નવું ડીવીએમ એસ2 વેરિયેબલ રેફ્રિજરન્ટ ફ્લો (વીઆરએફ) એસી રજૂ કરવામાં આવ્યું

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારત- એપ્રિલ 2022- ભારતની સૌથી વિશ્વસનીય કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે તેનું નવું DVM S2 વેરિયેબલ રેફ્રિજરન્ટ ફ્લો (VRF) આઉટડોર એર કંડિશનિંગ યુનિટ લોન્ચ કર્યાની ઘોષણા કરી હતી, જે વિંડફ્રી કૂલિંગ પૂરું પાડવા માટે ઈનડોર એસી યુનિટ્સ સાથે કામકરે છે, જે શક્તિશાળી રીતે અને ધીમેથી રૂમનું એમ્બિયન્ટ ટેમ્પરેચર ઠંડુંકરે છે. વિંડફ્રી ™ ટેકનોલોજી કપરા કોલ્ડ ડ્રાફ્ટ્સને નાબૂદ કરે છે અને 0.15 m/s ગતિથી 23,000 સૂક્ષ્મ છિદ્રો થકી હવાને પ્રસારે છે, જેથી હવાનું વાતાવરણ સ્થિરતા નિર્માણ કરવામાં મદદ કરે છે. સેમસંગની નવી DVM S2 લાઈન-અપ હીટ પંપ અને કૂલિંગ ઓન્લી મોડેલોમાં 8 HPથી 34 HP સુધીની વિવિધ શ્રેણીની ક્ષમતાઓમાં મળશે, જે એપાર્ટમેન્ટ્સ, નિવાસી સંકુલો, ઓફિસની જગ્યાઓ અને વ્યાવસાયિક ઈમારતો માટે એકદમ અનુકૂળ છે.

“DVM S2ની કાર્યક્ષમ છતાં શક્તિશાળી કામગીરી સેમસંગની ખાસ વિંડફ્રી™ કૂલિંગ ટેકનોલોજી દ્વારા પાવર્ડ છે. આ નવી લાઈન-અપ અમારા ગ્રાહકોને કક્ષામાં અવ્વલ ટેકનોલોજી અને બહેતર ઊર્જા કાર્યક્ષમતા પૂરી પાડવા માટે તૈયાર કરવામાં આવી છે. સ્માર્ટ કંટ્રોલ્સ આપવા માટે નવી રેન્જ AI ક્ષમતાઓથી સમૃદ્ધ છે, જે કૂલિંગ શૈલીઓ શીખે છે, બહારી ઈન્સ્ટોલેશન વાતાવરણને આધારે યોગ્ય દબાણ જાળવે છે અને અસલ સમયમાં રેફ્રિજરન્ટ લીકેજ શોધી કાઢે છે. આ લોન્ચ સાથે અમે નિવાસી સંકુલો અને વ્યાવસાયિક જગ્યાઓમાં અમારા ગ્રાહકોને વિંડફ્રી ™ ટેકનોલોજી આપવા માટે સુસજ્જ છીએ, એમ સેમસંગ ઈન્ડિયાના સિસ્ટમ એર કંડિશનિંગ બિઝનેસના ડાયરેક્ટર વિપિન અગ્રવાલે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.