નવી લેન્ડ રોવર ડીસ્કવરી, અલ્ટીમેટ, સાત સિટની પ્રિમીયમ એસયુવી ભારતમાં રજૂ કરાઇ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયાએ આજે ભારતમાં એક્સ શોરૂમની કિંમત રૂ. 88.06 લાખથી શરૂ થતી ન્યુ લેન્ડ રોવર ડીસ્કવરીને રજૂ કરી હોવાની જાહેરાત કરી છે. ન્યુ ડીસ્કવરીમાં સર્વતોમુખી અને ઇન્ટલિજન્ટલી પેકેજ્ડ ઇન્ટેરિયર સાથે અસાધારણડિઝાઇન વિકાસનું સંયોજન છે જેમાં પારીવારિક સાહસના જુસ્સાનો સમાવેશ કરાયો છે જેણે લેન્ડ રોવરની 30થી વધુ વર્ષોની પ્રિમીયમ ફેમિલી એસયુવીને વર્ગીકૃત્ત કરી છે.
તાજેતરની જનરેશનની શક્તિશાળી અને કાર્યક્ષમ છ-સિલીંડરવાળી ઇન્જેનિયમ પેટ્રોલ અને ડીઝલ એન્જિન, એડવાન્સ્ડ પીવી પ્રો ઇન્ફોટેઇમેન્ટ અને ચડીયાતા આરામ અને વ્યવહારુતાનો સમાવેશ કરતી ન્યુ ડીસ્વકરી વિશ્વમાં અનેક સક્ષમ, જોડાયેલી અને સર્વતોમુખી પ્રિમીયમ એસયુવીમાંની એક રહે છે.
જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયાના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર રોહિત સુરીએ જણાવ્યુ હતું કે “ન્યુ ડીસ્કવરીએ લેન્ડ રોવરની ક્ષમતાઓના વ્યાપને જાળવી રાખતા રિફાઇનમેન્ટના નવેસરના સ્તરોને ઓફર કરે છે અને તેની કાર્યમક્ષમતા તેને પરિવાર સાથે બહારની અને સાહસથી ભરપૂર સફર માટે શ્રેષ્ઠ ફુલ-સાઇઝ એસયુવી બનાવે છે.”
અદ્યતન ડિઝાઇન
ન્યુ ડીસ્કવરીનું અલગ પડતો ગુણધર્મ અને ઇષ્ટતમ પ્રમાણમાં ત્રણ દાયકાઓના ડિઝાઇન વિકાસનો સમાવેશ થાય છે. ડીસ્કવરી ડીએનએ ડિઝાઇનમાં ક્લેમશેલ બોનેટ, સ્ટેપ્ડ રૂફ અને અત્યંત સ્પષ્ટ દેખાતા C પીલર છે, પરંતુ ન્યુ ડીસ્કવરી બોલ્ડ એક્સટેરીયર વિકાસ ડિલીવર કરે છે જેને વધુ આત્મવિશ્વાસપૂરવ્કની માર્ગ પરની હાજરી દર્શાવવા માટે ઇષ્ટતમ બનાવવામાં આવી છે.
નવી સિગ્નેચર એલઇડી સાથે દિવસના સમયે ચાલતી લાઇટ સિગ્નેચર વધુ હેતુપૂર્ણ દેખાવ રજૂ કરે છે, જ્યારે એનિમેટેડ સ્વીપીંગ ફ્રંટ અને રિયર ઇન્ડિકેટર્સ ઊંચી દાર્શનિક અદ્યતનતા પૂરી પાડે છે. સુધારેલ ફ્ર્ટં બમ્પરમાં પહોળી બોડી કલર્ડ ગ્રાફિક અને નવી સાઇડ વેન્ટ્સનું વધુ હેતુપૂર્ણ અને ડાયનામિક દેખાવ માટે સંયોજન કરવામાં આવ્યુ છે.

રિયરના ભાગે ન્યુ ડીસ્કવરીમાં નવી સિગ્નેચર એલઇડી લાઇટ્સનો સમાવેશ થાય છે, જેને નવી ગ્લોસ બ્લેક પેનલ દ્વારા વ્હીકલના પાછળના ભાગમાં જોડવામાં વી છે. લેન્ડ રોવરની ડિઝાઇન ઘટાડાની વિચારધારાને પગલે આ પેનલમાં ટ્રેડમાર્ક ડીસ્કવરી સ્ક્રીપ્ટનો સમાવેશ કરાયો છે જે સ્પષ્ટ રિયર ગ્રાફિક પૂરા પાડે છે.

કનેક્ટેડ ટેકનોલોજીસ

અંદરની બાજુએ, લેન્ડ રોવરની અદ્યતન પીવી પ્રો ઇન્ફોટેનમેન્ટનો સમાવેશ કરતી જગ્યા ધરાવતી કેબીન સાથે, તેના સંપૂર્ણ કદના સાત-સીટ લેઆઉટની પ્રીમિયમ સ્થિતિ અને કારીગરીને પ્રકાશિત કરવા માટે બનાવવામાં આવેલ વિસ્તિરણનો ન્યુ ડિસ્કવરીને લાભ મળે છે. સંપૂર્ણપણે ફરીથી ડિઝાઇન કરેલા સેન્ટર કન્સોલમાં તેનું 48% મોટું 28.95 સે.મી. (11.4) પૂર્ણ એચડી ટચસ્ક્રીન છે, જે એક ઝડપી અને સાહજિક ઇન્ટરફેસ પ્રદાન કરે છે. લેન્ડ રોવરની SOTA ટેકનોનલોજી, રિટેલરની મુલાકાત લેવામાં અસુવિધા વિના માલિકોને 44 જેટલા વ્યક્તિગત ઇલેક્ટ્રોનિક મોડ્યુલ્સ અપડેટ કરવાની મંજૂરી આપે છે.

31.24 સે.મી. (12.3) ઇન્ટરેક્ટિવ ડ્રાઈવર ડીસ્પ્લે સાથેના સંયોજનમાં, ન્યુ ડિસ્કવરી એ ઇન્સ્ટ્રુમેન્ટમાં હાઇ-ડેફિનેશન 3D મેપિંગ પ્રદાન કરે છે, જે સેન્ટ્રલ ટચસ્ક્રીનને અન્ય એપ્લિકેશનોને નિયંત્રણમાં રાખવા માટે મુક્ત રાખે છે. ઉચ્ચ રીઝોલ્યુશન ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ્સને પરંપરાગત ડાયલ્સની એક જોડ, પૂર્ણ-સ્ક્રીન 3D નેવિગેશન ગાઇડન્સ અથવા બંનેના જોડાણને બતાવવા માટે ગોઠવી શકાય છે, જે ડ્રાઇવરોને તેમની પસંદગીને અનુરૂપ બનાવવા માટે દૃષ્ટિકોણને કસ્ટમાઇઝ કરી શકે છે.

પેસેન્જર્સના આરામને કેબીન એર આયનોઇસેશન દ્વારા ટેકો આપવામાં આવ્યો છે, જે હવે PM2.5 એર ફિલ્ટરેશન ટેકનલોજીથી ઉપલબ્ધ છે. તે સક્રિય રીતે આવતી હવાને સ્કેન કરે છે, તેની ગુણવત્તાને માપે છે અને કેબીનમાં એલર્જન, ઝેર અને હાનિકારક કણોનું સ્તર ઘટાડવા માટે આપમેળે અદ્યતન ફિલ્ટર્સનો ઉપયોગ કરે છે, આમ ડ્રાઇવરની સુખાકારીમાં વધારો કરે છે.

આગળની સીટબેક્સમાં સમાવિષ્ટ લેન્ડ રોવરના ક્લિક અને ગો ટેબ્લેટ ધારકોની રજૂઆત દ્વારા આરામ અને સુવિધામાં વધુ વધારો કરવામાં આવ્યો છે. ઉપયોગમાં સરળ સિસ્ટમમાં યુએસબી-એ ચાર્જિંગ સોકેટ્સ સામેલ છે જે પાછળના વાયરને ઘટાડવા માટે સંપૂર્ણપણે સ્થિત છે.

હૃદયથી સર્વતોમુખીતા

પ્રથમ સ્તરની સર્વતોમુખીતા ડીસ્કવરી એસયુવી પરિવારનો હોલમાર્ક છે અને ઇન્ટેલિજન્ટ નવી ડિસ્કવરી પણ અપવાદ નથી. તેના વૈકલ્પિક હેન્ડ્સ-ફ્રી જેશ્ચર ટેઈલગેટ બુટ ખોલવા માટે પાછળના બમ્પરની નીચે પગના તરંગને શોધી કાઢે છે જ્યારે પાવર્ડ ઇનર ટેઈલગેટે છૂટક ચીજોને નિયંત્રિત કરે છે અને હેન્ડી બેંચ તરીકે બમણા કરે છે.

અંદર, ઇન્ટેલિજન્ટ સીટ ફોલ્ડ ટેકનલોોજી, ગ્રાહકોને કેન્દ્રીય ટચસ્ક્રીનનો ઉપયોગ કરીને સરળતાથી બેઠક ગોઠવણીની કરવાની મંજૂરી આપે છે, જ્યારે રિમોટ એપ્લિકેશન ટેકનલોજી ગ્રાહકોને તેમના વાહનની ઇંધણની સ્થિતિ અને સ્થાન પર નજર રાખવા અને દરવાજાઓને અનલોક અને લોક કરવાની સવલત આપે છે.

પાછળની બાજુમાં, બીજી હરોળીની સિટ્સને ઉન્નત આરામ માટે કાળજીપૂર્વક ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે. સુધારેલ બાજુનો સપોર્ટ, લાંબા જાડા કુશન અને સાવચેત સીટ પ્રોફાઇલિંગઅંડર-થાઇ ટેકો આપે છે અને સુધારેલી મુદ્રામાં યોગદાન આપે છે.

લેન્ડ રોવરની નવી બીજી પેઢીની એક્ટીવિટી કી પણ ઉપલબ્ધ છે. તેમાં ટચસ્ક્રીન કંટ્રોલ, ડિજિટલ વોટ સુવિધા છે અને તે પરંપરાગત ફોબના ઉમેરો તરીકે વાહનને લોક, અનલોક અને પ્રારંભ કરી શકે છે.

એડવાન્સ્ડ પાવરટ્રેઇન્સ
ન્યુ ડીસ્કવરી વિસ્તરિત, પર્ફોમન્સ અને સરળતા સાથે, નવા સ્ટ્રેઇડ-સિક્સ ઇન્જેનિયમ એન્જિનો, પેટ્રોલ અને ડીઝલ બંનેને રજૂ કરે છે. નવા એન્જિન્સ લેન્ડ રોવરના ફોર-સિલિન્ડર P300 ઇન્જેનિયમ પેટ્રોલ પાવરટ્રેનની સાથે ઉપલબ્ધ છે.

સ્ટ્રેઇટ-સિક્સ એન્જિન કુટુંબની રચના અને વિકાસ ઇનહાઇસ કરવામાં આવ્યો હતો અને એડવાન્સ્ડ ડીઝલ 221 KW આઉટપુટમાં ઉપલબ્ધ છે, જ્યારે શક્તિશાળી પેટ્રોલ 265 kW ડિલીવર કરે છે. ન્યુ ડીસ્કવરી એન્જિન પૂર્ણ લાઇન-અપ છે.
* P300: 221kW, 2.0 I ફોર સિલિન્ડર પેટ્રોલ, 400Nm ટોર્ક 1 500- 4500 આરપીએમ પર આપે છે
* P360: 265 kW, 3.0 I સિક્સ સિલિન્ડર પેટ્રોલ, 1 750- 5 000rpm પર 500Nm ટોર્ક આપે છે
* D300: 221 kW, 3.0 I સિક્સ સિલિન્ડર ડીઝલ, 650Nm ટોર્ક 1 500- 2 500 આરપીએમ પર
આપે છે
ક્ષમતાની પહોળાઈ

ન્યુ ડીસ્કવરી અંતિમ કુટુંબ-મૈત્રીપૂર્ણ એસયુવી છે, જે સાત લોકો માટે અજોડ, અપવાદરૂપ લાંબા અંતરની આરામ અને ડ્રાઈવર માટે આત્મવિશ્વાસ પ્રેરક વાતાવરણ પહોંચાડે છે, તેના કમાન્ડ ડ્રાઇવિંગ પોઝિશન દ્વારા વિસ્તૃત નિયંત્રણ, ઉન્નત નિયંત્રણ અને અદ્યતન ચેસિસ ટેક્નોલોજી, જે કમ્પોઝડ અને રિસ્પોન્સિવ રોડ હોલ્ડિંગ પહોંચાડે છે.

સિક્સ સિલિન્ડર ઈન્જેનિયમ એન્જિન્સમાં તમામ ન્યુ ડીસ્કવરી મોડેલોમાં એક અદ્યતન ડ્રાઇવલાઇન છે જે શરતોને અનુરૂપ ટોર્ક વિતરિત કરવા માટે, સેન્સરની શ્રેણીનો ઉપયોગ કરીને, આગળ અને પાછળના ધરીઓ વચ્ચે ટોર્કના વિભાજનને શ્રેષ્ઠ બનાવે છે. નવી ઇન્ટેલિજન્ટ -લ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ ટ્રેક્શન, ઓન-રોડ ગતિશીલતા અને ડ્રાઇવલાઇન કાર્યક્ષમતાને મહત્તમ બનાવે છે, પરિણામે ડિસ્કવરીની ટ્રેડમાર્ક ઓલ-ટેરેન ક્ષમતામાં કોઈ સમાધાન કર્યા વિના, સુધારેલી કરકસરતામાં પરિણમે છે અને સામાન્ય ડ્રાઇવિંગમાં CO2 ના ઉત્સર્જનમાં ઘટાડો કરે છે, જેમાં ડીસ્કવરના ટ્રેડમાર્ક ઓલ ટેરેન ક્ષમતામાં કોઇ સમાધાન કરતુ નથી.

ટેરેન રિસ્પોન્સ 2 ટેકનોલોજી સથે ન્યુ ડીસ્કવરી હંમેશા ડ્રાઇવીંગ સ્થિતિને આપોઆપ અનુકૂળ થાય તે રીતેની હોય છે, આવી સ્થિતિમાં જ્યારે ડ્રાઇવર વેડ મોડને ડીસએંગેજ કરે છે ત્યારે ન્યુ વેડ મોડ ઊંડા પાણીને ખાળવા માટે ઇષ્ટતમ બનાવે છે જેથી બ્રેક્સની પ્રથમ એપ્લિકેશનથી સંપૂર્ણ પ્રભાવને પુનઃસ્થાપિત કરી શકાય..

ન્યુ ડીસ્વકરી વિશ વધુ જાણવા મટે કૃપા કરીને મુલાકાત લોwww.landrover.in.

ભારતમાં લેન્ડ રોવર પ્રોડક્ટ પોર્ટફોલિયો
ભારતમાં લેન્ડ રોવર રેન્જમાં Range Rover Evoque (રૂ. 64.12લાખથી શરૂ ), Discovery Sport (રૂ. 65.30લાખથી શરૂ), , Range Rover Velar (રૂ.79.87 લાખથી શરૂ) Defender 90 (રૂ. 76.57 લાખથી શરૂ), Defender 110 (રૂ. 83.38 લાખથી શરૂ),New Discovery (રૂ. 88.06 લાખથી શરૂ), Range Rover Sport (રૂ. 91.27 લાખથી શરૂ) અને Range Rover (રૂ. 210.82લાખથી શરૂ). દર્શાવેલી દરેક કિંમત ભારતમાં એક્સ-શોરૂમની છે.
ભારતમાં જેગુઆર લેન્ડ રોવર રિટેલર નેટવર્ક
ભારતમાં જેગુઆર લેન્ડ રોવર વ્હિકલ્સ 24 શહેરોમાં 28 અધિકૃત્ત આઉટલેટ્સમાં ઉપલબ્ધ છે, જેમાં અમદાવાદ, ઓરંગાબાદ, બેંગાલુરુ (3), ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઇ (2), કોઇમ્બતોર, દિલ્હી, ગુરગાંવ, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, કોલકાતા, કોચી, કર્નાલ, લખનૌ, લુધિયાણા, મેંગલોર, મુંબઇ (2), નોઇડા, પૂણે, રાયપુર,સુરત અને વિજયવાડાનો સમાવેશ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.