નવો ઓપ્પો એ78: કક્ષામાં અવ્વલ બેટરી સાથે પરિપૂર્ણ એન્ટરટેઈનમેન્ટ સ્માર્ટફોન

ગેઝેટ્સ
ગેઝેટ્સ

India, 2023: અગ્રણી વૈશ્વિક સ્માર્ટ ડિવાઈસીસ બ્રાન્ડ ઓપ્પો દ્વારા ભારતમાં ઓપ્પો 78 લોન્ચ કરવામાં આવ્યો હોવાની ઘોષણા કરી છે. હેન્ડસેટ બે કલર ફિનિશ- એક્વા ગ્રીન અને મિસ્ટ બ્લેકમાં ઉપલબ્ધ થશે.

એક્વા ગ્રીન 78 વોટર- ગ્રીન બેઝ લેયરની ઉપર OPPOની પ્રથમ ડાયમંડ મેટ્રિક્સ ડિઝાઈન સુપરઈમ્પોઝ કરવા માટે ડબલ- લેયર પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. મિસ્ટ બ્લેક વર્ઝન ફોનને અજોડ મેટાલિક ગ્લોસ આપવા માટે તેના શુદ્ધ બ્લેક બેઝમાં પીળો- લીલા સ્પર્શ સાથે આવે છે.

સ્માર્ટફોનમાં ફોનને પકડવા માટે સ્લીક અને કમ્ફર્ટેબલ બનાવવા માટે મુલાયમ ધાર અને 2.5D રાઈટ- એન્ગલ્ડ મિડલ ફ્રેમ સાથે અલ્ટ્રા- સ્લિમ રેટ્રો ડિઝાઈન ધરાવે છે. તેની કિંમત INR 17,499 રખાઈ છે અને મેઈનલાઈન રિટેઈલ આઉટલેટ્સ OPPO E-Store અને ફ્લિપકાર્ટ થકી 1લી ઓગસ્ટથી વેચાણ માટે ઉપલબ્ધ થશે.

ટોચના સ્તરના એન્ટરટેઈનમેન્ટ માટે આકર્ષક ઓડિયોવિઝ્યુઅલ્સ

ઓપ્પો એ78 હાલતાચાલતા મનોરંજન માણવા માગનાર માટે નિર્માણ કરાયો છે. તેનું AMOLED સ્ક્રીન ડીપ બ્લેક્સ, ઉત્તમ કોન્ટ્રાસ્ટ અને અસલ જીવનના રંગો માટે સક્ષમ છે. ક્રિસ્પ 6.4-ઈંચ FHD+ ડિસ્પ્લેમાં સ્મૂધ સ્ક્રોલિંગ માટે 90Hz રિફ્રેશ રેટ, ગેમ્સ રમવા સમયે ઝડપી સ્પર્શને પ્રતિસાદ માટે 180Hz સુધી ટચ સેમ્પલિંગ રેટ અને વિવિધ પ્રકાશના વાતાવરણ સાથે બુદ્ધિશાળી રીતે સમાયોજિત થતા સ્માર્ટ એડપ્ટિવ બેકલાઈટિંગ સહિત ઉચ્ચ કક્ષાના હેન્ડસેટની સમકક્ષ વિશિષ્ટતાઓ ધરાવે છે. આનો અર્થ ઉપભોક્તાઓ લાંબા કલાકો સુધી શો જોઈ શકે છે અને કોઈ પણ વિઝ્યુઅલ થાક વિના ગેમ્સના એકધાર્યા સત્રો પ્લે પણ કરી શકે છે.

ઉપરાંત A78’s L1 વાઈડવાઈન સર્ટિફિકેશનનો અર્થ તે સર્વ મુખ્ય પ્રવાહનાં વિડિયો મંચો પરથી હાઈ- ડેફિનિશન વિડિયો સ્ટ્રીમિંગને સપોર્ટકરે છે. ઓડિયો માટે તેનાં રિયલ ઓરિજિનલ સાઉન્ડ ટેકનોલોજી- ડાયરેક દ્વારા પરીક્ષણ કરેલા- સાથે ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ તમે સંગીત સાંભળતા હોય, વિડિયો જોતા હોય કે ગેમ્સ રમતા હોય, આઉટપુટનો રોમાંચ સરાઉન્ડ સાઉન્ડ આપે છે. હેન્ડસેટમાં અલ્ટ્રા વોલ્યુમ મોડ પણ છે, જે ઉપભોક્તાઓને અત્યંત ઘોંઘાટિયા વાતાવરણમાં ઓડિબલ ઓડિયો માટે 200 ટકા સુધી સ્પીકર લેવલ ફેરવવાની અનુકૂળતા આપે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.