ક્રોમ્પટન દ્વારા આધુનિક આઈઓટી- આધારિત સાઈલન્ટપ્રો સ્માર્ટ સીલિંગ ફેન્સ રજૂ કરવામાં આવ્યા

ગેઝેટ્સ
ગેઝેટ્સ

75થી વધુ વર્ષનો બ્રાન્ડનો વારસો અને તેના વિશ્વાસ, ગુણવત્તા અને ટકાઉપણા માટે ઓળખાતી સીલિંગ ફેન શ્રેણીમાં ભારતની બજારમાં આગેવાન ક્રોમ્પટન ગ્રીવ્ઝ કન્ઝ્યુમર ઈલેક્ટ્રિકલ્સ લિ. દ્વારા આઈઓટી- આધારિત સાઈલન્ટપ્રો સ્માર્ટ સીલિંગ ફેન્સની નવી આધુનિક શ્રેણી રજૂ કરીને નવીનતાની ખૂબીને નવી ઊંચાઈ આપી છે. સતત વધતા ઘોંઘાટિયા જીવનમાં શાંતિના અવસરની ખાતરી રાખવાના લક્ષ્ય સાથે આ નવી એરોડાયનેમિક ડિઝાઈન એક્ટિવ બીએલડીસી ટેકનોલોજી સાથે આવે છે, જે તેને બેગણા વધુ શાંત બનાવે છે અને વીજ ખર્ચમાં 50 ટકા સુધી ઘટાડો કરીને તમને સાઈલન્સ ભી, સેવિંગ્સ ભી આપે છે.

આજે આપણે ઘરોમાં વધુ સમય વિતાવી રહ્યા છીએ તેમ સુવિધા અને આરામ અગ્રતા બન્યા છે, જેથી ગ્રાહકો એવાં કનેક્ટડ હોમ્સ જોતા હોય છે, જે તેમના સ્માર્ટફોન્સ કે વોઈસ આસિસ્ટન્ટ્સથી તેમનાં એપ્લાયન્સીસને આસાનીથી કંટ્રોલ કરી શકે. ઉપરાંત બજારમાં નવા આઈઓટી- આધારિત ફેન્સ સાથે તે સુવિધાની નવી ઊંચાઈ પર લઈ ગઈ છે. ફેન્સ સામાન્ય રીતે ઘરમાં ઠંડું અને શાંતિભર્યું વાતાવરણ આપે છે ત્યારે જો ફેન્સ બિનજરૂરી અવાજ અને અવરોધ પેદા કરતા હોય તો આરામ કરવાનું મુશ્કેલ બને છે. ખાસ કરીને ટીવી જોવું, ફોન પર બોલવું કે ઘરમાં કામ કરવા સમયે શાંતિ જરૂરી હોય તેવા વિવિધ અવસરો દરમિયાન ઘોંઘાટ ત્રાસ આપે છે. અવાજના આ અવરોધમાંથી બહાર આવવા માટે લોકો તેમના ટીવીનું વોલ્યુમ વધારી દે છે, ઘોંઘાટિયા રૂમમાંથી બહાર નીકળી જાય છે, મોટેથી બોલે છે અથવા તેમના ફેનની સ્પીડ મહત્તમથી લઘુતમ કરે છે.

આવા સંજોગોમાં ક્રોમ્પટનના નવા સાઈલન્ટપ્રો સ્માર્ટ આઈઓટી ઉત્કૃષ્ટ હવાની બાંયધરી અને સાઈલન્સ ભી, સેવિંગ્સ ભી સાથે કોઈપણ સ્થિતિમાં શાંતિ સાથે બાંધછોડ નહીં થાય તેની ખાતરી રાખે છે. તેની સ્માર્ટ કામગીરી માયક્રોમ્પટન એપ કે વોઈસ આસિસ્ટન્ટ્સ ગૂગલ હોમ કે એમેઝોન એલેક્સા થકી નિયંત્રિત કરી શકાય છે, જે ખાસ કરીને નવા નિયમોમાં વધુ આરામ અને સુવિધાનું વચન આપે છે.

ક્રોમ્પટનના સ્માર્ટ સાઈલન્ટપ્રો ફેન્સની નવી વિશિષ્ટતાઓ નીચે મુજબ છેઃ

2X વધુ શાંતિઃ – તે ઉત્તમ હવા આપે તે રીતે તૈયાર કરાયા છે, જે 52 ડીબીએ ચાલે છે, જે નિયમિત ફેન્સ મોટે ભાગે 64 ડીબી સાથે ચાલે તેનાથી અડધોઅડધ છે. આથી તે શાંત ઘરની અવાજની સપાટી સાથે બેગણા વધુ શાંત છે.
• ઉચ્ચ એર ડિલિવરી – બ્લેડ્સની સહજ ડિઝાઈન એ રીતે તૈયાર કરવામાં આવી છે કે ઉચ્ચ હવા ફેંકવાની ખાતરી રાખે છે અને તમને જરૂર હોય ત્યારે આરામ આપે છે.
• ઊર્જા કાર્યક્ષમતા – એક્ટિવ બીએલડીસી ટેકનોલોજી (42 વેટ) દ્વારા પાવર્ડ તે 0.98ના હાઈ પાવર ફેક્ટર સાથે 90 વોલ્ટ- 300 વોલ્ટની વ્યાપક વોલેટ્જ શ્રેણી વચ્ચે કાર્યક્ષમ રીતે કામ કરે તે રીતે તૈયાર કરવામાં આવી છે. તે તમારા વીજ બિલમાં વાર્ષિક રૂ. 3040 સુધી યોગદાન આપતા પારંપરિક ફેન્સ (80 વેટ)ની તુલનામાં તમારા વીજ ખર્ચમાં 50 ટકા સુધી બચતની ખાતરી રાખે છે. સાઈલન્ટપ્રો સ્માર્ટ તેથી જ તમારી વીજમાં વાર્ષિક ફેન દીઠ રૂ. 1440ની બચત કરે છે (યુનિટ દીઠ રૂ. 6.5ના દરે 16 કલાકના ઉપયોગને ધ્યાનમાં લેતાં).
• સ્માર્ટ હોમ ગેજેટ્સ અને મોબાઈલ કંટ્રોલ સાથે કામ કરે છે– માય ક્રોમ્પટન મોબાઈલ એપ થકી તમે ફેનને ગૂગલ હોમ અથવા એમેઝોન એલેક્સા સાથે લિંક કરી શકો છો.
• સ્માર્ટ આઈઓટી ફીચર્સ / મોડ્સઃ
o સંપૂર્ણ નવું સ્લીપ મોડ: રાત્રે ઉષ્ણતામાનમાં ઘટાડો થતાં હવા એકસમાન વહે અને સર્વ સમયે એકસમાન આરામદાયક હવા મળે તે માટે યોગ્ય હવા મેળવવા રાત્રે ફેન સ્પીડ વધારવી પડે છે. આ મોડને એક્ટિવેટ કરવાથી ફેન દરેક 90 મિનિટે સ્પીડને પગલાંવાર ઓછી કરે છે અને રાત્રે શાંતિપૂર્ણ ઊંઘ માટે સ્પીડ 1 પર ફરવાનું ચાલુ રાખે છે.
o નેચરલ બ્રીઝ મોડ: નૈસર્ગિક હવાની અસરની પુનઃનિર્મિત કરે છે, જ્યાં ફેનની સ્પીડ 3થી 5 સુધી વધારી શકાય છે અને દરેક 30 સેકંડમાં સ્પીડ 3 પર પાછી લાવી શકાય છે, જેને લીધે વાતાવરણ ઠંડું રહે છે, જે સ્માર્ટ હોમ ગેજેટ્સ થકી નિયંત્રિત કરી શકાય છે.
• રિમોટ કંટ્રોલઃ – સ્માર્ટ રિમોટ કંટ્રોલ સાથે કાર્યક્ષમ રીતે કામ કરે છે, જેને લીધે તમે આસાનીથી કામગીરી માટે ગમે ત્યાંથી રિમોટ ચલાવી શકો છો.
• વોરન્ટી – નિયમિત ફેનમાં 2 વર્ષની વોરન્ટી સામે આમાં 5 વર્ષની વોરન્ટી મળે છે.
• આઈએફ ડિઝાઈન એવોર્ડ 2021 – સાઈલન્ટપ્રો એન્સો સીલિંગ ફેનને તેની અપવાદાત્મક ડિઝાઈન માટે વિશ્વવિખ્યાત આઈએફ ડિઝાઈન એવોર્ડ 2021 પણ જીત્યો છે.

ક્રોમ્પટન દ્વારા રજૂ કરવામાં આવેલા સૌથી પ્રીમિયમ ફેનમાંથી એક સાઈલન્ટપ્રો સ્માર્ટ ફેન સમકાલીન રંગો સિલ્ક વ્હાઈટ અને સંપૂર્ણ વ્હાઈટમાં મળશે, જેની કિંમત રૂ. 6200થી રૂ. 6800 સુધી છે.

કંપનીની નવી શ્રેણી વિશે બોલતાં ક્રોમ્પટન ગ્રીવ્ઝ કન્ઝ્યુમર ઈલેક્ટ્રિકલ્સ લિ.ના ફેન્સના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી રંગરાજન શ્રીરામે જણાવ્યું હતું કે આજના ઘરમાં સ્માર્ટ નવું કૂલ અને કમ્ફર્ટ સમયની જરૂર છે. સાઈલન્સ આજે ખાસ કરીને ફેન્સ અવાજના સ્રોત બની ગયા હોવાથી લક્ઝરી બની ગયું છે. ઉપરાંત નવા નિયમોમાં ઘરમાં મહત્તમ સમય વિતાવવાનો છે તેની પર ગરમીની મોસમ વધુ ગરમ બની રહી છે ત્યારે વીજની બચતનું પણ ધ્યાન રાખવું પડે છે. આથી આ મૂંઝવણોને સમજીને અને સાઈલન્સ અને સેવિંગ્સ બંનેના સમાધાન માટે ક્રોમ્પટન આઈઓટી આધારિત ફેન્સ લાવી છે, જે શાંત હોવા સાથે 50 ટકા સુધી બચત કરે છે. અમે આજની સુસંગતતાને આધારે ગ્રાહકોની હાલની જરૂરતોને ધ્યાનમાં રાખતાં અમારી પ્રોડક્ટો ડિઝાઈન કરી છે. અમારા નવા ઈનોવેશન સ્માર્ટના સ્પર્શથી સમૃદ્ધ છે, જે અપવાદાત્મક ઉત્કૃષ્ટતા આપવા સાથે પરફેક્ટ હોમ એક્સપીરિયન્સ નિર્માણ કરતી ઉચ્ચ ઊર્જા કાર્યક્ષમતા પ્રદાન કરવામાં કળાકારીગરીની ખાતરી રાખે છે.

ક્રોમ્પટન વિશે
75થી વધુ વર્ષના બ્રાન્ડના વારસા સાથે ક્રોમ્પટન ગ્રીવ્ઝ કન્ઝયુમર ઈલેક્ટ્રિકલ્સ લિ. પંખાઓની શ્રેણીમાં ભારતમાં બજાર આગેવાન છે. વર્ષોનાં વહાણાં વીતવા સાથે સંસ્થા સતત નાવીન્યપૂર્ણ પ્રોડક્ટોની શ્રેણીનું ઉત્પાદન કરવા પર ભાર આપે છે, જે એન્ટી- ડસ્ટ ફેન્સ, એન્ટી- બેક્ટેરિયલ એલઈડી બલ્બ્સ અને વોટર હીટર્સ, એર કૂલર્સ અને મિક્સર ગ્રાઈન્ડર્સ જેવી અન્ય શ્રેણી ચાહતા આધુનિક ગ્રાહકોને પહોંચી વળતી નાવીન્યપૂર્ણ પ્રોડક્ટોની શ્રેણીનું ઉત્પાદન કરવા પર સતત ભાર આપે છે. ઊર્જા કાર્યક્ષમ પ્રોડક્ટોના વિકાસમાં સતત કામ કરતાં કંપનીને વીજ મંત્રાલયના બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (બીઈઈ) દ્વારા આયોજિત મોસ્ટ એનર્જી એફિશિયન્ટ એપ્લાયન્સીસ ઓફ ધ યર 2019માં નેશનલ એનર્જી કન્ઝયુમર એવોર્ડસ (એનઈસીએ) પ્રાપ્ત થયા હતા, જેમાં એક તેના એચએસ પ્લસ મોડેલ માટે સીલિંગ પંખાઓને અને તેના નવ વેટના એલઈડી બલ્બ માટે એલઈડી બલ્બ શ્રેણીને એવોર્ડ મળ્યો હતો. કંપનીને ડબ્લ્યુપીપી અને કંતાર દ્વારા જારી 2020 માટેની બ્રાન્ડ્ઝ ટોપ 75 મોસ્ટ વેલ્યુએબલ ઈન્ડિયન બ્રાન્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે. કંપનીના સાઈલન્ટપ્રો એન્સો સીલિંગ ફેનને તેની અપવાદાત્મક ડિઝાઈન માટે વિશ્વવિખ્યાત આઈએફ ડિઝાઈન એવોર્ડ 2021 પણ પ્રાપ્ત થયો છે. કન્ઝયુમર વેપાર ઉત્તમ સ્થાપિત છે અને દેશભરમાં મજબૂત ડીલર મૂળ દ્વારા પ્રેરિત ઉત્તમ સ્થાપિત અને સંગઠિત વિતરણ નેટવર્ક ધરાવે છે, જે તેના ગ્રાહકોને વ્યાપક સેવા નેટવર્ક અને મજબૂત આફ્ટર સેલ્સ સર્વિસ પ્રદાન કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.