હોન્ડા કાર્સ ઇન્ડિયાએ તહેવારોની મોસમના પગલે આકર્ષક ધિરાણ યોજનાઓ આપવા માટે ઇન્ડસઇન્ડ બેંક સાથે જોડાણ કર્યું

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતમાં અગ્રણી પ્રીમિયમ કાર નિર્માતા કંપની હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડ (HCIL)એ પોતાના ગ્રાહકોની વિવિધ ધિરાણ અને ચુકવણી સંબંધિત જરૂરિયાતોને પૂરી કરવા માટે સરળ, પરવડી શકે તેવી અને પર્સનલાઇઝ્ડ ધિરાણ યોજનાઓ તેમને પૂરી પાડવાના ઉદ્દેશથી ઇન્ડસઇન્ડ બેંક સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી ગ્રાહકોને હોન્ડા અમેઝ અને હોન્ડા સિટી જેવી કારની ખરીદી પર કસ્ટમ-બિલ્ટ ધિરાણ સમાધાન જેમ કે લૉ કોસ્ટ EMI, ફ્લેક્સી ટર્મ, એક્સ શો રૂમ કિંમતના 100% સુધી ધિરાણ અને ખેડૂતો જેવા ચોક્કસ ગ્રાહક જૂથ માટે કસ્ટમાઇઝ્ડ સ્કીમ્સ ઉપલબ્ધ કરાવશે.

આ ભાગીદારી અને વિશેષ યોજનાઓના પ્રારંભ પર ટિપ્પણી કરતા હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ડાયરેક્ટર, માર્કેટિંગ એન્ડ સેલ્સ શ્રી. રાજેશ ગોયલે જણાવ્યું હતું કે, “ઇન્ડસઇન્ડ બેંક સાથેની અમારી ભાગીદારી, પગારધારક અને સ્વરોજગારો એમ બંને પ્રકારના વૈવિધ્યતાપૂર્ણ ગ્રાહક જૂથ માટે વ્યક્તિગત પરિવહન વધુ સુગમ અને પરવડી શકે તેવું બનાવવા માટે અમારા પ્રયાસોનું વિસ્તરણ છે. આગામી તહેવારોની મોસમમાં અમને માંગમાં વધારો થવાની આશા છે, અને આ ભાગીદારી સાથે અમે સરળ, અગવડ-મુક્ત અને પર્સનલાઇઝ્ડ સમાધાનો જે ખરીદીને પ્રોત્સાહિત કરવા અને કારમાલિકીના અનુભવને વદારવા ડિઝાઇન કર્યા છે, તે ઓફર કરીશું.” તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, “ઇન્ડસઇન્ડ બેંકના ડિસ્ટ્રીબ્યુશન પોઇન્ટ્સ અને શાખાઓના વ્યાપક નેટવર્કના સહારે, અમે અમારી પહોંચ અને ઉપસ્થિતિને સમગ્ર દેશમાં વધારીશું અને બ્રાન્ડ ઇન્ટરએક્શન અને ખરીદીની પ્રક્રિયા ગ્રાહકો માટે વધારે સરળ બનાવીશું.”

આ ભાગીદારી વિશે વાત કરતા ઇન્ડસઇન્ડ બેંકના કન્ઝ્યુમર ફાઇનાન્સ વિભાગના વડા, શ્રી. એસ.વી.પાર્થસારથીએ જણાવ્યું હતું કે, “હોન્ડા કાર્સ ઇન્ડિયા સાથે ભાગીદાર બનવા બદલ અમે ગર્વ અને રોમાન્ચની લાગણી અનુભવીએ છીએ. આની સાથે, અમારા ગ્રાહકો નિર્વિઘ્ને ધિરાણ મેળવી શકશે અને આખરે પોતાના સપનાની કાર ચલાવી શકશે.” આ ભાગીદારી પર વધારે વિસ્તારપૂર્વક જણાવતા, ઇન્ડસઇન્ડ બેંકના એક્ઝિક્યુટીવ વાઇસ ચેરમેન શ્રી. ટી.એ. રાજગોપાલને જણાવ્યું હતું કે, “હોન્ડા કાર્સ ઇન્ડિયા સાથેનું અમારું જોડાણ ગ્રાહકોના અનુભવને સમૃદ્ધ બનાવશે અને દરેક વ્યક્તિને અનુકૂળ અમારી ધિરાણ યોજનાઓ, ઉષ્માસભર ગ્રાહક સેવાઓ અને સઘન માર્કેટ નોલેજને આધારે પોતાના સપનાની કાર ખરીદવાની સફરમાં તેમની મદદ કરશે. આ આકર્ષક અને કસ્ટમાઇઝ્ડ ધિરાણ યોજનાઓને સમગ્ર ભારતમાં અમારા નેટવર્ક દ્વારા અનુસરવામાં આવતી સરળ દસ્તાવેજીકરણ પ્રક્રિયા મારફત પ્રાપ્ત કરી શકાય છે.”

આપણી સામે આવી રહેલી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને, HCILએ PSU બેંક, રિટેઇલ ફાઇનાન્સકર્તાઓ અને NBFC સહિત મલ્ટીપલ ધિરાણકર્તાઓ સાથે જોડાણ કર્યું છે, જેમાં કંપનીનું ધ્યાન એવા અર્ધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારો પર છે, જ્યાં કારની ખરીદી દરમિયાન ગ્રાહકોને સ્પર્ધાત્મક વ્યાજ દર અને અનુકૂળ ચુકવણીના વિકલ્પો ઉપલબ્ધ કરાવી શકાય. આ ખરીદીની મોસમને વધુ આકર્ષક અને રિવૉર્ડિંગ બનાવવા માટે વિશેષ યોજનાઓ પણ પ્રસ્તાવિત કરી છે. આ યોજનાઓ પ્રવર્તમાન કોવિડ પરિદૃષ્યમાં, જ્યાં વધુને વધુ ગ્રાહકો પોતાને સુરક્ષિત અને સ્વસ્થ રાખવા માટે વ્યક્તિગત પરિવહનનો વિકલ્પ અપનાવી રહ્યા છે, ત્યાં ગ્રાહકોને ખરીદી માટે સરળ વિકલ્પો ઉપલબ્ધ કરાવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.