![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/12/Kia-Carens-Exterior-1-scaled.jpg)
કિયાએ કિયા કેરેન્સના સત્તાવાર સ્કેચિઝ જાહેર કર્યા
કિયા ઇન્ડિયાએ કિયા કેરેન્સના સ્કેચિઝ જાહેર કર્યા છે. કંપનીના આ અત્યંત આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહેલા મોડલનું વર્લ્ડ પ્રીમિયર 16 ડિસેમ્બર, 2021ના રોજ છે. વૈભવી ઇન્ટીરિયર, કનેક્ટિવિટીની સ્માર્ટ વિશેષતાઓ, આકર્ષક એક્સટીરિયર્સ અને ત્રીજી હરોળમાં બેઠેલા લોકો સહિત ગાડીમાં સવાર તમામ લોકો માટે પૂરતી જગ્યા ધરાવતી કિયા કેરેન્સ ભારતમાં મનોરંજક વાહનોની એક નવી શ્રેણી સર્જવા જઈ રહી છે. કિયા કેરેન્સની રચના ભેગા મળીને મુસાફરીનો આનંદ માણવા માંગતા ભારતના આધુનિક પરિવારોની વિકસિત થયેલી અને પૂરી નહીં થયેલી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
કિયા ડીઝાઇન સેન્ટરના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ કરીમ હબિબે જણાવ્યું હતું કે, ‘કિયા કેરેન્સ અમારી ડીઝાઇનની નવી ફિલસૂફી ‘ઓપોઝિટ્સ યુનાઇટેડ’ને સંપૂર્ણપણે સાકાર કરે છે અને તે સ્પોર્ટીનેસનું સોફેસ્ટિકેટેડ પર્સનાલિટી સાથે અને સ્ટાઇલનું વિશિષ્ટ એસ્થેટિક્સની સાથે સફળતાપૂર્વક સંયોજન કરે છે. કિયા કેરેન્સ એ આજના ગ્રાહકો ત્રણ-હરોળના વાહનમાંથી શું ઇચ્છે છે, તેનું સાચું પ્રતિબિંબ છે