હોન્ડા હૉર્નેટ 2.0 રેપ્સોલ એડિશનનું બુકિંગ શરૂ, જાણો કિંમતથી લઈને ફીચર્સની માહિતી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

હોન્ડા ટૂ વ્હીલર્સ ઈન્ડિયાએ તાજેતરમાં જ હૉર્નેટ 2.0ની સ્પેશિયલ એડિશન રેપ્સોલ લોન્ચ કરી છે. કંપનીએ તેનું બુકિંગ પણ ઓફિશિયલ સાઈટ પર શરૂ કર્યું છે. તેની મિનિમમ બુકિંગ અમાઉન્ટ 5 હજાર રૂપિયા છે. નેકેડ સ્ટ્રીટ ફાઈટર કંપનીનું લેટેસ્ટ મોડેલ છે, જે 180-200cc સેગમેન્ટમાં સ્પોર્ટી બાઈક છે. રેપ્સોલ વેરિઅન્ટને MotoGP હેરિટેજ લીધે તેને કોઈ પરિચયની આવશ્યકતા નથી. તે જ રીતે હોન્ડાને તેને એક વિશેષ સ્થાન આપ્યું છે.

લિમિડેટ પ્રોડક્શન સાથે હોન્ડા હૉર્નેટ 2.0 રેપ્સોલ વેરિઅન્ટમાં સ્ટાન્ડર્ડ વેરિઅન્ટની સરખામણીએ ફાસ્ટ બાઈકનો લુક આપ્યો છે. તેની કિંમત 1.28 લાખ (એક્સ શૉરૂમ, ગુરુગ્રામ) છે. જોકે કંપનીએ તેના મિકેનિકલ સિસ્ટમમાં કોઈ ફેરફાર કર્યો નથી.

બાઈકમાં ટ્રિપલ ટોન ઓરેન્જ, વ્હાઈટ અને રેડ કલર મળે છે. જ્યારે વ્હીલ્સ પર ઓરેન્જ પેઈન્ટ સ્કીમ જોવા મળે છે. ફ્રન્ટ ફેન્ડર અને એન્જિન એરિયાને બ્લેક કલર કરાયો છે. હેડલેમ્પ ચિન સેક્શન અને ટેન્કે એક્સટેન્શનન પર રેડ ટચ જોવા મળે છે. હોન્ડા હૉર્નેટ 2.0 રેપ્સોલ વેરિઅન્ટનો ઉપરનો ભાગ ઓરેન્જ કલરનો છે.

આ નવાં વેરિઅન્ટમાં 184.4cc BS6 કમ્પલાયન્ટ સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ અને ફ્યુલ ઈન્જેક્ટ એન્જિનથી સજ્જ છે, જે 8500 rpm પર 17hpનો મેક્સિસમ પાવર આઉટપુટ અને 6000 rpm પર 16.1 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5 સ્પીડ ટ્રાન્સમિશન મળે છે.

જોકે બાઈકની કિંમત અન્ય કોમ્પિટિટર્સ બાઈક કરતા મોંઘી છે. તે આ સેગમેન્ટમાં ફર્સ્ટ usd ફ્રન્ટ ફોર્ક્સ અને મોનોશોક રિયર સસ્પેન્શન સાથે આવે છે, જે પ્રિ લોડેડ માટે એડ્જસ્ટેબલ છે. હૉર્નેટ 2.0 મેટ એક્સિસ ગ્રે મેટાલિક, મેટ માર્વલ બ્લૂ મેટાલિક, મેટ સંગરિયા રેડ મેટાલિક અને પર્લ ઈગનીસ કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે.

આ પેડલ ટાઈપ અપ ફ્રન્ટ (276mm), રિયર (220mm) અને સિંગલ ચેનલ ABS સિસ્ટમથી સજ્જ છે. હૉર્નેટ 2.0એ હૉર્નેટ 160R લાઈનઅપને રિપ્લેસ કર્યું છે. આ વેરિઅન્ટની કિંમત 2000 રૂપિયા વધારે છે. તેમાં LED હેડ લેમ્પ, LCD ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, હેઝર્ડ લાઈટ સ્વિચ, LED ટેઈલ લેમ્પ અને ઈન્ડિકેટર્સ જેવાં ફીચર્સ મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.