ન્યૂ BMW X4 ભારતમાં લોન્ચ કરાઈ.

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ન્યૂ BMWX4 ભારતમાં આજે લોન્ચ કરવામાં આવી. BMW એ આકર્ષક ડિઝાઈન તત્ત્વો, ઉમેરાયેલાં ઈક્વિપમેન્ટ અને આકર્ષક ફીચર્સ સાથે સ્પોર્ટસ એક્ટિવિટી કુપ (SAC)માં નવી તાજગી લાવી દીધી.

BMW ગ્રુપ પ્લાન્ટ ચેન્નાઈ ખાતે સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવામાં આવેલી ન્યૂ BMWX4 આજથી આરંભ કરતાં ભારતભરની બધી BMW ડીલરશિપ્સ ખાતે ડીઝલ અને પેટ્રોલ વેરિયન્ટ્સમાં મળશે.

BMW ગ્રુપ ઈન્ડિયા કહે છે, “BMW X4 એ ભારતમાં અજોડ ‘સ્પોર્ટસ એક્ટિવિટી કુપ’ સંકલ્પના શોધી કાઢી અને લોકપ્રિય બનાવી છે. તે અલગ અલગ સ્ટાઈલ ધરાવતા છતાં લક્ઝરી સ્પોર્ટસ એક્ટિવિટી વેહિકલની સમકક્ષ વ્યવહારુતા, જગ્યા અને કામગીરીની માગણી કરતા ગ્રાહકો માટે તુરંત પસંદગીનું વાહન બની ગઈ છે. અને BMWX4 ની આ USP છે. તે રોજબરોજની વ્યવહારુતા અને સ્પોર્ટી એડવેન્ચરની આવશ્યકતાઓ સાથે શિયર ડ્રાઈવિંગ પ્લેઝરને જોડે છે તે અજોડ છે. હવે ન્યૂ BMW X4 તાજગીપૂર્ણ દેખાવ અને ઘણાં બધાં આકર્ષક ફીચર્સ સાથે વધારાની રૂપરેખા સાથે તેના સેગમેન્ટ્સમાં આ દરજ્જો ચાલુ રાખવા માટે સુસજ્જ છે. તેનું કાયમી બોલ્ડ વ્યક્તિત્વ ભૂલી નહીં શકાય તેવું નિવેદન કરે છે.”

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.