ઇન્ફિનિક્સે લૉન્ચ કરી Hot11 શ્રેણી, જેમાં છે આ સેગમેન્ટમાં શ્રેષ્ઠ ડિસ્પ્લે ધરાવનાર Hot11S અને નવીનતમ હેલીઓ G88 પ્રોસેસર, 11K ની નીચે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

TRANSSION ગ્રૂપની પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ ઇન્ફિનિક્સે દેશમાં તેમની લોકપ્રિય HOT શ્રેણીના સ્માર્ટફોનમાં ઉમેરો કરતાં, HOT 11 શ્રેણી લૉન્ચ કર્યાની જાહેરાત કરી છે. ઉત્કૃષ્ટ ગ્રાહક અનુભવ પ્રદાન કરવાની HOT શ્રેણીની પરંપરાને આગળ ધપાવતા HOT 11 શ્રેણી ઇનોવેશનને આગલા સ્તર પર લઈ જવા માટે તૈયાર છે.

HOT 11S શ્રેણી તેના અગાઉની HOT શ્રેણી કરતાં ઘણી અપગ્રેડેડ છે. તેમાં અનેક ઉત્કૃષ્ટ ફીચર્સ છે, જેવા કે ઉત્કૃષ્ટ ગેમિંગ ટેક્નોલૉજી, પાવરફુલ પ્રોસેસર, આધુનિક OS, મોટી બૅટરી અને સુપર-શાર્પ કેમેરા. આ બંને ડિવાઇસ 4GB RAM/64 GB મેમરી સાથે આવશે. HOT 11S માં ત્રણ રંગ હશે – ગ્રીન વેવ, પોલર બ્લેક અને 7 ડિગ્રી પર્પલ. જ્યારે, HOT 11માં 4 આકર્ષક રંગ હશે- 7 ડિગ્રી પર્પલ, સિલ્વર વેવ, એમરાલ્ડ ગ્રીન અને પોલર બ્લેક. ઇન્ફિનિક્સ HOT 11S ફ્લિપકાર્ટ પર રૂ. 10,999/- માં તારીખ 21 સપ્ટેમ્બર 2021 થી ઉપલબ્ધ થશે અને HOT 11 રૂ. 8,999/- માં ટૂંક સમયમાં જ ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ કરાશે.

આ લૉન્ચ અંગે ટિપ્પણી કરતાં ઇન્ફિનિક્સ ઈન્ડિયાના CEO શ્રી. અનિશ કપૂરે કહ્યું, “અમારો ઉદ્દેશ વધારેમાં વધારે લોકોને સ્માર્ટફોનનો ઉત્તમ અનુભવ, સારી કિંમતમાં આપવાનો છે. અમારો આ હેતુ સાધ્ય કરવામાં અને યુઝર્સને અપગ્રેડ કરીને પાવરફૂલ અને કિફાયતી સ્માર્ટફોન અનુભવ પ્રદાન કરવામાં HOT શ્રેણીએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ઉપભોક્તાઓએ પણ તેનું સરસ સ્વાગત કરેલ છે કારણ કે દર વખતે નવું ડિવાઇસ અમે પ્રસ્તુત કરીએ ત્યારે તે FIST (ફર્સ્ટ ઇન સેગમેન્ટ ટેક્નોલૉજી) ફીચર્સથી સજ્જ હોય છે અને જે ફીચર્સ અન્ય બ્રાન્ડના ફોનમાં હોતી નથી. ઇનોવેશન દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાની ઇન્ફિનિક્સની ફિલસૂફીને કાયમ રાખીને ભારતમાં ઇન્ફિનિક્સ HOT11 શ્રેણી- HOT 11S અને HOT 11 લૉન્ચ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. અમારા લક્ષ્ય મુજબ આ HOT 11S શ્રેણી અમારી HOT શ્રેણીને આગલા સ્તર પર લઈ જશે કારણ કે તે પોતાના ચાહકોને પ્રદાન કરશે આધુનિક ટેક્નોલૉજી અને પાવરફૂલ હેલીઓ G88 પ્રોસેસર. અને તેથી આ શ્રેણી ગેમિંગ, કન્ટેન્ટ ક્રિએશન અને એવી બીજી પ્રવૃત્તિઓ માટે યોગ્ય સાબિત થશે.

હેલીઓ G88 સાથે ઇન્ફિનિક્સ HOT 11S આ પ્રોસેસર ધરાવનાર ભારતનો બીજો સ્માર્ટફોન બની ગયો છે. અમે ઉચ્ચ પરફોર્મન્સને સારા મૂલ્ય સાથે જોડીને આ સ્માર્ટફોન વડે વધુ ઓફર કરવા માંગતા હતા. આ ડિવાઇસમાં ડાર્લિંક ટેક્નોલૉજી છે, જે ડિવાઇસના પરફોર્મન્સને સુધારે છે અને શ્રેષ્ઠ બનાવે છે અને ગેમિંગ ક્ષમતાઓને પણ વધારે છે. તેની સ્ટાયલીશ ડિઝાઇન સાથે તેમાં કેટલાક એવા ફીચર્સ છે, જે આ સેગમેન્ટના બીજા ફોનમાં નથી, જેવા કે 50MP કેમેરા અને FHD+ રિઝોલ્યૂશન સાથે મોટી સ્ક્રીન અને 90Hz રિફ્રેશ રેટ, જેથી યુઝર્સ અવિરત કન્ટેન્ટ  માણી શકશે. આ ડિવાઇસ 18W ફાસ્ટ ચાર્જર અને ડ્યુઅલ DTS સ્પીકર્સથી સુસજ્જ છે.

બીજી બાજુ, HOT 11 યુવા ઉપભોક્તાઓ માટે એક આદર્શ ડિવાઇસ છે, જેઓ લોકડાઉન બાદ વિશાળ કન્ટેન્ટ વાપરી રહ્યા છે, ખાસ કરીને OTT એપ અને ગેમિંગ પ્લૅટફૉર્મ. મોબાઇલ ફોન હવે ખૂબ જ પર્સનલ બની ગયા હોવાથી આ ડિવાઇસ આપે છે, FHD+ રિઝોલ્યૂશન સાથે મોટી સ્ક્રીન, જેથી ઉપભોક્તાઓ કન્ટેન્ટ સરળતાથી માણી શકશે. HOT 11 શ્રેણી પાવરફૂલ સ્પેક્સ અને ઉપભોક્તા-કેન્દ્રિત ઇનોવેશનને સાથે લાવવાની પરંપરા ચાલુ રાખશે. આ બંને ફોન એટલે પોતાનો સ્માર્ટફોન અનુભવ વધુ આકર્ષક અને સશક્ત બનાવવા ઇચ્છતા ગ્રાહકોના ફીડબૅકના આધારે અમારા અથક પ્રયાસોનો પરિણામ છે. અમારા ઉપભોક્તાઓની સતત વધતી માંગણીઓથી પણ વધુ સારો અનુભવ પ્રદાન કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.”

અત્યાધુનિક ડિઝાઇન, ડિસ્પ્લે અને સાઉન્ડ: HOT 11S માં પાછળની બાજુ નવા પ્રકારની વેવ ડિઝાઇન અને કર્વી કેમેરા ઇન્ટરફેસ છે. આનો ડિસ્પ્લે તેના સેગમેન્ટમાં સર્વોત્તમ છે. તેના FHD+ રિઝોલ્યૂશન અને 90Hz રિફ્રેશ રેટ સાથે 6.78”  ડિસ્પ્લેથી તે અલગ તારી આવે છે અને યુઝર્સની આંગળીઓ અને તેની વચ્ચે સરળ ઇન્ટરેક્શન શક્ય બને છે. મોટી સ્ક્રીનને અનુરૂપ થાય તે રીતે આ સ્માર્ટફોનનો 180Hz ટચ સૅમ્પલિંગ રેટ છે જે લૅગ-ફ્રી સ્ક્રીન રિસ્પોન્સ આપે છે, જે ખાસ કરીને પ્રો ગેમર્સને ગેમિંગમાં સારો પરફોર્મન્સ આપવા માટે મદદરૂપ થાય છે. 500 NITS બ્રાઇટનેસ અને સ્ક્રીન પર મિનિમમ બેઝેલ્સ તથા 90.5% સ્ક્રીન-ટૂ-બોડી રેશો યુઝર્સને આકર્ષક વ્યુઇંગ અનુભવ પ્રદાન કરે છે. ડિસ્પ્લેના ઉપર રહેલ NEGના પ્રીમિયમ ડિનોરેક્સ T2X -1 ગ્લાસ પ્રોટેક્શનથી ડિવાઇસ ખૂબ જ મજબૂત અને ટકાઉ બને છે.

બીજી બાજુ, HOT 11, 6.6” આકારની સ્ક્રીન અને FHD+ રિઝોલ્યૂશન સાથે તેના વર્ગમાં શ્રેષ્ઠ ડિસ્પ્લે આપે છે. આ ડિવાઇસમાં છે 500 NITS બ્રાઇટનેસ અને સ્ક્રીન પર મિનિમમ બેઝેલ્સ તથા 90.5% સ્ક્રીન-ટૂ-બોડી રેશો અને 1500:1 કોન્ટ્રાસ્ટ રેશો.

આ બંને HOT 11 શ્રેણીના ડિવાઇસના વધુ બ્રાઇટ, રંગીન અને આકર્ષક વ્યુઇંગ અનુભવને DTS સરાઉન્ડ સાઉન્ડ વાળા સિનેમેટિક ડ્યુઅલ સ્પીકર્સનો સપોર્ટ છે, જેનો ઉપયોગ HOT શ્રેણીમાં પહેલી વાર કરાયો છે.

શ્રેષ્ઠ પરફોર્મન્સ અને સ્ટોરેજ: પ્રો-લેવલ ગેમર્સની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવેલ ઇન્ફિનિક્સ HOT 11S એ નવીનતમ પ્રોસેસર હેલીઓ G88 (12nm) ઓક્ટા-કોર પ્રોસેસર ધરાવનાર ભારતનું બીજું ડિવાઇસ છે, જેનો ANTUTU બેન્ચમાર્ક સ્કોર 238000 છે. આ પાવરફૂલ પ્રોસેસરમાં CPU ક્લોક સ્પીડ 2 GHz સુધી અને અત્યંત કાર્યક્ષમ 12nm પ્રોડક્શન પ્રોસેસ છે. અગાઉ જનરેશનના પ્રોસેસરથી વિપરીત આ નવીન પ્રોસેસરને મીડિયા ટેક હાઇપર એન્જિન 2.0 ગેમિંગ ટેક્નોલૉજીનો સપોર્ટ છે, જે ગેમિંગ અનુભવને વધુ સારો બનાવે છે. આ ડિવાઇસમાં ડારલિન્ક ટેક્નોલૉજી છે, જે ડિવાઇસનો પરફોર્મન્સ વધારે અને સુધારે છે અને ગેમિંગ ક્ષમતાને પણ વધારે છે. તેનું બુદ્ધિમાન મલ્ટી-નેટવર્ક પ્રેડિક્શન એન્જિન, ગીચ નેટવર્કમાં પણ અવિરત ગેમિંગ પરફોર્મન્સને સુનિચ્છિત કરે છે. રેપિડ રિસ્પોન્સ એન્જિન ઘણી લો લેટન્સી અને ઝડપી ટચ રિસ્પોન્સ આપે છે. અંતે, CPU અને GPU રિસોર્સિસ વચ્ચેનું ચતુર મેનેજમેંટ ગેમિંગના અનુભવને વધુ આગળ લઈ જાય છે. HOT 11 ને હેલીઓ G70 (12nm) ગેમિંગ પ્રોસેસરનું સમર્થન પ્રાપ્ત છે.

4GB RAM / 64 GB મેમરી વેરિયન્ટમાં ઉપલ્બધ બંને HOT 11 શ્રેણી ડિવાઇસમાં 3 કાર્ડ સ્લોટ છે (ડ્યુઅલ નેનો SIM + માઇક્રો SD) અને જેની એક્સપાન્ડેબલ મેમરી 256 GB સુધી છે. આ બંને ડિવાઇસ નવીનતમ એન્ડરોઈડ 11 પર ઓપરેટ થાય છે. અને અપ-ટૂ-ડેટ XOS 7.6 સ્કિન યુઝર્સને રિફ્રેશ્ડ આઇકોન, કલર થીમ ડિઝાઇન, રિફ્રેશિંગ વોલપેપર અને ક્લીનર ઇન્ટરફેસ સાથે સ્મૂધ અને ઝડપી સોફ્ટવેર UX માણવા માટે સક્ષમ બનાવે છે. કેટલાક ખાસ ફીચર્સ ઉમેરીને આ ડિવાઇસને વધુ મનોરંજક બનાવવામાં આવેલ છે, જેમ કે મેન્યૂ પર આર્ટિકલ્સની સ્વાઈપ સ્પીડ વધારવા માટે અલ્ટ્રા ટચ; OTT એપ્સના અવિરત વપરાશ માટે વિડીયો આસિસ્ટન્ટ; કોઈ પણ એપને પિક્ચર-ઇન-પિક્ચર મોડમાં મૂકવા માટે થંડર બૅક; ગેમ ઝોન વિગેરે. વધુ સુરક્ષા માટે આ નવીનતમ ઓપરેટિંગ સિસ્ટમમાં પર્સનલ એપને છુપાવવા માટે XHide જેવા બિલ્ટ-ઇન ફીચર્સ છે. થેફ્ટ અલર્ટ, પ્રૂફ અને સિક્યોર કાર્ડ મલ્ટિપલ એપ્સને તે ઇન્સ્ટોલ થયા બાદ પણ પર્સનલ ડેટાને એક્સેસ કરવા દેશે નહીં; સ્માર્ટ અને લોકલાઇઝ્ડ વપરાશ માટે, આ અપગ્રેડેડ ઓપરેટિંગ સિસ્ટમમાં એક XClone ફીચર છે, જે યુઝરને એક સાથે અનેક અકાઉન્ટમાં લૉગ ઇન કરવાની સુવિધા આપશે; ફોટો કમ્પ્રેસર ફીચર AI ગેલેરીમાં જગ્યા બચાવશે; Wi-Fi Smart comm ફીચર જ્યારે ડિવાઇસ સેવ કરેલ વાઇ-ફાઈના નેટવર્કમાં પ્રવેશે છે ત્યારે મોબાઇલ ડેટા વડે સેવ કરેલ નેટવર્ક સાથે ઓટો કનેક્ટ થાય છે; અને 360 ડિગ્રી ફ્લૅશલાઇટ ફીચર, જે યુઝરને તમામ આગળના અને પાછળના લાઇટ એક સાથે ચાલુ કરવા માટે સક્ષમ બનાવે છે.

શ્રેષ્ઠ કેમેરા: HOT 11Sએ ઇન્ફિનિક્સની શ્રેષ્ઠ કેમેરા પ્રદાન કરવાની પરંપરાને ચાલુ રાખી છે. હકીકતમાં, આ સેગમેન્ટનો આ દેશ નો પહેલો જ સ્માર્ટફોન છે જેમાં f/1.6 એપર્ચર અને ક્વાડ LED ફ્લૅશ, અચૂક પ્રોટ્રેટ શૉટ લેવા માટે 2 MP ડેપ્થ સેન્સરવાળી એક ગૌણ લેન્સ અને AI લેન્સ વાળો 50 MP AI ટ્રિપલ રિયર કેમેરા છે. તેમાં એક સંપૂર્ણ રીતે લોડેડ વિડીયો કેમેરા છે જેમાં વિવિધ ફીચર્સ છે જેવા કે – ટાઈમ લેપ્સ વિડીયો રેકોર્ડિંગ મોડ અને સ્લો મોશન વિડીયો મોડ, જે યુઝરને 240fps સાથે વિડીયો લેવા સક્ષમ બનાવે છે. યુઝર્સ બોકે વિડીયો રેકોર્ડિંગ મોડ દ્વારા વ્યાવસાયિક વિડીયો બનાવી શકે છે, જેમાં બૅકગ્રાઉન્ડ ઝાખી થાય છે અને તેથી મુખ્ય વસ્તુ પર ફોકસ કરીને તેને વધુ સ્પષ્ટ બતાવી શકાય છે. સુપર નાઇટ મોડ એ ઓછી રોશનીમાં પણ બ્રાઇટ અને લો-નોઇઝ પિક્ચર્સ લેવામાં મદદ કરે છે. યુઝર્સ શોર્ટ વિડીયો અને 2k રિઝોલ્યૂશન વાળા વિડીયો રેકોર્ડ કરી શકે છે. HOT 11 13MP f/1.8 એપર્ચર અને ક્વાડ LED ફ્લૅશ વાળા ડ્યુઅલ રિયર કેમેરા સાથે આવે છે. તેમાં એક વિડીયો કેમેરા પણ છે, જેમાં મલ્ટિપલ રેકોર્ડિંગ મોડ છે, જેવા કે સ્લો-મો, ટાઈમ લેપ્સ, 2k બોકે અને સુપર નાઇટ. આ બંને સ્માર્ટફોનમાં ફ્રન્ટમાં 8MP AI સેલ્ફી કેમેરા છે, જેમાં f/2.0 એપર્ચર અને ડ્યુઅલ LED ફ્લૅશ છે.

વિશાળ બૅટરી: HOT 11Sમાં એક હેવી ડ્યૂટી 5000mAh બૅટરી છે, જે સ્માર્ટફોનને લાંબા ઉપયોગ બાદ પણ ઓપરેશનલ રાખે છે. આ બૅટરી લગભગ 64 દિવસનો સ્ટેન્ડબાય સમય આપે છે. તે 27 કલાક નિરંતર વિડીયો પ્લેબૅક, 17 કલાક ગેમિંગ, 52 કલાક 4G ટોક-ટીમે, 182 કલાક મ્યુઝિક પ્લે-બૅક અને 17 કલાક વેબ સર્ફિંગ આપે છે. આ સ્માર્ટફોનમાં ટાઇપ C કેબલ વાળો 18W ફાસ્ટ ચાર્જ સપોર્ટ છે, જે તેને HOT શ્રેણીમાં ફાસ્ટ ચાર્જ ટેક્નોલૉજી ધરાવનાર પ્રથમ ડિવાઇસ બનાવે છે. જ્યારે, HOT 11 ને 5200mAh બૅટરીનું સમર્થન છે અને તે ટાઇપ C કેબલ વાળો 10W ચાર્જ સપોર્ટ ધરાવે છે. જો કે, આ બંને ડિવાઇસને પાવર મેરેથોન ટેક્નોલૉજીનું સમર્થન છે, જે પાવરને શ્રેષ્ઠ બનાવે છે અને બૅટરી બૅકઅપને 25% થી વધારે છે.

બંને HOT 11S અને HOT 11 એક અતિરિક્ત મૂલ્ય વર્ધિત ઈ-વોરંટી ફીચર સાથે આવે છે, જે તે ડિવાઇસની વોરંટીની તારીખ દર્શાવે છે અને યુઝરને દસ્તાવેજોની મગજમારીથી બચાવે છે.

પોતાના ગ્રાહક-કેન્દ્રિત અભિગમને અનુરૂપ ઇન્ફિનિક્સે ભારતમાં 700 શહેરોમાં 915+ સર્વિસ સેન્ટરો સાથે સર્વિસ સેન્ટરોનું એક જબરદસ્ત નેટવર્ક વિકસિત કરેલ છે, જે યુઝર્સને આફ્ટર-સેલ્સ સેવાઓ આપે છે. ઇન્ફિનિક્સ ડિવાઇસમાં પહેલાથી જ Carlcare એપ ઇન્સ્ટોલ કરેલ હોય છે, જે યુઝરને બતાવે છે કે સૌથી નજીકનું સર્વિસ સેન્ટર ક્યાં છે તથા તે સર્વિસ સેન્ટરમાં પાર્ટસ ઉપલબ્ધ છે કે નહીં, તે પણ દર્શાવે છે.

2013માં સ્થાપિત ઇંફિનિક્સ TRANSSION હોલ્ડિંગ્સનો એક બ્રાન્ડ છે, જે વિશ્વની સૌથી મોટી સ્માર્ટફોન ઉત્પાદન કંપની છે અને તે વૈશ્વિક સ્તરે ઊભરતા બજારોમાં અગ્રણી છે. જનરેશન ઝેડ ને લક્ષ્યમાં રાખીને ઇન્ફિનિક્સ એવા મોબાઇલ ડિવાઇસ બનાવવા પર ફોકસ કરે છે, જે ઝીણવટથી બનાવેલ હોય, જેમાં આધુનિક ટેક્નોલૉજી વાપરેલ હોય અને જે સુંદર સ્ટાઇલ, પાવર અને પરફોર્મન્સ આપે. ઇન્ફિનિક્સ ડિવાઇસ ટ્રેન્ડી, ઊર્જાવાન, પ્રાપ્ય અને પ્રગતિશીલ હોય છે, અને તેના દરેક પગલાં પર એન્ડ-યુઝરનો વિચાર કરેલ હોય છે. ‘દ ફ્યુચર ઈઝ નાઉ’ ના બ્રાન્ડ મંત્ર સાથે, ઇન્ફિનિક્સ આજના યુવાનોને ભીડથી અલગ રાખીને વિશ્વને એ બતાવવાની ક્ષમતા તેમને આપે છે કે તેઓ કોણ છે અને તેમની શી ઓળખ છે. આ બ્રાન્ડની ઉપસ્થિતિ આફ્રિકા, લૅટિન અમેરિકા, મધ્ય-પૂર્વ દેશો, દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ આશિયાના 40+ દેશોમાં વિકસી રહેલ બજારોમાં છે. બ્રિટિશ બિઝનેસ મેગેઝિન ‘આફ્રિકન બિઝનેસ’ દ્વારા જારી સૂચિમાં સૌથી લોકપ્રિય 30 બ્રાન્ડમાં આ બ્રાન્ડને સ્થાન મળ્યું હતું. 2018-2020 દરમ્યાન ઇન્ફિનિક્સમાં અભૂતપૂર્વ 160% વૃદ્ધિ જોવા મળી. અનોખી ડિઝાઇન અને મજબૂત મૂલ્ય દરખાસ્તો ઓફર કરનાર પ્રીમિયમ ડિઝાઇનવાળા ફ્લેગશિપ-લેવલ ડિવાઇસ બનાવવાનું ચાલુ રાખવાની કંપનીની યોજના છે. ઇન્ફિનિક્સે ભારતમાં ઘણા ડિવાઇસ લૉન્ચ કરેલ છે, જેવા કે સ્માર્ટ 3 પ્લસ, S4, S4 પ્રકાર, S5, S5 લાઇટ, S5 પ્રો, સ્માર્ટ HD 2021, સ્માર્ટ 5, ઝીરો 8i, અને HOT શ્રેણીના ફોન- HOT 7, HOT 7 પ્રો, HOT8, HOT 9, HOT 9 પ્રો, HOT 10, HOT 10 પ્લે અને HOT 10S. ઇન્ફિનિક્સે ભૂતકાળમાં ભારતમાં નોટ 10, નોટ 10 પ્રો અને નોટ 7 જેવા નોટ સીરિઝના ઘણા ઉત્પાદનો લૉન્ચ કરેલ છે. વધુમાં, ઇન્ફિનિક્સે આરોગ્ય, કલ્યાણ અને લાઇફ સ્ટાઇલ એક્સેસરીઝના ક્ષેત્રમાં પણ પગ મૂક્યો છે અને બૅન્ડ 5 સાથે ઇન્ફિનિક્સ Xબૅન્ડ 3 – વ્યાપક આરોગ્ય માપદંડોની દેખરેખ રાખતું ડિવાઇસ પહેલા જ લૉન્ચ કરી દીધેલ છે. ઇન્ફિનિક્સ પોતાની નોઇડા ખાતેની ઉત્પાદન સુવિધામાં ફોન ઉત્પાદન કરે છે, જે ‘મેક ઇન ઈન્ડિયા’ પહેલને અનુરૂપ છે. ઇન્ફિનિક્સના ઉપકરણો ભારતમાં ફ્લિપકાર્ટ પ્લૅટફૉર્મ પરથી વેચાય છે. 2020માં, આ કંપનીએ 32-ઇંચ અને 43-ઇંચ પ્રકારોમાં પ્રથમ એન્ડરોઈડ સ્માર્ટ ટીવી સીરિઝ ઇન્ફિનિક્સ X1 લૉન્ચ કરી છે અને પોતાના બ્રાન્ડ ‘SNOKOR’ હેઠળ ઓડિયો ગેજેટ સેગમેન્ટમાં ઝંપલાવ્યું છે, જે TWS ઈયરબડ્સ, ઈયરફોન અને સાઉન્ડબારની સ્ટાયલિશ અને કિફાયતી શ્રેણી પ્રસ્તુત કરે છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.