ગણેશ ચતુર્થી પર લોન્ચ થયુંJio Air Fiber,૮ શહેરોમાં અમદાવાદનો સમાવેશ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

અમદાવાદ, રિલાયન્સ જિયોએ આજે ૧૯મી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે તેની એર ફાઈબર સેવા શરૂ કરી છે. હાલમાં આ સેવા અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ અને પુણે – ૮ શહેરોમાં ઉપલબ્ધ રહેશે. એર ફાઈબર માટે ૧૦૦૦ રૂપિયા ઈન્સ્ટોલેશન ચાર્જ ચૂકવવો પડશે. તમે તેને ૧૦૦ રૂપિયામાં બુક કરાવી શકો છો. આ રકમ બિલમાં એડજસ્ટ કરવામાં આવશે. એર ફાઈબર બુક કરવા માટે તમારે Jio નીઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.

કનેક્શનની સાથે, તમને નવીનતમWi-Fi રાઉટર, ટીવી માટે ૪K સેટ ટોપ બોક્સ અને વૉઇસ એક્ટિવેટેડ રિમોટ મળશે. તમામ પ્લાન ૬ અને ૧૨ મહિનાના વિકલ્પોમાં ઉપલબ્ધ છે. જો તમે ૧૨ મહિનાનો પ્લાન લો છો તો તમારે ૧૦૦૦ રૂપિયાનો ઈન્સ્ટોલેશન ચાર્જ ચૂકવવો પડશે નહીં. એર ફાઇબરની વિશેષતા તેની પોર્ટેબિલિટી છે. વપરાશકર્તાઓ તેને કોઈપણ સ્થાન પર લઈ જઈ શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે. જોકે ૫ય્ કનેક્ટિવિટી હોવી જોઈએ. રિલાયન્સ જિયોના જણાવ્યા અનુસાર, તેમનું એર ફાઈબર સફરમાં હોય ત્યારે બ્રોડબેન્ડ જેવી સ્પીડ પ્રદાન કરવામાં સક્ષમ છે.

હાલમાં, Jio, Airtelઅને અન્ય કંપનીઓની ઓપ્ટિક વાયર ટેક્નોલોજી પર આધારિત ફાઈબર શહેરો પૂરતું મર્યાદિત છે, પરંતુ એર ફાઈબર કોઈપણ વાયર વિના ઈન્ટરનેટ પ્રદાન કરે છે. આવી સ્થિતિમાં એર ફાઈબર દ્વારા દૂરના વિસ્તારોમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સરળતાથી ઉપલબ્ધ થશે.

Jio ફાઈબર ઓપ્ટિક વાયર ટેક્નોલોજી પર આધારિત છે. આના દ્વારા ઇન્ટરનેટ પ્રદાન કરવા માટે, કંપની ઘર/ઓફિસમાં રાઉટર ઇન્સ્ટોલ કરે છે. ઓપ્ટિક વાયરને તે રાઉટર સાથે જોડે છે. આ પછી, ફાઇબર સ્થિર હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરે છે.

કંપની એર ફાઈબર દ્વારા વાયરલેસ બ્રોડબેન્ડ સેવા પૂરી પાડી રહી છે. તે વાયરલેસ ડોંગલની જેમ કામ કરે છે, પરંતુ ઇન્ટરનેટની ઝડપ ઘણી વધારે છે. આ માટે કોઈપણ પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી. તે સરળતાથી સ્થાપિત થાય છે.

એરટેલ પહેલા જ દિલ્હી અને મુંબઈમાં એક્સ્ટ્રીમ એર ફાઈબર લોન્ચ કરી ચૂકી છે. કંપનીનો દાવો છે કે એરટેલ એક્સ્ટ્રીમ એર ફાઈબર વાઈ-ફાઈ ૫ રાઉટર કરતાં ૫૦% વધુ ઝડપી ઈન્ટરનેટ સ્પીડ પ્રદાન કરે છે. દેશના અન્ય ભાગોમાં એરટેલ એક્સ્ટ્રીમ એર ફાઇબર કયારે ઉપલબ્ધ થશે તે અંગે કંપનીએ હજુ સુધી માહિતી આપી નથી.

ખરીદદારો ૭,૭૩૩ રૂપિયા ચૂકવીને એરટેલ એક્સ્ટ્રીમ એર ફાઇબર ખરીદી શકે છે, જેમાં અલગથી ૧૮% GST શામેલ છે. આમાં, કંપની ૬ મહિનાના ડેટા પ્લાન માટે૨,૫૦૦ અને ૪,૪૩૫ની સિકયોરિટી ડિપોઝિટ લઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.