હ્યુંડઈએ ૨૦૨૦ની બહુપ્રતિક્ષિત કાર The all-new i20નું બુકિંગ શરૂ કર્યું

ગેઝેટ્સ
ગેઝેટ્સ

નવી દિલ્હી
દેશની પહેલી સ્માર્ટ મોબિલિટી સોલ્યુશન પ્રદાતા અને પોતાની શરૂઆતથી જ સૌથી મોટી નિકાસકાર હ્યુંડઈ મોટર ઈન્ડિયા લિમિટેડે The all-new i20 માટે બુકિંગ શરૂ કરવાની જાહેરત કરી છે. હવે ગ્રાહક હ્યુંડઈ ક્લિક ટુ બાય પ્લેટફોર્મhttps://clickto buy . hyundai.co.inના માધ્યમથી ઑનલાઇન કે દેશભરમાં હ્યુંડઈ ડિલરશિપ પર ૨૧,૦૦૦ રૂપિયામાંThe all-new i20ની બુકિંગ કરી શકશે. બુકિંગની શરૂઆત ૨૮ ઓકટોબર, ૨૦૨૦ સવારથી થઇ ગઇ છે. રાષ્ટ્રીય સ્તર પર તેનું લોન્ચિંગ ૫ નવેમ્બર, ૨૦૨૦ના રોજ થશે.”i20 હ્યુંડઈ માટે શ્રેષ્ઠત્તમ પરફોર્મંસ કરનારી બ્રાંડ રહી છે, જે પાછલા એક દાયકાથી વધુ સમયથી આધુનિક ભારતીય ગ્રાહકોની આકાંક્ષાઓને પૂરી કરી રહી છે.The all-new i20પોતાની સ્લિક સ્ટાઇલ, થ્રિલિંગ પરફોર્મંસ અને અનોખી ટેક્નોલોજીના દમ પર પ્રીમિયમ હેચબેક સેગ્મેંટમાં નવા ધોરણો સ્થાપિત કરવા માટે પૂર્ણ રીતે સજ્જ છે.” તેમણે આગળ જણાવ્યું, “હ્યુંડઈ સ્માર્ટ ભારતીય ગ્રાહકોને શ્રેષ્ઠત્તમ અનુભવ આપવા માટે સ્માર્ટ કાર લાવવા માટે પ્રતિબદ્ધ છે.The all-new i20 ભારતીય ગ્રાહકોને એવા ઉત્પાદનોથી સશક્ત કરવાની દિશામાં અમારા પ્રયત્નોનું પરિણામ છે, જે ન માત્ર તેમની આશાઓ વધારશે, પરંતુ તેમની કલ્પનાઓને નવી પાંખો આપશે.”

ગ્રાહકોને વ્યાપક વિકલ્પ આપવા માટે હ્યુંડઈ The all-new i20ને મેગ્ના, સ્પોર્ટઝ, એસ્ટા તથા એસ્ટા (ઓ) વેરિયંટમાં રજૂ કરશે. સાથે જ ગ્રાહક પેટ્રોલ, ડિઝલ અને ટર્બો પેટ્રોલ બીએસ૬ એન્જિનમાં પસંદ કરી શકશે. આ ઉપરાંત અનેક ટ્રાન્સમિશન ઑપ્શન આપવામાં આવ્યા છે, જેમાં સેગ્મેંટમાં પહેલી વાર ઈંટેલિજેંટ મેનુઅલ ટ્રાંસમિશન (iMt), ઈંટેલિજેંટ વેરિએબલ ટ્રાંસમિશન (આઈવીટી), ૭- સ્પીડ વાળા ડ્યુઅલ ક્લચ ટ્રાંસમિશન (ડીસીટી) અને મેનુઅલ ટ્રાંસમિશન જેવા વિકલ્પ સમાવિષ્ટ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.