હ્યુંડઈએ ભારતમાં ઇલેક્ટ્રિફિકેશન પ્રત્યે કટિબદ્ધતા દર્શાવી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

દેશની પહેલી મોબિલિટી સૉલ્યૂશન પ્રોવાઇડર અને સ્થાપના બાદથી જ સૌથી મોટી નિકાસકર્તા હ્યુંડઈ મોટર ઈન્ડિયા લિમિટેડ (એચએમઆઈએલ)એ આજે ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટી રિવોલ્યૂશનને આગળ વધારવા માટે રોડ મેપની જાહેરાત કરી. આ અંતર્ગત 2028 સુધી ભારતીય બજાર માટે બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ (બીઈવી) લાઇન અપને 6 વ્હીકલ સુધી વિસ્તાર આપવામાં આવશે. આ ઉપરાંત, હ્યુંડઈ સ્માર્ટ ભારતીય ગ્રાહકો પ્રત્યે પોતાની કટિબદ્ધતાને પ્રદર્શિત કરતા ભારતમાં પોતાના ડેડિકેટેડ બીઈવી પ્લેટફોર્મ – ઈ-જીએમપી પણ રજૂ કરશે.

આ જાહેરાત પર હ્યુંડઈ મોટર ઈન્ડિયા લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી એસએસ કિમે જણાવ્યું, “2019માં ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક એસયૂવી – કોના ઇલેક્ટ્રિકની લૉન્ચિંગની સાથે હ્યુંડઈ ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટી ક્રાંતિમાં સૌથી આગળ આવી રહી છે. હ્યુંડઈ મોટર ઈન્ડિયા પાછલા અઢી દાયકોમાં સૌથી નવીન અને તકનીકી રૂપથી ઉન્નત મોબિલિટી સૉલ્યૂશનની સાથે ગ્રાહકોને આનંદિત કરી રહી છે. મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરવાના પોતાના પ્રયાસ અંતર્ગત આજે અમે 2028 સુધી ભારતીય બજાર માટે પોતાની બીઈવી લાઇન-અપને 6 વ્હીકલ સુધી વિસ્તારિત કરવાની જાહેરાતની સાથે ભારતીય ગ્રાહકો પ્રત્યે પોતાની કટિબદ્ધતા પ્રદર્શિત કરી રહ્યા છે. અમે લોકોને મોબિલિટીથી આગળનો અનુભવ આપી રહ્યાં છે અને ઇંટેલિજેંટ ટેક્નોલોજી, સસ્ટેનેબિલિટી અને ઇનોવેશન પર અમારૂં ધ્યાન છે. આ વિચારને ધ્યાનમાં રાખતા અમે ભારતમાં બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ માટે પોતાના ડિડેકેટેડ બીઈવી પ્લેટફોર્મ – ઈ-જીએમપીની સાથેસાથે મૉડિફાઇડ પ્લેટફોર્મ પર રજૂ કરીશું. હ્યુંડઈ ભારતમાં વ્યાપક સ્તરે ઇલેક્ટ્રિક મોબિલિટીને અપનાવતા એક ઉજ્જવળ અને શ્રેષ્ઠ આવતીકાલના પરિવર્તનનો આધાર બનશે.”

ઇલેક્ટ્રિક ગ્લોબલ મૉડ્યુલર પ્લેટફોર્મ (ઈ-જીએમપી)

હ્યુંડઈ મોટર ગ્રુપે વૈશ્વિક સ્તર પર ભવિષ્યના ઇલેક્ટ્રિક વ્હીકલ માટે પોતાના ઈ-જીએમપી ડેડિકેટેડ બીઈવી પ્લેટફોર્મનું પ્રદર્શન કર્યું, જે બ્રાંડ માટે એક નવા યુગનું પ્રતિક છે. પંપ-ટૂ-પ્લગ ક્રાંતિને આગળ વધારતા હ્યુંડઈ આ ડેડિકેટેડ બીઈવી પ્લેટફોર્મની સાથે ભવિષ્યના ઇલેક્ટ્રિક વ્હીકલના વિકાસમાં અગ્રણી હશે. આ ડેડિકેટેડ પ્લેટફોર્મ પર બેટરી મોટર અને પાવર ઇલેક્ટ્રિક સિસ્ટમ સહિત વ્હીકલ ચેસિસ ઉપલબ્ધ હશે. વિસ્તારની સંભાવનાઓની સાથે આ પ્લેટફોર્મ વિભિન્ન પ્રકારના વાહનોનું કરોડરજ્જૂ બનશે. ઈ-જીએમપી પર વિકસિત ઇંટીરિયર પેકેજિંગ વ્હીકલ્સમાં ફ્લેટ ફ્લોર, સ્લિમ કોકપિટ અને ફ્લેક્સિબલ તથા સ્પેશિયસ કેબિનનો વિકલ્પ હશે. ઈ-જીએમપીને 4 મુખ્ય સ્તંભો પર વિકસિત કરવામાં આવ્યું છેઃ

  • મૉડ્યૂલરિટી – એક પ્લેટફોર્મ જ્યાં અનેક બોડી ટાઇપ્સનો વિકલ્પ હશે, મૉડ્યૂલરાઇઝ્ડ બેટરી સિસ્ટમ હશે અને બીવીઈ કંપોનેંટ શેરિંગમાં વધુ તાલમેલ બનશે.
  • વિશ્વસનીયતા – લો બેટરી ઑફ ગ્રેવિટી, અલ્ટ્રા હાઈ સ્ટ્રેંથ સ્ટીલના ઉપયોગ અને 8-પોઇન્ટ બેટરી માઉંટિંગની સાથે ઈ-જીએમપી ભવિષ્યના વધુ વિશ્વસનીય બીઈવીનો માર્ગ મોકળો કરશે.
  • ઉપયોગિતા – ફ્લેટ ફ્લોર અને ફ્લેક્સિબલ સીટિંગ લેઆઉટની સાથેસાથે સ્ટાઇલિંગ કંસોલ તથા સ્લાઇડિંગ સેકેંડ રો વાળા ઇનોવેટિવ ઇંટીરિયર સ્પેસની સાથે ઈજીએમપી ઉપયોગિતનો એક નવા પરિમાણની શરૂઆત કરશે.
  • પ્રદર્શન – 77.4 kwh સુધીની મોટી બેટરી ક્ષમતા, 2WD ક્ષમતા, શ્રેષ્ઠ હેંડલિંગ અને 260 કિમી/કલાકની ટોચની ગતિ પ્રાપ્ત કરવાની ક્ષમતાની સાથે ઈ-જીએમપી ફન-ટૂ-ડ્રાઇવ ઇલેક્ટ્રિક વ્હીકલના નવા યુગમાં ડગલુ રાખશે.

વધુ જાણકારી માટે લૉગ ઑન કરો www.hyundai.co.in

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.