મોદી સરકારે ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ, ઓનલાઈન કન્ટેંટ પ્રોવાઈડર્સને લઈ લીધો મહત્વનો નિર્ણય.

ગેઝેટ્સ
ગેઝેટ્સ

કેન્દ્ર સરકારે આજે ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ, ઓનલાઈન કંટેંટ પ્રોવાઈડર્સ ને પણ સૂચના અને પ્રસારણ મંત્રાલય હેઠળ લાવવાની અધિસૂચના જાહેર કરી દીધી છે. અગાઉ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક કેસમાં દલીલ આપી હતી કે, ઓનલાઈન માધ્યમોના નિયમન ટીવી કરતા વધારે જરૂરી છે. હવે સરકારે ઓનલાઈન માધ્યમોથી ન્યૂઝ અને કન્ટેન્ટ પુરા પાડનારા માધ્યમોને પણ મંત્રાલય હેઠળ લાવવાનો નિર્ણય લીધો છે. ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ અને મીડિયા વેબસાઇટ ને રેગ્યૂલેટ કરવા માટે નિયમ બનાવવા પાછાળ ફેક ન્યૂઝ એટલે કે બનાવટી કે પાયા વિહોણા અહેવાલો પર લગામ કસવાનું છે. મંત્રાલયે તેના માટે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. તે મુજબ હજે ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ, ઓનલાઇન કન્ટેન્ટ પ્રોવાઇડર સૂચના અને પ્રસારણ મંત્રાલગના દાયરામાં આવશે. ન્યૂઝ પોર્ટલ અને મીડિયા વેબસાઇટ્સને રેગ્યૂલેટ કરવા માટે સરકારે 10 સભ્યોની કમિટી બનાવી હતી. આ કમિટીમાં સૂચના તથા પ્રસારણ, કાયદા, ગૃહ, આઇટી મંત્રાલય અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અને પ્રમોશનના સચિવોને સામેલ કરવામાં આવ્યા.

આ ઉપરાંત MyGovના ચીફ એક્ઝિક્યૂટિવ અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશન અને ઈન્ડિયન બ્રોડકાસ્ટર્સ એસોસિએશનના પ્રતિનિધિઓને પણ સભ્ય બનાવવામાં આવ્યા છે. કમિટી તરફથી ઓનલાઇન મીડિયા, ન્યૂઝ પોર્ટલ અને ઓનલાઇન કોન્ટેન્ટ પ્લેટફોર્મ માટે યોગ્ય નીતિઓની ભલામણ કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલા કેન્દ્ર સરકારના સોગંધનામા મુજબ, દેશભરમાં સરકારે 385 ચેનલોને નિયમિત ન્યૂઝ ચેનલના લાઇસન્સ આપ્યા છે. આ ચેનલ સમાચારોની સાથે મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત કરે છે. તેમાં ઈન્ટરવ્યું, ડિબેટ કાર્યક્રમ અને જનતા સુધી જાણકારી પહોંચાડનારા અન્ય અનેક કાર્યક્રમનો શમાવેશ થાય છે. આ ઉપરાંત સૂચના અને પ્રસારણ મંત્રાલયે 530 એવી ચેનલોને પણ લાઇસન્સ આપ્યા છે જેઓ પૂરી રીતે મનોરંજન, ખેલ અને ભક્તિ, અધ્યાત્મના કાર્યક્રમ પ્રસારિત કરે છે. આ ન્યૂઝ ચેનલોના આત્મ નિયમન માટે સૌથી પહેલા ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશન બનાવવામાં આવ્યું. તેમાં દેશની અનેક અગ્રણી ન્યૂઝ ચેનલ્સ સામેલ છે. તેનું સભ્યપદ ઈચ્છુક છે. તેની પ્રશાસનિક વ્યવસ્થાની આગેવાની સુપ્રીમ કોર્ટના જ સેવા નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ અર્જુન કુમાર સીકારી કરી રહ્યા છે. બીજું સંગઠન તાજેતરમાં જ અસ્તિત્વમાં આવ્યું છે- ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ ફેડરેશન (NBA) જેની પ્રશાસનિક સમિતિની આગેવાની હજુ નક્કી નથી કરવામાં આવી. દેશમાં હજી પણ 237 ટીવી ચેનલ એવી છે જે આ બંનેમાંથી કોઈ પણ સંગઠનની સભ્ય જ નથી. આ ચેનલો વિરુદ્ધ સામે થતી ફરિયાદો, ગડબડીઓ કે બેદરકારી પર કાર્યવાહી કરવા માટે સૂચના અને પ્રસારણ મંત્રાલયે આંતરિક મંત્રાલય સમિતિ બનાવી છે. આ સમિતિ ફરિયાદો પર કે પછી જાતે નોંધ લઈને કાર્યવાહી કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.