![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/10/Image_02_Samsung-IntensiveWash™-Dishwasher_3000x2000-scaled.jpg)
સેમસંગ ભારતીય રસોઈ માટે ખાસ તૈયાર કરવામાં આવેલાં ઈન્ટેસિવ વોશ
સેમસંગ ભારતીય રસોઈ માટે ખાસ તૈયાર કરવામાં આવેલાં ઈન્ટેસિવ વોશ™ અને ટ્રિપલરિન્સ વિશિષ્ટતા સાથે ડિશ વોશરની રેન્જ લાવી, જે ૯૯.૯૯ ટકા સુધી ખાદ્યના જીવાણુને નાબૂદ કરે છે
ભારતની સૌથી વિશ્વાસુ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ખાસ ભારતીય રસોઈ માટે તૈયાર કરવામાં આવેલી તેની ઈન્ટેન્સિવ વોશTM ડિશ વોશરની રેન્જ ભારતમાં લોન્ચ કર્યાની ઘોષણા કરવામાં આવી છે.
ખાસ કરીને કિચનમાં હાઈજીનનાં ઉચ્ચ ધોરણો જાળવી રાખવાનું દરેક ભારતીય પરિવારો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આવા સંજોગોમાં ભારત માટે ડિશ વોશર્સની અમારી નવી રેન્જ ઉત્તમ હાઈજીન આપવા સાથે ઊર્જા અને જળ કાર્યક્ષમ પણ છે. અમને વિશ્વાસ છે કે અમારી નવી રેન્જ ગ્રાહકોને તેમની જીવનશૈલી અપગ્રેડ કરવામાં મદદ કરે છે અને ઘણા બધા લોકો ઘરમાંથી કામ કરી રહ્યા છે તેવા આ સમયમાં સુવિધાનો નવો સ્તર આપે છે, એમ સેમસંગ ઈન્ડિયાના કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ રાજુ પુલ્લને જણાવ્યું હતું.