આઇક્યુએ વૈશ્વિક સ્તરે ૨૫ મિલિયન યુનિટનું વેચાણ કર્યું, ઉપલબ્ધિની ઉજવણી કરતાં આઇક્યુ ક્વેસ્ટ ડેઝની જાહેરાત કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

બેજાેડ પ્રદર્શન અને રિવોલ્યુશનરી પાવર સાથે આઇક્યુએ જાહેર કર્યું છે કે તેણે વૈશ્વિક સ્તરે ૨૫ મિલિયનથી વધુ સ્માર્ટફોનનું વેચાણ કર્યું છે. આ ઉપલબ્ધિની ઉજવણી કરતાં આઇક્યુએ ૧૩ જુલાઇથી ૧૬ જુલાઇ સુધી આઇક્યુ ક્વેસ્ટ ડેઝની જાહેરાત કરી છે, જે અંતર્ગત આઇક્યુના ચાહકો પોતાની પસંદગીના આઇક્યુ ૭ સિરિઝ અને આઇક્યુ જેડ ૩ સ્માર્ટફોન ઉપર રૂ. ૪૦૦૦ સુધીની છૂટ જેવી બેજાેડ ઓફર્સનો લાભ લઇ શકે છે.

તમામ આઇક્યુ ગ્રાહકોનો આભાર વ્યક્ત કરતાં આઇક્યુ ઇન્ડિયાના ડાયરેક્ટર-માર્કેટિંગ ગગન અરોડાએ જણાવ્યું હતું કે, અમારી પ્રોડક્ટ્‌સને બેજાેડ પ્રતિસાદ આપવા બદલ અમે ગ્રાહકોનો આભાર વ્યક્ત કરીએ છીએ. આ ઉપલબ્ધિ અમારા ગ્રાહકોનો બ્રાન્ડ ઉપરનો વિશ્વાસ દર્શાવે છે. અમારી બ્રાન્ડની વિચારધારા આઇ ક્વેસ્ટ ઓન એન્ડ ઓન ઉપર ખરા ઉતરતાં અમે ઉત્તમ પ્રદર્શન કરતી પ્રોડક્ટ્‌સ રજૂ કરતાં રહીશું. અમારું લક્ષ્ય ગ્રાહકોને બેજાેડ અનુભવ પ્રદાન કરીને તેમને ખુશી અને ઉત્સાહ પ્રદાન કરવાનો છે. આઇક્યુ હંમેશા પોતાના મૂળ મીશનને લક્ષ્યમાં રાખશે અને ઉત્તમ ટેક્નોલોજી માટે પોતાની નિરંતર શોધને જાળવી રાખશે.

આઇક્યુ ક્વેસ્ટ ડેઝ અંતર્ગત ગ્રાહકો ૧૩ જુલાઇથી ૧૬ જુલાઇ, ૨૦૨૧ સુધી આકર્ષક ઓફર્સનો લાભ ઉઠાવી શકે છેઃ
આઇક્યુ ૭ સિરિઝ આ વર્ષે લોંચ કરાયેલી સૌથી પાવર-પેક અને ડાયનામિક સ્માર્ટફોન પૈકીના એક છે. સર્વશ્રેષ્ઠ ઇન-ક્લાસ હાર્ડવેર સ્પેસિફિકેશન અને સોફ્ટવેર ક્ષમતાઓથી સજ્જ આઇક્યુ ૭ અને ૭ લિજેન્ડ યુઝર્સને ઉત્તમ પ્રદર્શનનો અનુભવ પ્રદાન કરે છે. આઇક્યુ ૭ સિરિઝ એક ઇન્ટેલિજન્ટ ડિસ્પ્લે ચીપ, ૬૬ વોટ ફ્લેશ ચાર્જ, ૧૨૦ હટ્‌ઝ એમોલેડ ડિસ્પ્લે, ૪૮ મેગાપિક્સલ ઓઆઇએસ મેઇન રિયર કેમેરા, લિક્વિડ કૂલિંગ સિસ્ટમ વગેરેની સાથે ક્વાલકોમ સ્નેપડ્રેગન ૮ સિરિઝના પ્રોસેસરથી સ્માર્ટફોનનો બેજાેડ અનુભવ પ્રદાન કરવાની ખાતરી આપે છે.

ફુલ્લી લોડેડ આઇક્યુ જેડ ૩ સેગમેન્ટમાં ઉત્તમ પ્રદર્શન કરતો સ્માર્ટફોન છે અને તે ૫જી સ્માર્ટફોન છે, જે ઉત્તમ કેમેરા ટેકનીક અને મજબૂત હાર્ડવેર સ્પેસિફિકેશન્સ પ્રદાન કરે છે. નવીન ક્વાલકોમ સ્નેપડ્રેગન ૭૬૯જી ૫જી મોબાઇલ પ્લેટફોર્મથી સજ્જ છે. તે સ્મૂધ પ્રદર્શન અને સહજ વિડિયો સ્ટ્રિમિંગનો અનુભવ પ્રદાન કરે છે. આ સ્માર્ટફોન યુઝર્સની વ્યસ્ત જીવનશૈલી માટે આઇક્યુ જેડ૩ ૫૫ વોટ ફ્લેશચાર્જ તકનીક ધરાવે છે. આ ઉપરાંત સ્માર્ટફોન ૬૪ એમપી ઓટોફોકસ પ્રાઇમરી કેમેરા, ૧૨૦ હટ્‌ઝ રિફ્રેશ રેટ અને ઇમર્ઝિવ મોબાઇલ ગેમિંગ માટે ૧૮૦ હટ્‌ઝ ટચ સેમ્પલિંગથી સજ્જ છે. ફોનને ઓવરહિટિંગથી બચાવવા માટે જેડ ૩માં એક ફાઇવ-લેયર લિક્વિડ કૂલિંગ સિસ્ટમ છે.

આઇક્યુ મેક ઇન ઇન્ડિયાની પ્રતિબદ્ધતા હેઠળ આઇક્યુ ૭ સિરિઝ અને આઇક્યુ જેડ ૩નું નિર્માણ વીવોની ગ્રેટર નોઇડા સ્થિત સુવિધામાં કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.