એમજી મોટરલૉન્ચ કરે છે ભારતની પ્રથમ હવે ઓટોનોમસ લેવલ 2(ADAS) સાથેની પ્યોર-ઇલેક્ટ્રિક ઇન્ટરનેટ SUV – ZS EV

ગેઝેટ્સ
ગેઝેટ્સ

99 વર્ષ જૂનો વારસો ધરાવતી બ્રિટિશ ઓટોમોબાઈલ બ્રાન્ડ MG મોટર ઈન્ડિયાએ આજેએડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ્સ (ADAS) લેવલ 2 સાથેની સુધારેલા વેરિયન્ટ ZS EVનેલિમિટેડ સમય માટે રૂ. 27.89 લાખની વિશેષ પ્રારંભિક કિંમતે લોન્ચ કરી છે. ઓટોનોમસ લેવલ 2 (ADAS)ની સુવિધાઓનો સમૂહ વિવિધ ડ્રાઇવિંગ પરિસ્થિતિઓમાં સહાય, નિયંત્રણ અને આરામ પ્રદાન કરીને ડ્રાઇવિંગ અનુભવને બહેતર બનાવે છે . MG ZS EVમાં ઈલેક્ટ્રિક પાવર, ઈન્ટરનેટ કનેક્ટિવિટી અને ઓટોનોમસ ક્ષમતાઓને સંયોજિત કરીને ઈલેક્ટ્રિક ગતિ ક્ષેત્રે હરણફાળ ભરી છે. તેમાં ભવિષ્યની દૃષ્ટિએ ડિઝાઇન કરાયેલ SUV રસ્તાનો સારો દેખાવ, રોડ પર ડ્રાઇવિંગની સગવડ અને વૈભવી સુલભ ઇન્ટિરિયર પ્રદાન કરે છે.

એમજી મોટર ઈન્ડિયાના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગૌરવ ગુપ્તા અનુસાર, “ઓટોનોમસ લેવલ 2 (ADAS) રજૂ કરવા સાથે વૈશ્વિક સ્તરે સફળ MG ZS EV તેની સાથે સલામતી અને સગવડ લાવે છે અને ઇલેક્ટ્રિક ગતિશીલતા અને ટકાઉ ભવિષ્ય માટે MGની પ્રતિબદ્ધતાને દોહરાવે છે. ભારતીય ગ્રાહકોને સક્ષમ, એટ્રેક્ટિવ ઓનરશિપનો અનુભવ અને સુલભ ઇલેક્ટ્રિક SUV ઓફર કરીને, MG મોટર ઇન્ડિયાનો ઉદ્દેશ્ય શૂન્ય-ઉત્સર્જન ભવિષ્ય તરફ લઈ જવા અને ભારતમાં EV ઇકોસિસ્ટમને વધારવામાં મદદ કરવાનો છે.”

MG ZS EVની ADAS લેવલ 2 ટેક્નોલોજી જે ત્રણ સ્તરની સંવેદનશીલતા – નીચા, મધ્યમ અને ઉચ્ચ સાથે ચેતવણીના ત્રણ સ્તર – હેપ્ટિક, ઑડિયો અને વિઝ્યુઅલ પર કામ કરે છે, જે મુસાફરોના ડ્રાઇવિંગ અનુભવ અને સલામતીને વધારે છે. ટ્રાફિક જામ આસિસ્ટ (TJA) ગીચ ટ્રાફિકમાં પણ મુશ્કેલીરહિત ડ્રાઇવિંગ અનુભવ સુનિશ્ચિત કરે છે. ફોરવર્ડ કોલિઝન વોર્નિંગ (FCW) સંભવિત અથડામણ વિશે ડ્રાઇવરને સૂચિત કરીને અને જો ડ્રાઇવર તરફથી કોઈ કાર્યવાહી ન થાય તો આપોઆપ ગતિ મર્યાદિત કરીને સલામતી વધારે છે. સ્પીડ અસિસ્ટ સિસ્ટમ (એસએએસ) ચેતવણી આપે છે અને તમને ઓવરસ્પીડિંગ કરતા અટકાવે છે. લેન ફંકશન ડ્રાઇવિંગ લેનમાંથી અજાણતાં વિચલનને રોકવામાં મદદ કરીને સલામતીમાં સુધારો કરે છે. અડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ (ACC) આગળના વાહનથી યોગ્ય અંતર જાળવીને ડ્રાઇવરનો થાક હળવો કરે છે અને સલામતી સુનિચ્છિત કરે છે.

સુધારેલી બેટરી

પ્યોર-ઇલેક્ટ્રિક એસયુવીની બેટરીનું પરીક્ષણ સૌથી કડક સલામતી અને કામગીરીની આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે કરવામાં આવ્યું છે જે તેનું એકંદર ટકાઉપણું વધારે છે, સ્થિર બેટરી ઓપરેશન અને ભારતીય ડ્રાઇવિંગ પરિસ્થિતિઓને બહેતર બનાવે છે. IP69Kના અનુપાલન સાથેબેટરીને વધુ સારી ધૂળ અને પાણી પ્રતિકારતા પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે અને તે UL2580 સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ તેમજ ASIL-D એન્હાન્સ્ડ સેફ્ટી ઇન્ટેગ્રિટી લેવલ રેટિંગને પૂર્ણ કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.