ભારતની પ્રથમ અને એકમાત્ર ઈ-સાઇકલ જે એક વાર ચાર્જ કર્યા બાદ 100 કિમી સુધી ચાલે છે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની સ્વદેશી ઈ- મોબિલિટી બ્રાન્ડ નેક્સઝૂ મોબિલિટીએ એક નવી મેડ ઇન ઈન્ડિયા, લોંગ રેન્જ ઈલેક્ટ્રિક સાઇકલ- રોડલાર્ક ઈલેક્ટ્રિક સાઇકલ લૉન્ચ કરેલ છે, જે એક વાર ચાર્જ કર્યા બાદ 100 કિમી સુધી ચાલે છે. દરેક ચાર્જમાં 100 કિમી. સુધી ચાલતી આ સાઇકલમાં મજબૂત કોલ્ડ રોલ્ડ સ્ટીલની ફ્રેમ, ઓટોમોટિવ ગ્રેડ બિલ્ડની ગુણવત્તા અને કાઢી શકાય એવી બૅટરી તથા ડ્યુઅલ ડિસ્ક બ્રેક્સ જેવી ગ્રાહકલક્ષી ખૂબીઓ છે. નવી રોડલાર્ક એક જબરજસ્ત ઇનોવેશન છે, જે દેખાય છે, તે કરતાં ખૂબ જ વધુ કાર્યક્ષમ છે અને મોટા ભાગની ઈલેક્ટ્રિક અને કેટલીક પેટ્રોલ સ્કૂટરો સાથે સ્પર્ધા કરવાની ક્ષમતા પણ તેમાં છે. આ નવી રોડલાર્ક શહેરમાં રોજબરોજની મુસાફરી માટે ઉત્તમ હોઈ સ્કૂટરોની સરખામણીએ કિંમત, રનિંગ કૉસ્ટ અને મેંટેનન્સના મામલે ચડિયાતી છે.
નેક્સઝૂએ ડિઝાઇન અને નિર્માણ કરેલ રોડલાર્ક એ ભારતની પહેલી મેડ ઇન ઈન્ડિયા 100 કિમી. રેન્જ વાળી ઈ-સાઇકલ છે. નેક્સઝૂની ટીમે એક નવી, વજનમાં હલકી ફ્રેમ ડિઝાઇન કરીને, ઉચ્ચ ક્ષમતાવાળી પાવરટ્રેન દ્વારા અને આધુનિક એનજી સ્ટોરેજ સોલ્યુશનનો સમાવેશ કરીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રોડલાર્ક લૉન્ચ કરીને પહેલી ઈલેક્ટ્રિક સાઇકલ અને સ્કૂટર બ્રાન્ડ બનવાના પોતાના મિશનની દિશામાં નેક્સઝૂએ વધુ એક ડગલું ભર્યું છે. રોડલાર્કમાં “ડ્યુઅલ બૅટરી સિસ્ટમ” છે. મુખ્ય બૅટરી 8.7 Ah ની હલકી, બદલી શકાય તેવી તથા ગૌણ બૅટરી 5.2 Ah ની ઇન-ફ્રેમ બૅટરી છે, જેને ઘરના સોકેટ ઉપર ચાર્જ કરી શકાય છે. આ નવી રોડલાર્કમાં પેડલેક મોડ પર 100 કિમી રાઇડિંગ રેન્જ તથા થ્રોટલ મોડ પર 75 કિમી રેન્જ છે. સુરક્ષિત અને આરામદાયક રાઇડિંગ અનુભવ માટે આ ઈ-બાઇક કલાકે 25 કિમી. ગતિ આપે છે. આમાં ડ્યુઅલ વેંટિલેટેડ ડિસ્ક બ્રેક્સ છે, જેથી તેમાં ત્વરિત ગતિ રોકવાની ક્ષમતા છે અને સુરક્ષિત અને આરામદાયક રાઇડિંગ માટે મજબૂત ફ્રન્ટ સસ્પેન્શન છે. આ નવી રોડલાર્કની કિંમત INR 42 હજાર છે. ગ્રાહકો નેક્સઝૂના 90+ ટચ પોઈન્ટ પરથી અથવા તો નેક્સઝૂ મોબિલિટીની અધિકૃત વેબસાઇટ પરથી આ ગાડી ખરીદી શકે છે.
આ નવી સાઇકલ અંગે નેક્સઝૂ મોબિલિટીના COO રાહુલ શોનકે કહ્યું, “આ અત્યાધુનિક રોડલાર્ક પ્રસ્તુત કરતાં અમે બહુ જ આનંદ અનુભવીએ છીએ. વજનમાં હલકી અદલાબદલી કરી શકાય એવી બૅટરી અને 100 કિમી રાઇડિંગ રેન્જ વાળી આ નવી રોડલાર્ક એટલે મેક ઇન ઈન્ડિયાના સામર્થ્યનો અને નેક્સઝૂના ગ્રાહકલક્ષી ડિઝાઇન અને એન્જીનિયરીંગનો પુરાવો છે. અમારી એન્જીનિયરીંગ અને ડિઝાઇન ટીમનો ફોકસ ગ્રાહક કેન્દ્રિત મોબિલિટી સોલ્યુશન આપવા ઉપર છે અને આ નવી રોડલાર્કના રૂપમાં એક સુપર લોંગ રેન્જ ઈલેક્ટ્રિક સાઇકલ પ્રસ્તુત કરીને ગ્રાહકોને પ્રસન્ન કરવાનો અમારો પ્રયાસ છે. આ એક એવી ઈલેક્ટ્રિક સાઇકલ છે, જે રોજબરોજનું પરિવહનનું સાધન તરીકે વાપરી શકાય છે, સ્કૂટરના સ્થાને પણ! આમાં 6 અલગ અલગ રાઇડિંગ મોડ છે, જેમાંથી ચાલક તેને જરૂર હોય તેવી ઈલેક્ટ્રિક સહાય માટે અને રાઇડિંગની આવશ્યકતા અનુસાર પસંદગી કરી શકે છે. ઈલેક્ટ્રિક સાઇકલના અરોગ્યલક્ષી લાભ હોય છે અને નવી સુપર લોંગ રેન્જ રોડલાર્કના મધ્યમથી ગ્રાહકલક્ષી, કિફાયતી અને સાફ-સૂથરું મોબિલિટી સોલ્યુશન પ્રસ્તુત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.”
નેક્સઝૂ મોબિલિટી મેક ઇન ઈન્ડિયા પહેલને વધુ આગળ ધપાવે છે. આ નવી રોડલાર્ક ભારતની ઇકોસિસ્ટમને ધ્યાનમાં રાખીને, દેશનું પર્યાવરણ અને અર્થવ્યવસ્થા બંનેને ઉત્તેજન આપવામાં યોગદાન આપવાના હેતુથી વિકસિત કરવામાં આવેલ છે. ગ્રાહકો દેશભરમાં નેક્સઝૂ ડીલરો પાસેથી અથવા તો તેની વેબસાઇટ પરથી આ ઈ-સાઇકલ ખરીદી શકે છે.
નેક્સઝૂ મોબિલિટી વિશે:
પહેલા અવન મોટર્સના નામે ઓળખાતી, ભારતની ઝડપથી આગળ વધી રહેલ ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક, નેક્સઝૂ મોબિલિટી 2015માં સ્થાપિત એક અગ્રણી EV OEM છે. ઇલેક્ટ્રિક વાહનોને દેશમાં મુખ્ય પ્રવાહના વાહનો બનાવવાના વિઝન સાથે આ કંપનીની સ્થાપના થઈ હતી. ગ્રાહકોને કેન્દ્ર સ્થાને મૂકીને નેક્સઝૂ મોબિલિટી પોતાના ગ્રાહકોને ઉત્કૃષ્ટ ઉત્પાદનો આપે છે, જે આધુનિક ફેક્ટરીમાં અને નિષ્ણાત વ્યવસાયિકોની દેખરેખ હેઠળ બનાવવામાં આવે છે. તેઓની ઉત્પાદન શ્રેણીમાં આધુનિક, કિફાયતી અને દેખાવડી ઈ-સ્કૂટરો અને ઈ-સાઈકલો સામેલ છે. ચાકણ ઓટોમોટિવ હબ ખાતે તેમનું ઉત્પાદન એકમ છે અને આ કંપનીના 90થી વધુ ડીલર ટચ પોઈન્ટ અને પોતાનું ઓનલાઇન સ્ટોર છે. ઘણા ઈ-કોમર્સ પોર્ટલપર તેમની ઉપસ્થિતિ છે. નેક્સઝૂ દેશની નંબર 1 અર્બન મોબિલિટી બ્રાન્ડ બનવાનું લક્ષ્ય રાખે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.