ઈન્ડિયાની ચોઇસ – હ્યુંડઈ “The all-new i20”ને મળ્યો ઈન્ડિયન કાર ઑફ ધ યર (આઈસીઓટીવાય) 2021 એવોર્ડ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

દેશની પહેલી સ્માર્ટ મોબિલિટી સર્વિસ પ્રોવાઇડર અને પોતાની શરૂઆતથી જ સૌથી મોટી નિકાસકાર હ્યુંડઈ મોટર ઈન્ડિયા લિમિટેડ (એચએમઆઈએલ)ને The all-new i20 માટે પ્રતિષ્ઠિત ઈન્ડિયન કાર ઑફ ધ યર 2021 (આઈસીઓટીવાય) એવોર્ડ મળ્યો છે. ભારતની સૌથી વધુ વિશ્વાસપાત્ર અને લોકપ્રિય કાર ઉત્પાદકના રૂપમાં હ્યુંડઈ મોટર ઈન્ડિયાને પોતાના ઉત્પાદનો all-new i20, VENUE, VERNA, CRETA, ELITE i20, GRAND i10 અને i10 માટે ક્રમશઃ 2021, 2020, 2018, 2016, 2015, 2014 અને 2008મા કુલ સાત વાર આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળી ચૂક્યો છે.
આઈસીઓટીવાય એવોર્ડનો નિર્ણય દેશના પ્રસિદ્ધ ઑટોમોટિવ પબ્લિકેશંસની 17 જ્યૂરી સભ્યોએ કર્યો. જ્યૂરીના સભ્યોમાં શ્રી યોગેન્દ્ર પ્રતાપ – ચેરમેન આઇસીઓટીવાય (ઑટો ટુડે), શ્રી રાહુલ ઘોષ (ઑટો ટુડે), શ્રી ધ્રુવ બહલ (ઑટોએક્સ), શ્રી ઈશાન રાઘવ (ઑટોએક્સ), શ્રી અસ્પી ભઠેના (કાર ઈન્ડિયા), શ્રી સરમદ કાદિરી (કાર ઈન્ડિયા), શ્રી સિરીશ ચંદ્નન (ઈવો ઈન્ડિયા), શ્રી અનિરુદ્ધ રંગનેકર (ઈવો ઇન્ડિયા), મિસ્ટર પાલ્બો ચટર્જી (મોટરિંગ વર્લ્ડ), શ્રી કાર્કિત વારે (મોટરીંગ વર્લ્ડ), શ્રી બેટ્રેડ ડિસૂઝા (ઓવર ડ્રાઇવ), શ્રી બૉબ રૂપાણી (ઓવરડ્રાઇવ), શ્રી મુરલીધરણ સ્વામીનાથન (ધ હિન્દુ બિઝનેસ લાઇન), શ્રી વિક્રાંત સિંહ (કારવાલે, બાઇકવાલે અને કારટ્રેડ), શ્રી કુષાન મિત્ર (ધ પાયોનિયર), શ્રી ગિરીશ કરકેરા (ટાઇમ્સ ઑટો) અને શ્રી ક્રાંતિ સંભવ (ટાઇમ્સ ડ્રાઇવ) સામેલ રહ્યાં.
આ પ્રસંગ પર હ્યુંડઈ મોટર ઈન્ડિયા લિમિટેડના એમડી તથા સીઈઓ શ્રી એસ.એસ. કિમે જણાવ્યું, “હ્યુંડઈમાં અમારા સૌ માટે આ ગર્વની પળ છે. અમે all-new i20 માટે સૌથી વધુ સમ્માનિત ઑટોમોટિવ એવોર્ડ ‘ઈન્ડિયન કાર ઑફ ધ યર 2021’ મળ્યો છે. all-new i20એ એક વાર ફરી પ્રીમિયમ હેચબેક સેગ્મેંટમાં સ્ટાંર્ડ્સ નવી રીતે વ્યાખ્યાયિત કર્યા છે અને નવી પેઢીની ભારતીય ગ્રાહકોની આશાઓને પૂર્ણ કરી છે.”
તેમણે આગળ જણાવ્યું, “ભારતને વૈશ્વિક ઉત્પાદન અને વાણિજ્યને ધ્યાનમાં રાખવાની લક્ષ્યની સાથે હ્યુંડઈએ પ્રગતિની દિશામાં 25 વર્ષ પહેલા અહીં પોતાની સફર શરૂ કરી હતી. આજે, સાથે-સાથે કદમ વધારતા અહીં સુધી પહોંચવાનો અમને ગર્વ છે, જ્યાં એક સસ્ટેનેબલ શ્રેશ્ઠ ઈકોસિસ્ટમ તૈયાર થયો છે, જે ભારતીય ઑટોમોટીવ ઈન્ડસ્ટ્રીને આગળ લઇ જવાનો માર્ગ બનાવી રહ્યો છે. 7મો આઈસીઓટીવાય એવોર્ડ જીતવો હ્યુંડઇ બ્રાંડમાં ગ્રાહકોના વિશ્વાસ અને ભરોસાનું પ્રતિક છે. અમે અમારા તમામ ગ્રાહકો, ભાગીદારો, સરકાર, મીડિયા અને જ્યૂરી સભ્યોને all-new i20ને પ્રતિષ્ઠિત ઈન્ડિયન કાર ઑફ ધ યર 2021 પસંદ કરવા માટે આભાર વ્યક્ત કરીએ છીએ.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.