટાઈલિશ XPULSE 200T 4-વાલ્વ લોન્ચ કરાઈ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

પ્રીમિયમ પોર્ટફોલિયોમાં યુવાપૂર્ણ અને રોમાંચક ઓફરનો ઉમેરો કરવા માટે કટિબદ્ધતાને વધુ મજબૂત બનાવતાં મોટરસાઈકલ્સ અને સ્કૂટર્સની દુનિયાની સૌથી વિશાળ ઉત્પાદક હીરો મોટોકોર્પ દ્વારા આજે સંપૂર્ણ નવી XPulse 200T 4 વાલ્વ લોન્ચ કરવામાં આવી.

બહેતર ટુરિંગ ક્ષમતાઓ, ઉત્કૃષ્ટ અત્યાધુનિક ટેકનોલોજી અને ડિઝાઈન અને પરફોર્મન્સીસમાં સ્પષ્ટ પ્રગતિ સાથે સંપૂર્ણ નવી હીરો XPulse 200T 4V XPulseની સફળતાની ગાથામાં નવો અધ્યાય લખવા માટે સુસજ્જ છે.

200cc 4 વાલ્વ ઓઈલ કૂલ્ડ એન્જિનથી સમૃદ્ધ આ આધુનિક ટુરર 6 ટકા વધુ પાવર અને 5 ટકા વધારાનું ટોર્ક આપે છે, જેને લઈ ઉચ્ચ સ્પીડે પણ આખો દિવસ આરામદાયક અને તાણુક્ત સવારીની ખાતરી રાખેછે. રિ-ટ્યુન્ડ પાવર- ટોર્ક કર્વ અને સુધારિત ટ્રાન્સમિશન રેશિયોને આભારે ગ્રાહકો દરેક પ્રવાસ માણી શકે છે. મોટરસાઈકલ કક્ષામાં અવ્વલ ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે LCDઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ગિયર ઈન્ડિકેટર, ટ્રિપ મીટર અને સર્વિસ રિમાઈન્ડર સહિત ઈન્ટેલિજન્ટ આસિસ્ટન્સ સિસ્ટમ્સની વરાઈટીથી લોડેડ હોવાથી તમારો પ્રવાસ વધુ સુરક્ષિત અને વધુ આરામદાયક બને છે.

XPulse 200T 4 વાલ્વ દેશભરમાં હીરો મોટોકોર્પ ડીલરશિપ્સમાં INR. 1,25,726*ની આકર્ષક કિંમતે મળશે (*એક્સ- શોરૂમ, મુંબઈ)

હીરો મોટોકોર્પના ચીફ ગ્રોથ ઓફિસર (સીજીઓ) રણજીવજિત સિંહે જણાવ્યું હતું કે,“XPulseભારતમાં મોટરસાઈકલિંગ શોખીનોમાં મજબૂત સ્થાન ધરાવે છે અને અમને ખાતરી છે કે નવી હીરો XPulse 200T 4Vના લોન્ચ સાથે તે વધુ મજબૂત બનશે. રાઈડરોને અજોડ અનુભવ પ્રદાન કરતાં હીરો XPulse 200T 4Vતેના બોલ્ડ, યુવાપૂર્ણ અને રેટ્રોડિઝાઈન તત્ત્વો સાથે સંપૂર્ણ નવા અવતારમાં આવે છે. નિરંતર હાઈવે અને આઝાદીના સપનાનું દ્યોતક નવી મોટરસાઈકલ અત્યંત આરામ અને પરફોર્મન્સ સાથે બેજોડ ટુરિંગ અનુભવ પ્રદાન કરે તે રીતે ઘડવામાં આવી છે.”

હીરો XPulse 200T 4V સતત વિસ્તરતું XPulse 200રાઈડરોનું કમ્યુનિટી રાઈડિંગ મંચ XCLANની વધુ વૃદ્ધિ કરવાની અપેક્ષા છે. XCLAN મેમ્બરશિપ ગ્રાહકોને તેમના માલિકીના અનુભવમાંથી મહત્તમ આપવા માટે ખાસ લાભોની દુનિયાને પહોંચ આપે છે.

પ્રોડક્ટની રૂપરેખા

એન્જિનની કામગીરી
BS-VI 200cc 4 વાલ્વ ઓઈલ કૂલ્ડ એન્જિન દ્વારા પાવર્ડ XPulse 200T 4V મહત્તમ પાવર 19.1 PS @ 8500 RPM અને ટોર્ક 17.3 Nm @ 6500rpm પ્રદાન કરે છે. સમૃદ્ધ ટોર્ક આરામદાયક ટુરિંગ લાગણી પૂરી પાડે છે. એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સને મેટેડ હોવાથી ડાયનેમિક પ્રપલ્શન અને આરામદાયક પ્રવાસની ખાતરી રાખે છે.

મિડ- રેન્ડ અને ટોપ-એન્ડ સ્પીડ્સમાં ઉચ્ચ પાવર ઉપરાંત 4 વાલ્વ ઓઈલ- કૂલ્ડ એન્જિન હાઈ સ્પીડ્સમાં પણ તાણમુક્ત પરફોર્મન્સ પૂરો પાડે છે. XPulse 200T 4Vની નોંધપાત્ર રીતે સુધારિત ટ્રાન્સમિશન સિસ્ટમ વધુ શક્તિ અને ટકાઉપણું પૂરું પાડે છે, જ્યારે ગિયર રેશિયો બહેતર ટ્રેક્ટિવ પ્રયાસ અને એક્સિલરેશન માટે અપગ્રેડેડ છે.

સ્ટાઈલ અને ડિઝાઈન
નવી XPulse 200T 4Vની અપડેટેડ ડિઝાઈન ટુ વ્હીલ્સ પર આરામદાયક પ્રવાસ માટે પેશનને અંગીકાર કરે છે. નિયો- રેટ્રો સ્ટાઈલિંગ, બોલ્ડર ગ્રાફિક્સ સાથે અજોડ કલર સ્કીમ્સ મનોહર અને વિશિષ્ટ બેજોડ ગુણ પ્રદાન કરે છે. અજોડ ફીચર્સમાં ક્રોમ રિંગસાથે વર્તુળાકાર ફુલ- LED હેડલેમ્પ્સ અને LED પોઝિશન લેમ્પ્સ 20mmથી નીચે લવાયા હોવાથી વાહનના પ્રપોર્શન્સને બહેતર બનાવે છે.

રાઈડર અને પ્રવાસી માટે પ્રીમિયમ ફિનિશમાં આરામદાયક બેઠક સ્થિતિ અને ટ્યુબ-ટાઈપ રેટ્રો પિલિયન ગ્રેબ અતુલનીય આરામદાયક સવારીના અહેસાસમાં યોગદાન આપે છે. તેનો અજોડ દેખાવ કલર્ડ વાઈઝર, ફ્રન્ટ ફોર્ક સ્લીવ્ઝ અને કલર્ડ સિલિંડર હેડને વધુ પૂરક છે.

ટેક- એનેબલ્ડ
XPulse 200T 4V ઈન્ટેલિજન્ટ ટેકનોલોજીઝની વરાઈટી પ્રદાન કરે છે, જે તમારો પ્રવાસ સુરક્ષિત અને વધુ આરામદાયક બનાવે છે. સ્માર્ટફોન કનેક્ટિવિટી અને કોલ એલર્ટસ, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, અંડર સીટ USBચાર્જર, ગિયર ઈન્ડિકેટર અને સાઈડ- સ્ટેન્ડ એન્જિનકટ ઓફફ સાથે ફુલ ડિજિટલ LCD ઈન્સ્ટ્રમેન્ટ ક્લસ્ટર મોટરસાઈકલ ટેકનોલોજીની દ્રષ્ટિએ આધુનિક અને સુરક્ષિત રહે તેની ખાતરી રાખે છે.

સંપૂર્ણ ટુરર
37mm ફ્રન્ટ ફોર્કસ અને 7 પગલાંના સમાયોજક મોનો- શોક સસ્પેન્શન અને ઉત્કૃષ્ટ પકડ અને ટ્રેકશન સાથે 130mm પહોળા રિયર ટાયર અચૂક હેન્ડલિંગ પૂરું પાડે છે, જેને લીધે દરેક કિલોમીટર વધુ આરામદાયક અને આસાન બને છે.

USB ચાર્જર રાઈડિંગ કરવા સમયે પણ કનેક્ટેડ રહેવા રાઈડર માટે આસાન બનાવે છે, જ્યારે 276mm ફ્રન્ટ અને 220mm રિયર પેટલ ડિસ્ક બ્રેક્સ રાઈડરને હંમેશાં સંપૂર્ણ નિયંત્રણ મળે અને પાવર બંધ કરવાનો વિશ્વાસ મળે તેની ખાતરી રાખે છે.

આકર્ષક રંગ વિકલ્પો
નવી XPulse 200T 4V ત્રણ આકર્ષક નવા રંગ વિકલ્પોમાં આવે છે, જે દરેક કુશળતાપૂર્વક મોટરસાઈકલના વૈવિધ્યપૂર્ણ ગુણની ખૂબીઓને પ્રદર્શિત કરે છે, જેમાં સ્પોર્ટસ રેડ, મેટ ફંક લાઈમ યેલો અને મેટ શિલ્ડ ગોલ્ડનો સમાવેશ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.