મહિન્દ્રાએ તેની પ્રથમ ડ્યુઅલ-ફ્યુઅલ સ્મોલ કોમર્શિયલ વ્હીકલ નવી સુપ્રો સીએનજી ડ્યુઓ લોન્ચ કરી, કિંમત શરૂ થાય છે રૂ. 6.32 લાખથી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

  • 750 કિગ્રાના બેસ્ટ-ઇન-ક્લાસ રેટેડ પેલોડ ઓફર કરે છે; 75-લિટરની મોટી સીએનજી ઇંધણ ટાંકી ક્ષમતા
  • સર્વોચ્ચ ગ્રાહક સુરક્ષા માટે ઇન્ટેલિજન્ટ સીએનજી લીક ડિટેક્શન
  • સ્પર્ધાત્મક કિંમતવાળી સુપ્રો સીએનજી ડ્યુઓની શરૂઆત રૂ. 6.32 લાખ (એક્સ-શોરૂમ ગુજરાત)થી થાય છે.

ભારતમાં સ્મોલ કોમર્શિયલ વ્હીકલ્સ (SCVs)ના માર્કેટ લીડર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે (એમએન્ડએમ) આજે ​​સ્મોલ કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં તેનું પ્રથમ ડ્યુઅલ-ફ્યુઅલ વ્હીકલ સુપ્રો સીએનજી ડ્યુઓ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. સુપ્રો સીએનજી ડ્યુઓ શ્રેષ્ઠ પેલોડ અને ક્લાસ લીડિંગ માઇલેજ પ્રદાન કરે છે અને ગ્રાહકોને મહત્તમ લાભ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન પ્રદાન કરવાના અમારા વચન પર આધારિત છે.

રૂ. 6.32 લાખ (એક્સ-શોરૂમ ગુજરાત)ની પ્રારંભિક કિંમત સાથે સુપ્રો સીએનજી ડ્યુઓ સુવિધાઓનું વિજેતા સંયોજન પ્રદાન કરે છે. તે સીએનજી અને પેટ્રોલ બંને પર ચાલી શકે છે, જે ઓપરેટરોને મહિન્દ્રાની સુપ્રસિદ્ધ વિશ્વસનીયતા અને ગુણવત્તા સાથે અગ્રણી ફ્યુઅલ ઈકોનોમી આપે છે. નવી સુપ્રો સીએનજી ડ્યુઓ ઉદ્યોગની પ્રથમ સુવિધાઓથી ભરેલી છે જેમ કે ડાયરેક્ટ-ઇન-સીએનજી સ્ટાર્ટ જે વાહનને સીએનજી મોડમાં ચાલુ રાખવાની મંજૂરી આપે છે, જે ગ્રાહકની શ્રેષ્ઠ બચતનું વચન આપે છે. આ ઉપરાંત સુપ્રો સીએનજી ડ્યુઓ વધારાની સલામતી અને સીએનજી તથા પેટ્રોલ વિકલ્પો વચ્ચે સીમલેસ સ્વિચિંગ માટે બુદ્ધિશાળી સીએનજી લીક ડિટેક્શન ઓફર કરે છે.

એમએન્ડએમના ઓટોમોટિવ ડિવિઝનના પ્રેસિડેન્ટ શ્રી વિજય નાકરાએ જણાવ્યું હતું કે, “સુપ્રો સીએનજી ડ્યુઓનું લોન્ચિંગ એ મહિન્દ્રાની બારીક ગ્રાહક સૂઝ અને બજાર નેતૃત્વના દાયકાઓના આધારે નવીન અને વિશ્વસનીય કોમર્શિયલ વાહનોના ઉત્પાદનના સમૃદ્ધ અને ગૌરવપૂર્ણ વારસાની સાક્ષી છે. સુપ્રો સીએનજી ડ્યુઓ કંપનીના ડ્યુઅલ-ફ્યુઅલ સેગમેન્ટમાં પ્રવેશને ચિહ્નિત કરે છે, જેથી તેના માલિકો અને ઓપરેટરોને નોંધપાત્ર રીતે ઓછા ઓપરેટિંગ ખર્ચની ઓફર કરવામાં આવે. તે લોજિસ્ટિક્સ, સપ્લાય ચેઇન્સ અને ઇ-કોમર્સ કંપનીઓની કઠિન માંગ પૂરી કરવા માટે એન્જિનિયર્ડ છે, જ્યારે ગ્રાહકોને ખૂબ જ શ્રેષ્ઠ મૂલ્યની દરખાસ્ત ઓફર કરે છે. સુપ્રો સીએનજી ડ્યૂઓની રજૂઆત મહિન્દ્રાની ઊંડા મૂળવાળી ફિલસૂફી રાઇઝ ફોર ગુડનું સ્પષ્ટ પ્રતિબિંબ છે જે વ્યક્તિઓ અને સમુદાયો તેમજ વ્યવસાયોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે.”

એમએન્ડએમના ઓટોમોટિવ ટેક્નોલોજી અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ પ્રેસિડેન્ડ શ્રી આર. વેલુસામીએ જણાવ્યું હતું કે, “નવી સુપ્રો સીએનજી ડ્યૂઓ સ્માર્ટ અને સરળતાથી ઓપરેટ થઈ શકે તેવા ડ્યુઅલ-ફ્યુઅલ નાના કોમર્શિયલ વ્હીકલ તરીકે એન્જીનિયર કરવામાં આવી છે જે માત્ર ઓછા ઉત્સર્જન જ નહીં પરંતુ ઓછો ઓપરેટિંગ ખર્ચ પણ આપશે. તેમજ ખર્ચ, નોંધપાત્ર બચત તરફ દોરી જાય છે. અમે નવી સુપ્રો સીએનજી ડ્યૂઓમાં ઘણી ઇન્ડસ્ટ્રી-પ્રથમ સુવિધાઓ સંકલિત કરી છે – જેમાં ડાયરેક્ટ-સ્ટાર્ટ સીએનજી, મહત્તમ સલામતી માટે ઇન્ટેલિજન્ટ સીએનજી લીક ડિટેક્શન અને 750 કિલોગ્રામની શ્રેષ્ઠ પેલોડ ક્ષમતાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 75 લિટરની સૌથી મોટી સીએનજી ટાંકી ક્ષમતા અને શ્રેષ્ઠ માઇલેજ સાથે, નવી સુપ્રો સીએનજી ડ્યુઓએ શ્રેણીને ચિંતા-મુક્ત બનાવી છે. આ તમામ નવીનતાઓ અને અનેક ફીચર્સને લીધે અમને ખાતરી છે કે મહિન્દ્રાનું લેટેસ્ટ સ્મોલ કોમર્શિયલ વ્હીકલ તેના ગ્રાહકો અને ઓપરેટરો માટે ફરી એક વખત જબરદસ્ત એસેટ સાબિત થશે.”

સુપ્રો સીએનજી ડ્યુઓ અન્ય ઘણા કારણોથી અલગ છે જેમાં 750 કિગ્રાની શ્રેષ્ઠ પેલોડ ક્ષમતા, 75 લિટરની મોટી સીએનજી ટાંકી ક્ષમતા સાથે 325 કિમીની શ્રેષ્ઠ રેન્જ અને રેન્જની ચિંતામાંથી મુક્તિનો સમાવેશ થાય છે જેના પરિણામે વધુ બિઝનેસ તકો અને વધુ કમાણી મળે છે.” નવું SCV શક્તિશાળી 20.01 kW (27BHP) BS6 RDE કમ્પ્લાયન્ટ એન્જિનથી સજ્જ છે, જે 60 Nm ટોર્ક અને 23.35 km/kg ની બેસ્ટ-ઇન-ક્લાસ માઇલેજ પ્રદાન કરે છે. વાહનમાં 12-ઇંચના ટાયર છે અને 158 mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ ધરાવે છે, જે સંપૂર્ણ લોડ સાથે પણ ઉચ્ચ પ્રદર્શન અને પિકઅપની ખાતરી આપે છે.

ગ્રાહકો ઓછા ડાઉન પેમેન્ટ સાથે નવી સુપ્રો સીએનજી ડ્યુઓ બુક કરી શકે છે અને ઝંઝટ-મુક્ત ખરીદી અને માલિકી અનુભવ માટે આકર્ષક ધિરાણ યોજનાઓનો લાભ લઈ શકે છે.

મહારાષ્ટ્રના ચાકનમાં મહિન્દ્રાના અત્યાધુનિક પ્લાન્ટમાં બનેલ, સુપ્રો પ્લેટફોર્મ સખત અને સંપૂર્ણ-પરીક્ષણ ચક્રમાંથી પસાર થયું છે, અને તમામ કામગીરી, સલામતી અને વિશ્વસનીયતાના પરિમાણો પર પણ માન્ય કરવામાં આવ્યું છે. તે 3 વર્ષ/80000 કિમી (જે પહેલા પૂરું થાય તે) ની ક્લાસ-લીડિંગ વોરંટી સાથે પણ આવે છે. તે બે આકર્ષક રંગોમાં ઉપલબ્ધ થશેઃ ડાયમંડ વ્હાઇટ અને ડીપ વોર્મ બ્લુ. આ વાહન મહિન્દ્રાના વ્યાપક સર્વિસ નેટવર્ક દ્વારા સમર્થિત છે, જે દેશના સૌથી મોટામાંનું એક છે.

સુપ્રો સીએનજી ડ્યુઓ વિશે વધુ માહિતીઃ

શક્તિશાળી પ્રદર્શન

સુપ્રો સીએનજી ડ્યુઓ શક્તિશાળી 20.01 kW (27BHP) BS6 એન્જિનથી સજ્જ છે, જે 60 Nm ટોર્ક અને 23.35 km/kg ની શ્રેષ્ઠ માઇલેજ પ્રદાન કરે છે જે ગ્રાહકને ખૂબ મૂલ્ય પ્રદાન કરશે. વધુમાં, સુપ્રો સીએનજી ડ્યુઓ 750 કિગ્રાની શ્રેષ્ઠ પેલોડ ક્ષમતા અને તેના વર્ગમાં 75 લિટરની સૌથી મોટી સીએનજી ટાંકી ક્ષમતા પ્રદાન કરે છે. વધુમાં, મનની શાંતિ માટે, સુપ્રો સીએનજી ડ્યુઓ 3 વર્ષ/80000 કિલોમીટર, બંનેમાંથી જે પહેલા પૂરું થાય તે, ની અસાધારણ વોરંટી સાથે આવે છે.

બેસ્ટ ઈન-ક્લાસ ઈન્ટેલિજન્સ

સુપ્રો સીએનજી ડ્યુઓ એ અદ્યતન ઈસીયુ દ્વારા કાર્યક્ષમતા અને પ્રદર્શનને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે જે પેટ્રોલ અને સીએનજી વચ્ચે વિના પ્રયાસે સંક્રમણ કરે છે, શ્રેષ્ઠ ઇંધણ કાર્યક્ષમતા અને માઇલેજમાં વધારો સુનિશ્ચિત કરે છે. આ ટેક્નોલોજી દ્વારા ડ્રાઇવરો પાવર અથવા સગવડતા સાથે બાંધછોડ કર્યા વિના સીએનજીનો લાભ માણી શકે છે. બિલ્ટ-ઇન વેન્ટિંગ વાલ્વ અને ભેજ નિવારણ સુવિધાઓ આ સીએનજી કિટ ઈસીયુને શ્રેષ્ઠ વાહન પ્રદર્શન માટે ટોચની પસંદગી બનાવે છે.

 સર્વશ્રેષ્ઠ આરામ અને સગવડ

સુપ્રો સીએનજી ડ્યુઓ યુઝર-ફ્રેન્ડલી કમ્પોનેન્ટ્સથી સજ્જ છે, જેમ કે મેઈન્ટેનન્સની સરળતા માટે રચાયેલ પ્રેશર રેગ્યુલેટર, જેના પરિણામે ખર્ચમાં ઘટાડો થાય છે. સરળ પેટ્રોલ ઓપરેશન અને સાહજિક એનલોગ સીએનજી લેવલ ઈન્ડિકેટર માટે પસંદ કરી શકાય તેવી પિયાનો સ્વીચનો સમાવેશ યુઝર-ફ્રેન્ડલી ઈન્ટરફેસની બાંયધરી આપે છે જે સાનુકૂળ જણાય છે અને ઉપયોગમાં સરળ લાગે છે.

 બેસ્ટ-ઈન-ક્લાસ સલામતી

સુપ્રો સીએનજી ડ્યુઓ સાવચેતીપૂર્વક વિકસિત અને સખત રીતે પરીક્ષણ કરાયેલ સીએનજી અને પેટ્રોલ કીટ ધરાવે છે, જે ડ્રાઇવરો માટે વિશ્વસનીય કામગીરીની ખાતરી આપે છે. ગ્રાહકો માટે મહત્તમ સલામતી સુનિશ્ચિત કરવા માટે સુપ્રો સીએનજી ડ્યુઓ એક બુદ્ધિશાળી સીએનજી લીકેજ ડિટેક્શનનું ગૌરવ ધરાવે છે. વધુમાં, કિટમાં કોઈપણ કટોકટીના કિસ્સામાં ઝડપી પ્રતિસાદ માટે અનુકૂળ રીતે સ્થિત અગ્નિશામકનો સમાવેશ થાય છે.

સુપ્રો સીએનજી ડ્યુઓના સર્વશ્રેષ્ઠ ફીચર્સ
·         મહિન્દ્રાનું પ્રથમ ડ્યુઅલ-ફ્યુઅલ, ડાયરેક્ટ-સ્ટાર્ટ સીએનજી

·         બેસ્ટ ઈન ક્લાસ 750 કિગ્રા પેલોડ

·         શક્તિશાળી 20.01 kW(27BHP) એન્જિન

·         સુપિરિયર 60 Nm ટોર્ક

·         સર્વશ્રેષ્ઠ માઇલેજ 23.35 કિમી/કિલો અને 325 કિમીની હાઈ રેન્જ

·         સીએનજી અને પેટ્રોલ વચ્ચે સરળતાથી શિફ્ટિંગ

·         રેન્જની ચિંતામાંથી ગ્રાહકોને મુક્તિ

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.