પડકારવાનું બંધ નહીં કરોઃ ઓલ- ન્યૂ BMW S 1000 RR લોન્ચ કરાઈ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

પ્રો. હંમેશાં પોઈન્ટ પર, ટ્રેક પર અને સ્ટેજ પર.

બહેતર પરફોર્મન્સ: રેસટ્રેકની તૈયારીનું 210 hp, ઉત્કૃષ્ટ ડાયનેમિક્સ.

M પાસેથી ઋણઃ M ચેસિસ, M વિંગલેટ્સ, M બેટરી.

સંપૂર્ણ નવો રોમાંચક અવતારઃ આગળ અને પાછળ તાજગીપૂર્ણ એરોડાયનેમિક ડિઝાઈન.

#BMWS1000RR #neverstopchallenging #MakeLifeARide #BMWMotorrad

BMW મોટરેડની અત્યંત લોકપ્રિય સુપર સ્પોર્ટ બાઈક BMW S 1000 RR ના ઓલ- ન્યૂ વર્ઝનનું આજે ભારતમાં પદાર્પણ થયું. કમ્પ્લીટ્લી બિલ્ટ-અપ યુનિટ તરીકે લોન્ચ કરાયેલી આ બાઈક ભારતમાં BMW મોટરેડ ડીલર નેટવર્કમાં ઉપલબ્ધ છે. ડિલિવરીઝ ફેબ્રુઆરી 2023થી શરૂ થશે.

મજબૂત સ્પર્ધાત્મક સેગમેન્ટમાં RR બેન્ચમાર્ક છે, જે સ્પીડનો રોમાંચ ચાહતા રેસિંગ શોખીનોમાં ફેવરીટ છે. 2009માં તેનું લોન્ચ કરાયું ત્યારથી દરેક જનરેશને રમતના નિયમોનો નવો દાખલો બેસાડ્યો છે અને આ પરંપરા નવી RR સાથે ચાલુ છે.

ઓલ- ન્યૂ BMWS 1000 RR એન્જિન, સસ્પેન્શન, ચેસિસ, એરોડાયનેમિક્સ, ડિઝાઈન અને આસિસ્ટન્સ સિસ્મ્ટના વ્યાપક અપડેટ્સને આભારી તેના પુરોગામીઓને પણ પાછળ મૂકી દે છે. ઘણી બધી ક્ષિતિજોમાં એન્જિનિયરિંગની બહેતરીએ ઉત્તમને શ્રેષ્ઠ બનાવવામાં સફળતા મેળવી છે!

આ લોન્ચ પર બોલતાં શ્રી વિક્રમ પાવાહ, પ્રેસિડેન્ટ, BMW ગ્રુપ ઈન્ડિયા કહે છે, “S1000 RR અસલી BMW મોટરેડ રેસિંગ ડીએનએ છે. રેસટ્રેક પર કે રોડ પર RR નો અર્થ ક્યારેય બીજા સ્થાને આવતો નથી, પરંતુ હંમેશાં આગળ રાઈડ કરે છે. RR રાઈડરોને પરફોર્મન્સનો જોશ ગમે છે અને પોતાને સીમાઓની આગળ ધકેલે છે. વધુ એન્જિન પાવર, શાર્પર ડિઝાઈન અને સુધારિત એરોડાયનેમિક્સ અને હેન્ડલિંગ ડાયનેમિક્સમાં ઘણા બધા ઈનોવેશન્સથી સુસજ્જ ઓલ- ન્યૂ S 1000 RR આગળ વધવા માટે સુસજ્જ છે. તે નિઃશંક રીતે ક્લાસ વિજેતા તરીકે તેના વિશ્વસનીય પોલ સ્થાનને પુનઃસમર્થિત કરે છે અને રાઈડરોને પડકારવાનું ક્યારેય બંધ નહીં કરવા પ્રેરિત કરે છે.”

એક્સ- શોરૂમ કિંમતો નીચે મુજબ છેઃ
The BMW S 1000 RR – INR 20,25,000
The BMW S 1000 RR Pro – INR 22,15,000
The BMW S 1000 RR Pro M Sport – INR 24,45,000

*કિંમતો ઈન્વોઈસિંગ સમયે પ્રવર્તમાન હશે તે લાગુ થશે. ડિલિવરી એક્સ- શોરૂમ કરાશે. એક્સ-શોરૂમ કિંમત (GST અને કોમ્પેન્સેશન સેસનો સમાવેશ) લાગુ મુજબ રહેશે, પરંતુ તેમાં રોડ ટેક્સ, RTO સ્ટેચ્યુટરી ટેક્સીસ / ફીઝ, અન્ય લોકલ ટેક્સ / સેસ લેવીઝ અને ઈન્શ્યુરન્સ સમાવિષ્ટ નથી. પ્રાઈસીસ અને ઓપ્શન્સ પૂર્વસૂચના વિના ફેરફારને આધીન છે. વધુ માહિતી માટે કૃપા કરી તમારા સ્થાનિક ઓથોરાઈઝ્ડ BMW મોટરેડ ડીલરનો સંપર્ક કરો.

નવી RRની ડાયનેમિક ડિઝાઈનને ત્રણ આકર્ષક રંગનો વિકલ્પ છે- બ્લેક સ્ટોર્મ મેટાલિક, પેશન અને લાઈટ વ્હાઈટ યુની / M મોટરસ્પોર્ટ (M પેકેજ સાથે).

રાઈડરો બે ઓપ્શનલ પેકેજીસ- ડાયનેમિક અને M સાથે તેને વધુ કસ્ટમાઈઝ કરી શકે છે.
ડાયનેમિક પેકેજ ડાયનેમિક ડેમ્પિંગ કંટ્રોલ, રાઈડિંગ મોડ્સ પ્રો, હીટેડ ગ્રિપ્સ અને ક્રુઝ કંટ્રોલ સાથે રાઈડિંગ અનુભવને નવી ઊંચાઈએ લઈ જાય છે. M પેકેજ (પ્રો M સ્પોર્ટ વેરિયન્ટ માટે ઉપલબ્ધ) વિશેષ પેઈન્ટવર્ક લાઈટ વ્હાઈટ યુની/ M મોટરસ્પોર્ટ, M કાર્બન વ્હીલ્સ, M સ્પોર્ટ સીટ, M બ્રેક કેલિપર્સ બ્લુ, ફ્યુઅલ ફિલર કેપ બ્લેક અને M રાઈડર ફૂટરેસ્ટ સિસ્ટમ સાથે રેસિંગ ગુણને નવી ઊંચાઈએ લઈ જાય છે.

ઓલ- ન્યૂ BMW S 1000 RR.
RRની 100 ટકા નવી ડિઝાઈન તેના અત્યંત કોમ્પેક્ટ લેઆઉટ અને સુપર- સ્પોર્ટી અપીલ સાથે મોહિત કરે છે, જે રોડ અને રેસટ્રેક માટે ઉત્તમ સુમેળતા નિર્માણ કરે છે. આગળ ઉચ્ચ વિંડસ્ક્રીન, સાઈડ વિંગલેટ્સ અને લોઅર ટ્રિપલ ક્લેમ્પના પાર્ટિશનિંગ સાથે સંપૂર્ણ કાયાકલ્પ સાથેનો લૂક ધરાવે છે. આ તત્ત્વો એરડાયનેમિક્સને મહત્તમ બનાવે છે અને ટોપ સ્પીડ જાળવવામાં મદદ કરે છે. M RR ની જેમ નવી ઉમેરાયેલી M વિંગલેટ્સ એરોડાયનેમિક ડાઉનફોર્સ ઊપજાવે છે અને તેથી ફ્રન્ટ વ્હીલ પર વધારાનો લોડ આપે છે. તેને કારણે થતા લાભોમાં વ્હીલી કરવાની બાઈકની પ્રકૃતિ ઓછી થાય છે, કોર્નરિંગ સ્ટેબિલિટી વધે છે અને લેપટાઈમ્સ ઝડપી બને છે. તેના ડિઝાઈન્ડ અપ્પર અને લોઅર ટેઈલ સેકશન્સ હલકા અને રમતિયાળ દેખાય છે. પાછળ નવા ફેરફારમાં મોનોપોસ્ટો લૂક (ઓપ્શનલ) પિલિયન સીટ માટે હમ્પ કવર અને ટૂંકા, ડિટેચેબલ લાઈસન્સ પ્લેટહોલ્ડરનો પણ સમાવેશ થાય છે.

ઓલ-ન્યૂ BMW S 1000 RR BMW શિફ્ટકેમ ટેકનોલોજી સાથે એડવાન્સ્ડ 4- સિલિંડર વોટર / ઓઈલ કૂલ્ડ એન્જિન સાથે ફિટેડ છે, જે પરફોર્મન્સ, ટોર્ક અને રાઈડેબિલિટીની દ્રષ્ટિએ નવું બેન્ચમાર્ક સ્થાપિત કરે છે. 999cc એન્જિન ઉત્કૃષ્ટ સ્તરનો એન્જિન પાવર (અગાઉના મોડેલ કરતાં hp વધુ) પ્રદાન કરવા માટે 13,750 rpmએ 210 hp ઊપજાવે છે. પીક આઉટપુટમાં વધારો છતાં યુઝેબલ એન્જિન સ્પીડ રેન્જ નોંધપાત્ર રીતે વ્યાજ અને વધુ પરિપૂર્ણ છે- મહત્તમ એન્જિન સ્પીડ 14,600 rpm છે. M RR ની જેમ નવા એરબોક્સમાં વેરિયબલ ઈનટેક ફનેલ્સ છે, જે ખાસ કરીને હાઈ એન્જિન સ્પીડ્સે ચાર્જ ચેન્જ અને પાવર જનરેશન મહત્તમ બનાવે છે.

6-સ્પીડ ગિયરબોક્સ સહભાગને હળવો બનાવે છે, લપસતું નથી અને અચૂક શિફ્ટ્સ પ્રદાન કરે છે. સેલ્ફ- રેઈનફોર્સમેન્ટ સાથે રેસટ્યુન્ડ એન્ટી- હોપિંગ ક્લચ એન્જિન બ્રેકિંગ ઓછું કરે છે અને ખાસ કરીને સાગમટે ડાઉનશિફ્ટ્સ સાથે બ્રેકિંગ મેનુવર્સ દરમિયાન સુરક્ષા નોંધપાત્ર રીતે વધારે છે. ગિયર શિફ્ટ આસિસ્ટન્ટ પ્રો ક્લચ એક્ચ્યુએશન વિના અપશિફ્ટિંગ અનુકૂળ બનાવે છે અને ટ્રેક્શન સાથે ચંચુપાત કર્યા વિના ઉત્તમ એક્સિલરેશન પ્રદાન કરે છે. તેમો ટોર્ક મોડેલ થકી શિફ્ટ રિક્વેસ્ટ અમલ કરવા સુધારાયું છે અને તેથી સર્વ ઓપરેટિંગ રેન્જીસમાં શિફ્ટ્સ અભિમુખ બનાવે છે.

RR ચાર મોડ્સ – રેઈન, રોડ, ડાયનેમિક અને રેસમાં આવે છે. ઓપ્શનલ પ્રો મોડ્સ રેસપ્રો1, રેસ પ્રો2 અને રેસપ્રો 3 સેટિંગ ઉપરાંત ધરાવે છે. ઉત્તમ રેસ સ્ટાર્ટસ માટે રાઈડરો ઊભી હોય તે દરમિયાન ત્રણ સેકંડથી વધુ માટે સ્ટાર્ટ બટન દબાવીને લોન્ચ કંટ્રોલ એક્ટિવેટ કરી શકે છે. પિટ લેન લિમિટર પિટ લેન થકી પસાર થાય ત્યારે સ્પીડ મર્યાદિત કરવામાં મદદ કરે છે. હિલ સ્ટાર્ટ કંટ્રોલ પ્રો ગ્રેડિયન્ટ્સ પર સ્ટાર્ટિંગ સહજ બનાવે છે.

ડાયનેમિક ટ્રેકશન કંટ્રોલના (DTC)ના ફીચરમાં સ્લાઈડ કંટ્રોલ ફંકશન છે. ન્યૂ સ્ટીયરિંગ એન્ગલ સેન્સરને આભારી તે બેન્ડ્સની બહાર એક્સિલરેટિંગ કરાય ત્યારે ટ્રેકશન કંટ્રોલ સિસ્ટમ માટે બે પ્રીસેટ ડ્રિફ્ટ એન્ગલ્સ સિલેક્ટ કરે છે. સંબંધિત લીનિંગ એન્ગલ સુધી સિસ્ટમ બેન્ડની બહાર એક્સિલરેટિંગ કરવા સમયે રિયર વ્હીલ ખાતે સ્લિપેજમાં મદદ કરે છે, જેને લીધે રિયર વ્હીલ ડ્રિફ્ટ એનેબલ થાયછે. પૂર્વનિર્ધારિત સ્ટીયરિંગ એન્ગલ વેલ્યુએ પહોંચતાં સિસ્ટમ મધ્યસ્થી કરે છે, જેને લીધે સ્લિપ ઓછું થાય છે અને મોટરસાઈકલ સ્થિર રહે છે.

બાઈકની આધુનિક સાંકડી ‘ફ્લેક્સ ફ્રેમ’ને વધુ સુધારવામાં આવી છે. ચેસિસનું હાર્દ એલ્યુમિનિયમ બ્રિજ ફ્રેમ છે, જેને સાઈડ સેકશન્સમાં સેંકડો એપર્ચર્સ પ્રાપ્ત થયાછે, જે ફ્લેક્સિબિલિટીને રીતસર મહત્તમ બનાવે છે. અંડરસ્લંગ સેકશન્સ સાથે વન-પીસ રિયર સ્વિન્ગિંગ આર્મ અને રિયર વ્હીલ કાઢવાનું અને ગોઠવવાનું આસાન છે. સસ્પેન્શન સ્ટ્રુટ હવે કસ્ટમ એડજસ્ટમેન્ટ્સ માટે ઊંચાઈ સમાયોજક છે. સ્વિંગિંગ આર્મ વાઈવોટ પોઈન્ટ અને રિયર એન્ડની ઊંચાઈની એડજસ્ટેબિલિટી M ચેસિસ કિટના ઉપયોગને લીધે છે.

નવી સસ્પેન્શન જ્યોમેટ્રી રાઈડિંગ અચૂકતા સુધારવા સાથે લક્ષ્યની અચૂકતા વધારે છે અને ફ્રન્ટ વ્હીલ પાસેથી સ્પષ્ટ ફીડબેક પૂરો પાડે છે. બાઈક રેસપ્રો 1-2 માટે ડેમ્પિંગથી રોડ, ડાયનેમિક, રેસને એડજસ્ટ કરવા માટે ઈલેક્ટ્રોનિકલી કંટ્રોલ્ડ ડાયનેમિક ડેમ્પિંગ કંટ્રોલ (DDC) થી સુસજ્જ કરી શકાય છે.

M બ્રેક્સ નવી BMW S 1000 RR પર સ્ટાન્ડર્ડ તરીકે ઓફર કરાય છે. નવા બ્રેક સ્લાઈડ આસિસ્ટ સાથે અત્યંત અસરકારક ABS પ્રો અને ABS પ્રો ‘સ્લિક સેટિંગ ફંકશન્સ પરફેક્ટ બ્રેકિંગની ખાતરી રાખે છે. પુરોગામી મોડેલોની જેમ 45 mm ના સ્લાઈડ ટ્યુબ ડાયામીટર સાથે અપસાઈડ- ડાઉન ફોર્ક ઉચ્ચ માત્રાની બ્રેક સ્થિરતા તેમ જ સ્થિર પ્રતિસાદ પ્રદાન કરે છે.

આ જનરેશન કલર્ડ ટીએફટી સ્ક્રીન અને ઈલેક્ટ્રિકલ/ ઈલેક્ટ્રોનિક સિસ્ટમમાં ઘણાં બધાં ઈનોવેશન્સથી શોભે છે. નવું ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર રેવ કાઉન્ટર પર મહત્તમ ડિસ્પ્લે ધરાવે છે. તે એન્જિન કંટ્રોલ યુનિટ દ્વારા નિયંત્રિત ડેશ્ડ એરિયા અને મજબૂત રેડ એરિયા ધરાવે છે. નવા કમ્ફર્ટ ફંકશન તરીકે છેલ્લું પસંદ કરેલું સ્ક્રીન સ્ટાર્ટ પર દેખા દે છે. ઉપરાંત ફેક્ટરી સેટિંગ ABS સેટિંગ વિકલ્પોના નવા પ્રતિનિધિત્વ સાથે પાય ચાર્ટમાં દેખાઈ શકે છે. ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર રાઈડરની જરૂરતોને અનુકૂળ ચાર સ્ક્રીન્સ ધરાવે છે. પ્યોર રાઈડ સ્ક્રીન રોડ પર સામાન્ય કામગીરી માટે બધી જરૂરી માહિતી પૂરી પાડે છે, જ્યારે ત્રણ કોર સ્ક્રીન ડિસ્પ્લે કોર સ્ક્રીન 1, કોર સ્ક્રીન 2 અને કોર સ્ક્રીન 3 રેસટ્રેક માટે તૈયાર કરાયા છે. કોર સ્ક્રીન 1 રાઉન્ડ રોટેશનલ- સ્પીડસેન્સર, લીન એન્ગલ સેન્સર, ડીટીસી એ બ્રેક સેકંડરી ઈન્ડિકેટર પર કેન્દ્રિત છે. કોર સ્ક્રીન 2 રાઉન્ડ રોટેશનલ- સ્પીડ સેન્સર અને બેસ્ટ લેપ સહિત લેપટાઈમર પર કેન્દ્રિત છે. કોર સ્ક્રીન 3 લીન એન્ગલ ડિસ્પ્લે અને બેસ્ટ લેપ સહિત લેપ ટાઈમર સાથે બાર રોટેશનલ-સ્પીડ સેન્સર પર કેન્દ્રિત છે.

સ્ટાન્ડર્ડ ઈક્વિપમેન્ટને હલકી M બેટરી અને USB ચાર્જિંગ સોકેટ સહિત વિસ્તારવામાં આવી છે. સ્માર્ટ વાયરિંગ હાર્નેસને લીધે નંબર પ્લેટ હોલ્ડર ઝડપથી દૂર કરી શકાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.