નવું ફીચર/ હવે WhatsApp પર ટાઇપ કર્યા વિના આપી શકશો મેસેજ પર રિએક્શન, જાણો કેવી રીતે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

WhatsApp Reaction Feature: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ WhatsApp યુઝર્સ માટે સારા સમાચાર છે. લાંબા સમય સુધી રાહ જોયા પછી, મેટાની માલિકીની આ કંપનીએ આ પ્લેટફોર્મ પર એક નવુ ફીચર લોન્ચ કર્યુ છે. લોકો લાંબા સમયથી આ ઓપ્શનની રાહ જોઈ રહ્યા હતા. હકીકતમાં આ ફીચર ઘણા સમયથી ટેલિગ્રામ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ હતું, તેથી અહીં પણ તેની જરૂરિયાત અનુભવાઈ હતી. ચાલો આ ફીચર પર એક નજર કરીએ.

શું છે આ નવુ ફીચર

જો આ નવા ફીચરની વાત કરીએ તો તેનું નામ રિએક્શન ફીચર છે. આમાં યુઝર્સ ઈમોજીથી કોઈપણ મેસેજ પર ઈમોજી દ્વારા રિએક્શન આપી શકે છે. તેઓએ ટેક્સ્ટ ટાઇપ કરવામાં સમય બગાડવો પડશે નહીં. રિપોર્ટ અનુસાર, શરૂઆતમાં કંપનીએ માત્ર 6 ઈમોજીનો વિકલ્પ આપ્યો છે. એટલે કે, તમે અત્યારે આ 6 ઇમોજી સાથે રિએક્શન આપી શકશો. જો કે, પછીથી તમને ઘણા વધુ વિકલ્પો મળશે.

કયા ઇમોજીનો મળશે વિકલ્પ

હવે વર્તમાન 6 ઈમોજીની વાત કરીએ તો આમાં કંપની દ્વારા લવ, લાઈક, લાફ્ટર, થેંક્સ, સરપ્રાઈઝ અને સેડ ઈમોજીનો ઓપ્શન આપવામાં આવ્યો છે અને તમે રિએક્શન માટે કોઈપણનો ઉપયોગ કરી શકો છો. તમને જણાવી દઈએ કે WhatsApp ઘણા સમયથી આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું હતું. લોકો પણ તેના લોન્ચિંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કંપની ભવિષ્યમાં પણ યુઝર્સને અન્ય ઘણા ફીચર્સ પ્રદાન કરશે. આ અંગે ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. આમાં સૌથી મહત્વની સુવિધા એ છે કે વ્હોટ્સએપ દ્વારા 2 જીબી સુધીની ફાઇલો કોઈપણને મોકલવી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.