રોબોટિક્સ સોફ્ટવેર ડેવલપમેન્ટ સેન્ટર લોન્ચ કર્યુ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

એમેઝોનએ બેંગાલુરુમાં નવું કન્ઝ્યુમર રોબોટિક્સ સોફ્ટવેર ડેવલપમેન્ટ સેન્ટર ખોલ્યુ છે. આ સાઇટ એમેઝોનના કન્ઝ્યુમર રોબોટિક્સ વિભાગને ટેકો આપવામાં મદદ કરશે, જેણે ગયા વર્ષે તેનો પહેલો રોબોટ એસ્ટ્રો લોન્ચ કર્યો હતો.

એસ્ટ્રો એ એક નવો અને અલગ પ્રકારનો રોબોટ છે, જે ગ્રાહકોને ઘરની દેખરેખ અને પરિવાર સાથે સંપર્કમાં રહેવા જેવા કાર્યોની શ્રેણીમાં મદદ કરવા માટે રચાયેલ છે. તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કોમ્પ્યુટર વિઝન, સેન્સર ટેક્નોલોજી અને વોઈસ અને એજ કોમ્પ્યુટીંગમાં એકસાથે નવી પ્રગતિ લાવે છે જે મદદરૂપ અને અનુકૂળ બનવા માટે રચાયેલ છે.

“પાછલા વર્ષે અમે અમારા પ્રથમ ગ્રાહક રોબોટનું અનાવરણ કર્યું હતું, પરંતુ તે ચોક્કસપણે અમારું છેલ્લું નહીં હોય. આ નવું કન્ઝ્યુમર રોબોટિક્સ સોફ્ટવેર ડેવલપમેન્ટ સેન્ટર અમારા વધતા કન્ઝ્યુમર રોબોટિક્સ ડિવિઝનને ટેકો આપવામાં મદદ કરશે અને ટોચની પ્રતિભાઓને વર્લ્ડ ક્લાસ ટેક્નોલોજી પ્રોડક્ટ્સ પર કામ કરવા માટે આકર્ષિત કરશે. ભારત ઇનોવેશન હબ છે; અહીં કેન્દ્ર હોવાને કારણે એમેઝોનને વિશ્વભરના ગ્રાહકો માટે બહેતર ગ્રાહક રોબોટિક્સ અનુભવો બનાવવામાં મદદ મળશે.” – એમ એમેઝોનના કન્ઝ્યુમર રોબોટીક્સના વાઇસ પ્રેસિડન્ટ કેન વોશિંગ્ટનએ જણાવ્યું હતુ.

 

એસ્ટ્રો વિશેના વધારાના FAQs અહી મળશે: https://www.amazon.com/gp/help/customer/display.html?nodeId=G2HDFAZG923JG4W7

પ્રોજક્ટ ઇમેજીસ–એણેઝોન એસ્ટ્રો: https://press.aboutamazon.com/product-images-devices-amazon-astro

એમેઝોન એસ્ટ્રો – એલેક્સા સાથે હોમ મોનીટરીંગ માટે હાઉસહોલ્ડ રોબોટનું વીડિયો રજૂ કરે છે: https://youtu.be/sj1t3msy8dc


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.