જેગુઆર લેન્ડ રોવર રિટેલર નેટવર્ક ભારતમાં ઓલ-ઇલેક્ટ્રિક,જેગુઆર આઇ-પેસના લોન્ચ માટે સજ્જ થઇ રહ્યા છે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયાએ આજે 23 માર્ચ 2021ના રોજ લોન્ચ થનારી પોતાની સૌપ્રથમ ઓલ-ઇલેક્ટ્રિક પર્ફોમન્સ એસયુવી જેગુઆર આઇ-પેસને આવકારવા માટે પોતાના રિટેલર નેટવર્ક તૈયાર હોવાની આજે જાહેરાત કરી છે.

19 શહેરોમાં સ્થિતિ બાવીસ રિટેલ આઉટલેટ્સ ઇફ્રાસ્ટ્રક્ચર તેમજ સેલ્સ અને આફ્ટર સેલ્સ ટેકો આપવા માટે હવે EV માટે તૈયાર છે. પ્રવર્તમાન જેગુઆર લેન્ડ રોવર રિટેલર ચાર્જીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહાનગરોને અને દેશભરના મહત્ત્વના શહેરી કેન્દ્રોને વિસ્તરિત રીતે આવરી લે છે. રિટેલર સ્ટાફને જેગુઆર લેન્ડ રોવર દ્વારા ઊંડાણપૂર્વકની અને EV પરના સમર્પિત કોર્સ અંગેની ઉગ્ર તાલીમ આપવામાં આવી છે, આમ તેમને ગ્રાહકોની દરેક જરૂરિયાતો અને પૂછપરછો સંતોષવા માટે સક્ષમ બનાવે છે.

જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયાના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર રોહિત સૂરીએ જણાવ્યું હતુ કે, “ઇલેક્ટ્રિક વ્હિકલ્સ ફક્ત પરિવહન માટેનો ફક્ત એક ઉકેલ જ નથી પરંતુ તે ધરાવવાથી જે તે વ્યક્તિ નવી માલિકીનો અનુભવ પ્રાપ્ત કરશે. અમે તે ઓળખી લીધુ છે અને EV ધરાવવું તે અમારા ગ્રાહકો માટે એક અંતરાયમુક્ત ખરો અનુભવ છે તેની ખાતરી કરવા માટે અમારા રિટેલર્સ સાથે અથાગ રીતે કામ કર્યુ છે.”

હાલમાં ભારતભરમાં રિટેલર સવલતો ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને વધુ સવલતો હાલમાં સ્થાપવામાં આવી રહી છે. વધુમાં જેગુઆર લેન્ડ રોવરના ગ્રાહકો તેમની જેગુઆર આઇ-પેસને ટાટા પાવરના દેશભરમાં 200 ચાર્જીંગ પોઇન્ટસથી વધુના EZ ચાર્જ નેટવર્ક વડે ચાર્જ કરવા માટે સક્ષમ બનશે. આ તમામ સુગમ સ્થાનો જેમ કે મોલ્સ, રેસ્ટોરન્ટ, ઓફિસ, રહેણાંક કોમ્પ્લેક્સ સહિત હાઇવે પર ઉપલબ્ધ છે. આ ચાર્જીંગ વિકલ્પો હોમ ચાર્જીંગ સોલ્યુશન્સથી ઉપરાંતના રહેશે અને તેને ડોમેસ્ટિક ચાર્જીંગ કેબલ અને 7.4 kw AC વોલ માઉન્ટેડ ચાર્જરની રીતે જેગઆર આઇ-પેસ સાથે એક સ્ટાન્ડર્ડ તરીકે પૂરા પાડવામાં આવશે.

જેગુઆર આઇ-પેસનું બુકીંગ્સ હાલમાં ખુલ્લુ છે. ઓલ-ઇલેક્ટ્રિક જેગુઆર આઇ-પેસ પરની વધુ માહિતી માટે કૃપા કરીને મુલાકાત લો www.jaguar.in


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.