કીઆ ઇન્ડિયાએ 3 વર્ષથી પણ ઓછા સમયગાળા માં 5 લાખ વેચાણનું સીમાચિહ્ન પાર કર્યું, 

ગેઝેટ્સ
ગેઝેટ્સ

દેશની સૌથી ઝડપથી વૃદ્ધિ પામીરહેલી કાર નિર્માણ કંપનીઓ પૈકીની એક કીઆઇન્ડિયાએપોતાના કામકાજના માત્ર 3 વર્ષોની અંદર જ 5,00,000 સ્થાનિકવેચાણની સિદ્ધિ પ્રાપ્ત કરીને વધુ એક સીમાચિહ્ન પ્રસ્થાપિતકર્યું છે. આ સીમાચિહ્ન તેને ભારતમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરનારીસૌથી ઝડપી કાર નિર્માતા કંપની બનાવે છે. કીઆ ઇન્ડિયાએતેની અનંતપુર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી પરથી નિકાસ સહિતએકંદરે 6,34,224 યુનિટ્સ નિકાલ કર્યો છે. કેરેન્સના દમદારપ્રદર્શન સાથે, કંપનીએ માત્ર 4.5 મહિનાની અંદર જ તેના અંતિમ 1લાખ વેચાણનો લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે. ભારતીય બજારમાંપોતાના મજબૂત પ્રદર્શન સાથે, કંપની હવે કીઆ કોર્પોરેશનનાવૈશ્વિક વેચાણમાં 6%થી વધારે યોગદાન આપી રહી છે. આ ઇન્ડિયાએ 3 વર્ષથી પણ ઓછા સમયગાળામાં 5 લાખ વેચાણનુંસીમાચિહ્ન પાર કર્યું,
4.5 મહિના કરતાં ઓછા સમયમાં કારેન્સના અંતિમ એક લાખ વેચાણમાંવધારો થયો

આ સિદ્ધિ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાંકીઆ ઇન્ડિયાનાચીફ સેલ્સ ઑફિસર મ્યુંગસિક સોને જણાવ્યું હતું કે, “ભારતમાંમાત્ર 3 વર્ષોના ટૂંકાગાળામાં જ અમે માત્ર ટ્રેન્ડ લીડિંગ અનેઇન્સ્પાયરિંગ બ્રાન્ડ તરીકે પોતાને પ્રસ્થાપિત જ કરી નથી પરંતુનવી ટેક્નોલોજી અપનાવવામાં પણ અગ્રેસર રહ્યાં છીએ. હુંકીઆ ઇન્ડિયાની સફળતા માટે તેની ઇકોસિસ્ટમના ભાગ બન્યાંછે અને બની રહ્યાં છે તેવા દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કરું છું. સૌથી મહત્ત્વપૂર્ણ રીતે હું અમારા ગ્રાહકોનો પણ અંતઃકરણપૂર્વકઆભાર વ્યક્ત કરું છું જેમણે વૈશ્વિક પુરવઠા શ્રૃંખલા સમસ્યાઓજેવી વિપરિત પરિસ્થિતિઓમાં પણ અમારી બ્રાન્ડ ઉપર તેમનોવિશ્વાસ ટકાવી રાખ્યો છે. આજે હું ગૌરવપૂર્વક કહી શકુ છું કેઅમે ભારતીય ગ્રાહકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે, અને તેઅમારી સૌથી મોટી સિદ્ધિ છે.”

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.