આઇકુ દ્વારા ૧૫ હજાર ના બજેટ માં ફાસ્ટેટેસ્ટ ૫જી સ્માર્ટફોન ઝેડ ૬ લોન્ચ કર્યો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

આઇકુ એ આજે ભારતમાં આઇકુ ઝેડ ૬ ૫જી ના લોન્ચ સાથે તેના ઝેડ શ્રેણીના પોર્ટફોલિયોને વિસ્તાર્યો છે જે અલ્ટ્રાગેમીંગ એક્સપિરિયન્સ આપવાની ખાતરી આપે છે. ‘મેક ઈન ઈન્ડિયા’ માટે આઇકુ ની પ્રતિબદ્ધતા ચાલુ રાખીને, આઇકુ ઝેડ ૬ ૫જી નું ઉત્પાદન વિવો ની ગ્રેટર નોઈડા ફેસિલિટી ખાતે કરવામાં આવ્યું છે. ઉપરાંત, તેના મૂલ્યવાન ગ્રાહકોને વેચાણ પછીની સેવાનો સીમલેસ અનુભવ આપવા માટે, આઇકુ ગ્રાહકો હવે દેશભરમાં સ્થિત ૬૫૦ કંપનીની માલિકીના સેવા કેન્દ્રોમાંથી કોઈપણની મુલાકાત લઈ શકે છે.

લોન્ચ વિષે વાત કરતા આઇકુ ના ચીફ એકઝીકયુટીવ ઓફિસર નિપુણ માર્યા એ જણાવ્યું કે “ભારતમાં આઇકુ ઝેડ ૬ ૫જી ના લોન્ચ સાથે અમારી ઈંફુલ્લીલોડેડ ઝેડ સિરીઝને વિસ્તારવામાં અમને આનંદ થાય છે. અમે હંમેશા દરેક સ્માર્ટફોન માટે ઉચ્ચ-પ્રદર્શન ઓફર માટે પ્રયત્નશીલ રહીએ છીએ, અને ઝેડ ૬ ૫જી ના લોન્ચ સાથે, અમે ૧૫ હજાર ની કિંમત ના સેગમેન્ટમાં સૌથી ઝડપી ૫જી સ્માર્ટફોન ઓફર કરીને શોધ ચાલુ રાખીએ છીએ. અમને વિશ્વાસ છે કે અમારા જનરેશન ઝેડ ગ્રાહકોને આ પાવર-પેક્ડ ઉપકરણનો ઉપયોગ કરીને આનંદદાયક અનુભવ મળશે.”

આઇકુ ઝેડ ૬ ૫જી અમેઝોન.ઈન અને આઇકુ ઈ-સ્ટોર પર ૨૨મી માર્ચ ૨૦૨૨થી શરૂ થતા બે ભવ્ય રંગ વિકલ્પો ડાયનેમો બ્લેક અને ક્રોમેટિક બ્લુમાં ખરીદી માટે ઉપલબ્ધ થશે. ૪જીબી ૧૨૮ જીબી માટે રૂપિયા ૧૫,૪૯૯ (પ્રભાવી કિંમત – રૂપિયા ૧૩,૯૯૯), ૬ જીબી ૧૨૮ જીબી માટે ૈંરૂપિયા ૧૬,૯૯૯ (પ્રભાવી કિંમત – રૂપિયા ૧૪,૯૯૯) અને રૂપિયા ૧૭,૯૯૯ (પ્રભાવી કિંમત – રૂપિયા ૧૩,૯૯૯) ૬ જીબી ૧૨૮ જીબી માટે કિંમત છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.