હંગરીની બાઈક નિર્માતા કંપની કિવેએ ભારતમાં ચોથું ટુવ્હીલર લોન્ચ કર્યું

ગેઝેટ્સ
ગેઝેટ્સ

નવીદિલ્હી, હંગરીની બાઈક નિર્માતા કંપની Keewayએ ભારતમાં તેમની ચોથું ટુ વ્હીલર લોન્ચ કર્યું છે. કંપનીએ એક નવી મોટરસાયકલ Keeway V302C લોન્ચ કરી છે. આ ૩૦૦ સીસી સેગમેન્ટમાં બોબર બાઇક છે. બાઈકનો લૂક તમને Harley Davidson Iron 883 ની યાદ અપાવી શકે છે. ખાસ વાત એ છે કે આ બાઈકને માત્ર ૧૦ હજાર રૂપિયામાં બુક કરાવી શકો છો. દ્ભીીુટ્ઠઅ ફ૩૦૨ઝ્ર બોબર બાઈકની કિંમત ૩.૮૯ લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેને ત્રણ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવી છે. દરેક કલરની પ્રાઈસ અલગ રાખવામાં આવી છે. શું છે કિંમત (એક્સ-શોરૂમ), ગ્લોસી ગ્રે કલરની કિંમત – ૩,૮૯,૦૦૦ રૂપિયા, ગ્લોસી બ્લેક કલરની કિંમત – ૩,૯૯,૦૦૦ રૂપિયા, ચમકતા લાલ કલરની કિંમત – ૪,૦૯,૦૦૦ રૂપિયા દ્ભીીુટ્ઠઅ ફ૩૦૨ઝ્ર બોબર મોટરસાયકલમાં ૨૯૮ સીસીનું ફ-ટિ્‌વન એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન ૫,૮૦૦ આરપીએમ પર ૨૯.૧ બીએચપી અને ૬,૫૦૦ આરપીએમ પર ૨૬.૫ એનએમ જનરેટ કરે છે. એન્જિનને ૬ સ્પીડ ટ્રાન્સમિશન સાથે જાેડવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે ચેનની જગ્યાએ બેલ્ટ ફાઈનલ ડ્રાઈવ છે. આ ડ્યુઅલ ચેનલ છમ્જી અને એલોય વ્હીલ્સ સાથે આવે છે. બાઈકની બંને સાઈડ ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. તેમાં ફ્રન્ટમાં ૩૦૦દ્બદ્બ ડિસ્ક અને રિયરમાં ૨૪૦દ્બદ્બ ડિસ્ક મળે છે. વજનની વાત કરીએ તો આ ખુબ જ ભારે નથી. તેનું વજન માત્ર ૧૬૭ કિલોગ્રામ છે. કંપનીએ સીટ હાઈટ પણ ૬૯૦ મિમિ રાખી છે. એટલે કે નાની હાઈટના લોકો પણ તેને સરળતાથી ચલાવી શકે છે. અને ૧૫ ઙ્મૈંીિ ફ્યુઅલ ટેંક કેપેસીટી છે અને તેમાં આગળની બાજૂએ ૧૨૦દ્બદ્બ ટ્રાવેલની સાથે ેંજીડ્ઢ ટેલિસ્કોપિક ફોર્ક્‌સ અને ૪૨દ્બદ્બ ટ્રાવેલ સાથે પાછળની બાજૂએ એલોય ડેમ્પ્ડ ટેલિસ્કોપિક કોઈલ સ્પિંગ છે. કીવી ઇન્ડિયાએ હવે આ મોટરસાયકલનું બુકિંગ શરૂ કરી દીધું છે અને ડિલીવરી સપ્ટેમ્બર ૨૦૨૨ માં શરૂ થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.