MG મોટર ઈન્ડિયાએ લૉન્ચ કરી 419 કિમી* પ્રમાણિત રેન્જ વાળી નવી ZS EV 2021

ગેઝેટ્સ
ગેઝેટ્સ

નવી દિલ્લી, MG મોટર ઈન્ડિયાએ લૉન્ચ કરી છે પોતાની નવી ZS EV 2021 જેની કિંમત છે રૂ. 20.99 લાખ (એક્સ-શોરૂમ, નવી દિલ્લી) તેની અપડેટેડ આવૃત્તિમાં છે શ્રેષ્ઠ એવી 44.5 kWh હાઈટેક બૅટરી અને 419 કિમી.* ની પ્રમાણિત રેન્જ. નવા 215/55/R17 ટાયરોથી સજ્જ આ ગાડી અને બૅટરી પૅકથી ગ્રાઉંડ ક્લિયરેંસ ક્રમશઃ 177 મિમિ અને 205 મિમિ સુધી વધારવામાં આવેલ છે.
પોતાના ભાગીદારોની મદદથી દેશભરમાં પોતાની ચાર્જિંગ ઇકોસિસ્ટમ વિસ્તારીને ZS EV 2021 હવે 31 શહેરોમાં બુકિંગ કરવા માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જાન્યુઆરી 2020 માં આ કારનું લૉન્ચિંગ 5 શહેરોમાં કરવામાં આવ્યું હતું.
MG ZS EV માં છે 143 PS પાવર અને 350 Nm ટોર્ક અને માત્ર 8.5 સેકન્ડમાં તે 0 થી 100 kmph સુધી ગતિ પકડે છે. તેમાં 2 વેરિએંટ છે- Excite અને Exclusive. ભારતની પહેલી પ્યોર ઈલેક્ટ્રિક ઇન્ટરનેટ SUV તરીકે તેમાં રહેલ છે, MG સિગ્નેચર વૈશ્વિક વિશેષતાઓ અને પેનોરામિક સનરૂફ, 17-ઇંચ ડાયમંડ કટ એલોય વ્હીલ્સ અને PM 2.5 ફિલ્ટર તથા બીજી વિશેષતાઓ પણ છે.
ZS EV સાથે, MG પોતાના ગ્રાહકો સુધી પહોંચાડે છે 5-પ્રકારની ચાર્જિંગ ઇકોસિસ્ટમ, જેવી કે ઘર / ઓફિસમાં મફત AC ફાસ્ટ-ચાર્જર, પોર્ટેબલ ઇન-કાર ચાર્જિંગ કેબલ, ડીલરશિપ ખાતે DC સુપરફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનો, 24X7 ચાર્જ-ઓન-દ-ગો સુવિધા (5 શહેરોમાં) અને સેટેલાઈટ શહેરોમાં અને ટૂરિસ્ટ હબમાં ચાર્જિંગ સ્ટેશનો.
સદર લૉન્ચ અંગે વાત કરતાં MG મોટર ઈન્ડિયાના અધ્યક્ષ અને મેનેજિંગ ડાઇરેક્ટર શ્રી. રાજીવ ચાબાએ કહ્યું, “માત્ર 1 જ વર્ષના ટૂંકા સમયગાળામાં ZS EV નું એક વધુ સારું રૂપ પ્રસ્તુત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ અને તે દ્વારા EV સ્પેસ પ્રત્યેની અમારી વચનબદ્ધતાનું પુનરુચ્ચારણ કરીએ છીએ. અમારા ગ્રાહકોને વધુ સારો ઓનરશિપ અનુભવ મળે, તે માટે અમે અમારા ઇકોસિસ્ટમ ભાગીદારો સાથે મળીને એક મજબૂત ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યા છીએ.”
આ કાર-નિર્માતા કંપનીએ ‘ઇકોટ્રી ચેલેન્જ’ પણ પ્રસ્તુત કરેલ છે. આ ઇકોલોજિકલ ઈવેન્ટમાં ZS EV ના માલિકો સહભાગી થઈને તેઓની CO2 બચત અને રિયલ ટાઈમમાં રાષ્ટ્રીય ક્રમાંક ટ્રૅક કરી શકે છે.
MG ZS 2021 ને MG ઈશિલ્ડ અંતર્ગત આવરી લેવામાં આવેલ છે, જે અંતર્ગત આ કાર-ઉત્પાદન કંપની અમર્યાદિત કિમી માટેની 5 વર્ષની તથા બૅટરી પૅક સિસ્ટમ પર 8 વર્ષ / 1.5 લાખ કિમી માટેની વોરંટી પ્રદાન કરે છે. તેમ જ 5 વર્ષ સુધી ચોવીસે કલાક રોડસાઇડ આસિસ્ટન્સ (RSA) અને 5 લેબર-ફ્રી સર્વિસ તો ખરી જ.
(*મોટા ભાગની પરિસ્થિતિઓમાં યુઝર 300-400 કિમી રેન્જ મેળવી શકે છે)


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.