ભારતમાં પ્રીમિયર ટુ-વ્હિલર ટાયર બ્રાન્ડ રેઈસ લોન્ચ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

અમદાવાદ, ઓટોમોટિવ સેક્ટરમાં સૌથી જાણિતા નામોમાંના એક મહાનસરિઆ ગ્રૂપના ડિવિઝન રેઈસ મોટોએ ભારતમાં તેની પ્રીમિયર ટુ-વ્હિલર ટાયર બ્રાન્ડ રેઈસ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ભારતીય માર્ગો પર આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ટાયર્સ લઈ આવવા વિકસાવાયેલ અને ડિઝાઈન કરાયેલ રેઈસ ટાયર મહાનસરિઆ ગ્રૂપના મજબૂત વારસા અને તેના ડીએનએ તથા મિટાસની યુરોપીયન વંશાવળી અને સ્પેશિયલાઈઝ્‌ડ ટુ-વ્હિલ એપ્લિકેશન્સ અને ઓફ-રોડ ક્ષમતાની સમજનું કુદરતી વિસ્તરણ છે.

રેઈસ એક જર્મન શબ્દ છે, જેનો અર્થ પ્રવાસ થાય છે. યુરોપમાં ડિઝાઈન કરાયેલ અને ભારતમાં બનાવાયેલ રેઈસ ભારતમાં ટુ-વ્હિલર ગ્રાહકોના વધતા સેગ્મેન્ટ માટે તૈયાર કરાયેલ છે. રેઈસ મોટોના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર યોગેશ મહાનસરિઆએ જણાવ્યું હતું કે, આજના અત્યંત ગતિશીલ ભારતીય ટુ-વ્હિલર ક્ષેત્રમાં ઉત્સાહિ ડ્રાઈવર્સની સતત વિકસતી જરૂરિયાતો અને આકાંક્ષાઓ પૂરી કરવી ખૂબ જ મહત્વની છે, કારણ કે તેઓ તેમના મશીન પાસેથી માત્ર મુસાફરી કરતાં વધુ અપેક્ષા રાખે છે.

રેઈસ મોટો ભારતીય ટાયર ઉદ્યોગ અંગે અમારી સમજનું પરીણામ છે. અમારો આશય ભારતીય માર્ગો પર આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ટાયરોની રેન્જ માટેની માગમાં રહેલું અંતર પૂરું કરવાનો છે. અમારું પહેલું લક્ષ્ય વાહન ચલાવવાનો વૈશ્વિક અનુભવ પુરો પાડવો તથા ડ્રાઈવર્સને પૂરા આત્મવિશ્વાસ સાથે નવા માર્ગો પર વાહન ચલાવવા પ્રેરિત અને પ્રોત્સાહિત કરવાનો છે.

રેઈસ બ્રાન્ડ હેઠળ રેઈસ મોટોએ પહેલા તબક્કામાં ૨૬ એસકેયુ લોન્ચ કર્યા છે, જેમાં ૬ પેટા બ્રાન્ડ હેઠળ મોટરસાઈકલ કેટેગરી માટે ટ્રેઈલઆર, ટુરઆર , ટ્રેસઆર અને ટ્રુપઆર તથા સ્કૂટર્સ કેટેગરી માટે ટ્રીપઆર અને ટિ્‌વસ્ટઆરનો સમાવેશ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.