હાયર ઈન્ડિયાએ સેલ્ફ ટેક્નોલોજી સેલ્ફ ટેક્નોલોજીની સાથે તમામ ઋતુ માટે નવુ એનર્જી એફિશિયંટ ક્લિનકૂલ એસી રજૂ કર્યું

ગેઝેટ્સ
ગેઝેટ્સ

હોમ અપ્લાયંસેસ તથા કંઝ્યુમર ઈલેક્ટ્રોનિકમાં ગ્લોબલ લીડર અને સતત 12 વર્ષ સુધી મોટા અપ્લાયંસેસમાં વિશ્વની નંબર 1 બ્રાંડ હાયરે પોતાના ગ્રાહક દ્વારા પ્રેરિત નવીન ઉત્પાદન પોર્ટફોલિયોનો વિસ્તાર કરતા સેલ્ફ ક્લિન ટેક્નોલોજીની સાથે ક્રાંતિકારી ક્લિનકૂલ ઑલ સીઝન હોટ એન્ડ કોલ્ડ એર કંડીશનર પ્રસ્તુત કર્યું છે, જે ગ્રાહકોની સુવિધાને નવા પડાવ પર લઇ જશે.
નવા લોન્ચ કરવામાં આવેલા હોટ એન્ડ કોલ્ડ 3-સ્ટાર એસી 1.5 ટનની કૂલિંગ ક્ષમતામાં ઉપલબ્ધ છે અને આ ટ્રિપલ ઈન્વર્ટર પ્લસ ટેક્નોલોજીની સાથે આવે છે, જે તાપમાનને સ્વતઃ એડજસ્ટ કરી વીજળીમાં 65 ટકાની બચત કરે છે. પારંપરિક ઈન્વર્ટર ટેક્નોલોજીની સરખામણીમાં હાયર ટ્રિપલ ઇન્વર્ટર અપેક્ષિત તાપમાન સુધી ખૂબ જ ઝડપથી પહોંચી જાય છે અને ડીસી વોલ્ટેજને એડજસ્ટ કરી આદર્શ વોલ્ટેજ કંટ્રોલની સાથે 140 વોલ્ટની વચ્ચે સ્થિર ઓપરેશન પ્રદાન કરે છે. અંતરીયાળ વિસ્તારમાં ગ્રાહકો વોલ્ટેજમાં ઉતાર-ચઢાવ હોવા છતાં ઠંડી હવાનો આનંદ ઉઠાવી શકે છે. આ ટેક્નોલોજી એર કંડીશનરનું સ્માર્ટ કંટ્રોલ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે અને આરામ તથા વિશ્વસનીયતાને વધીરી વધુ કુશળ પ્રદર્શનની ખાતરી કરે છે.
હાયરની સેલ્ફ ક્લિન ટેક્નોલોજીની સાથે ગ્રાહકોને એક બટન દબાવતા જ સંપૂર્ણ ઈનડોર વેટ વૉશ મળે છે. સેલ્ફ ક્લિન ફિચર એક્ટિવેટ કર્યા બાદ એસીના એવાપોરેટર પર ફ્રોસ્ટ જામી જાય છે, જે ક્વાઈલ પર ઉપસ્થિત ધૂળને ચોંટાડી દે છે. કેટલાંક સમય બાદ આ ફ્રોસ્ટ ઓગળી જાય છે અને પોતાની સાથે પાણીના રૂપમાં સમગ્ર ધૂળને સાફ કરી ડ્રેન પાઈપથી બહાર ફેંકી દે છે. તેના દ્વારા આપને વાસ્તવિક ઈનડોર વેટ વૉશ તથા સ્વચ્છ તથા આરોગ્યપ્રદ હવા મળે છે.
હાયરના નવીન હોમ અપ્લાયંસેસની શ્રેણીમાં આ નવા ઉત્પાદનમાં નવી ખૂબી છે, જે વધારે તાપમાનમાં પણ અસરકારક કૂલિંગની ખાતરી કરે છે. ખાસ ડિઝાઇને અને શ્રેષ્ઠ કન્ફોર્મલ કોટિંગ, એસીના કંપોનેંટ્સની આયુ ઓછી કરનારા વિભિન્ન તત્વોથી આ સુરક્ષા આપે છે અને યૂઝર્સને 60 ડિગ્રી સુધીના ઉંચા તાપમાન પર પણ ઠંડક પ્રાપ્ત થાય છે.
નવા એસી લોન્ચ વિશે શ્રી એરિક બ્રેગ્રેજા, પ્રેસિડેન્ટ, હાયર અપ્લાયંસેસ ઈન્ડિયાએ જણાવ્યું, “હાયરમાં અમે હંમેશા અભિનવ ઉત્પાદનો પ્રસ્તુત કરવા પર કેન્દ્રિત રહીએ છીએ, જે અમારા ગ્રાહકોના જીનને સરળ બનાવે. ભારતમાં ઋતુની પરિસ્થિતિઓ વધારે તીક્ષ્ણ છે. ઉનાળો એર કંડીશનર વિના વિતાવવો અસંભવ છે અને શિયાળામાં રૂમ હિટર ખૂબ જ જરૂરી હોય છે. તેથી અમે ઑલ ન્યૂ રિવોલ્યૂશનરી ક્લિનકૂલ એરકંડીશનર રજૂ કર્યું છે, જે દરેક ઋતુ માટે ઉપયોગી છે. આ એસી દ્વારા ગ્રાહક શિયાળા તથા ઉનાળા બન્ને ઋતુ પોતાના ઘરમાં શાંતિની સાથે વિતાવી શકશે. સાથે જ, આ નવા એસીમાં બેજોડ વિશેષતાઓ છે. આ ન માત્ર સ્વચ્છ હવા આપે છે, પરંતુ એનર્જી એફિશિયંટ પણ છે. આ પ્રકારના ગ્રાહક કેન્દ્રિત ઉત્પાદન રજૂ કરી અમે વ્હાઇટ ગૂડ્સની સ્પેસમાં સ્માર્ટ ટેક્નોલોજીના નવા યુગની શરૂઆત કરી રહ્યાં છે.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.