હીરો મોટોકોર્પે 100 મિલિયનની એકત્રિત ઉત્પાદનની યાદગાર સિદ્ધિ પાર કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

આ અતુલનીય સીમાચિહન પ્રાપ્ત કરનારી એકમાત્ર ભારતીય વાહન ઉત્પાદક બની મોબિલિટીનું ભવિષ્ય બનવાનું તેનું ધ્યાન હાંસલ કરવા વચનબદ્ધ નવા મોબિલિટી ઉપાયો નિર્માણ કરવા પર એકાગ્રતા નવી બજારમાં પ્રવેશ સાથે એકધાર્યું વૈશ્વિક વિસ્તરણ દરેક વર્ષે દસથી વધુ પ્રોડક્ટો રજૂ કરવામાં આવે છે, જેમાં આગામી પાંચ વર્ષ માટે પ્રીમિયમ મોટરસાઈકલ્સની શ્રેણીનો સમાવેશ થાય છે હીરો મોટોકોર્પ દુનિયાભરના લાખ્ખો મહત્ત્વાકાંક્ષીઓને મોબિલિટી પૂરી પાડવામાં આગેવાન રહી છે અને આ સિદ્ધિ હાંસલ કરી તે ઉત્ક્રાંતિ પામતી એન્જિનિયરિંગ, સંચાલન ઉત્કૃષ્ટતા અને સક્ષમ વ્યવહારોની સફળતા છે. આ કંપની સાથે વૃદ્ધિ પામેલા વિશ્વાસ અને માન્યતા પર નિર્મિત પરિપૂર્ણ ઈકોસિસ્ટમની પણ તે સફળતા છે. સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે હીરો પર પ્રેમ અને વિશ્વાસની વર્ષા કરવાનું ચાલુ રાખનારા ગ્રાહકોની પણ આ ઉજવણી છે.
આ નોંધપાત્ર સીમાચિહન ભારતમાં અંતર્ગત ક્ષમતાઓ અને હીરોના બ્રાન્ડ આકર્ષણને પણ સમર્થન આપે છે. અમે દુનિયા માટે ભારતમાં નિર્માણ કરી રહ્યા છીએ અને આ સિદ્ધિ વિવિધ ભૂગોળો, જનસંખ્યા અને પેઢીઓ માટે ગ્રાહકોની અગ્રતાની પહોંચ પણ છે.
અમે અમારા વૃદ્ધિના પ્રવાસ પર સવારી કરવાનું ચાલુ રાખ્યું છે. મોબિલિટીનું ભવિષ્ય બનવાના અમારા ધ્યેયની રેખામાં અમે અમારી વૈશ્વિક પહોંચ વિસ્તારવા ઉપરાંત આગામી પાંચ વર્ષમાં ઘણી બધી નવી મોટરસાઈકલો અને સ્કૂટરો લોન્ચ કરીશું. અમે આરએન્ડડીમાં રોકાણ કરવાનું ચાલુ રાખીશું અને નવાં મોબિલિટી ઉપાયો પર એકાગ્ર રહીશું.

ડો. પવન મુંજાલ,
ચેરમેન અને સીઈઓ, હીરો મોટોકોર્પ
હીરો મોટોકોર્પ મોટરસાઈકલો અને સ્કૂટરોની દુનિયાની સૌથી વિશાળ ઉત્પાદક છે અને આજે એકત્રિત ઉત્પાદનમાં 100 મિલિયન (10 કરોડ) યુનિટ્સની નોંધપાત્ર સિદ્ધિ પાર કરી છે.
100 મિલિયનમી બાઈક એક્સટ્રીમ 160આર ઉત્તરાખંડના ઉત્તરીય ભારતીય પહાડી રાજ્યમાં હરિદ્વાર ખાતે કંપનીના ઉત્પાદન એકમમાંથી બહાર પડી હતી.
#100 મિલિયન હીરોઝ ઈવેન્ટ નીચે લિંક પર ક્લિક કરીને જોઈ શકાશે.
http://100million.heromotocorp.com/
https://www.youtube.com/user/TheHeromotocorp
https://www.facebook.com/HeroMotoCorpIndia/
હીરો મોટોકોર્પે ટુ-વ્હીલર્સની દુનિયામાં સૌથી વિશાળ ઉત્પાદકનું માનવતું શીર્ષક આ સાથે જાળવી રાખ્યું છે.
હીરો મોટોકોર્પની આ સીમાચિહનરૂપી સિદ્ધિ ફક્ત સાત વર્ષમાં છેલ્લાં 50 મિલિયન યુનિટ્સ સાથે 100 મિલિયન એકત્રિત ઉત્પાદન નિશાનની સૌથી ઝડપી વૈશ્વિક સિદ્ધિમાંથી એક છે.
સક્ષમ વૃદ્ધિ પર કેન્દ્રિત હીરો મોટોકોર્પ દુનિયાભરના સમુદાયો માટે મૂલ્ય નિર્માણ કરી રહી છે અને તેના સેલ્સ, આરએન્ડડી અને ઉત્પાદન ઈકોસિસ્ટમ્સ સાથે આર્થિક ગુણાકારક તરીકે કામ કરી રહી છે. તે સંચાલન કરે ત્યાંના સમાજની પ્રગતિ માટે પણ સતત કામ કરે છે.
આ અવસરે ડો. પવન મુંજાલે દિલ્હીના નેશનલ કેપિટલ રિજન (એનસીઆર)માં સ્થિત ગુરુગ્રામ ખાતે કંપનીના ઉત્પાદન એકમમાંથી છ વિશેષ સેલિબ્રેશન એડિશન મોડેલો રજૂ કર્યાં હતાં. છ સેલિબ્રેશન એડિશન મોડેલોમાં સ્પ્લેન્ડર +, Xtreme 160R, પેશન Pro, ગ્લેમર (મોટરસાઈકલ્સ) અને ડેસ્ટિની 125, મેસ્ટ્રો એજ 110 (સ્કૂટર્સ)નો સમાવેશ થાય છે, જે ફેબ્રુઆરી 2021થી વેચાણમાં મુકાશે.
ગ્રાહકો, ડીલરો, વિતરકો, રોકાણકારો, પુરવઠાકારો, કર્મચારીઓ, ગ્રાહકો અને મિડિયા સહિત વૈશ્વિક દર્શકોને સંબોધન કરતાં ડો. મુંજાલે હીરો મોટોકોર્પની આગામી પાંચ વર્ષ માટેની યોજનાઓ અને ધ્યેયને પણ અધોરેખિત કર્યું હતું.
આ સમયરેખા દરમિયાન કંપનીનું લક્ષ્ય તેનું આગેવાન સ્થાન વધુ દઢ બનાવવાનું, તેની વૈશ્વિક પહોંચ વિસ્તારવાનું, આકર્ષક અને સુસંગત પ્રોડક્ટો લોન્ચ કરવાનું અને નવી નવી પ્રોડક્ટ સંકલ્પનાઓ પર કામ કરવાનું પણ છે.
આગામી પાંચ વર્ષની યોજનાના ભાગરૂપે હીરો મોટોકોર્પે 10 પ્રોડક્ટ રજૂ કરી છે, જેમાં દર વર્ષે વેરિયન્ટ્સ, રિફ્રેશીઝ અને અપગ્રેડ્સનો સમાવેશ થાય છે.હીરો મોટોકોર્પે ભારતની બહાર તેની બજાર માટે વૃદ્ધિનું મોટું લક્ષ્ય પણ ધરાવે છે. તે આ બજારોમાં કામગીરીની વૃદ્ધિ કરવાનું ચાલુ રાખશે અને નવા ભૂગોળોમાં મુખ્ય બજારોમાં પણ પ્રવેશ કરશે.
હીરો મોટોકોર્પ તેનાં હરિત એકમો અને ઈંધણ કાર્યક્ષમ પ્રોડક્ટો થકી તેની કાર્બન ફૂટપ્રિંટ ઓછી કરવાનું ચાલુ રાખશે. કંપની તેના આંતરિક કાર્યક્રમો અને વિશાળ બહારી ઈકોસિસ્ટમને ટેકો આપીને નવા મોબિલિટી ઉપાયોનો પ્રચાર કરવા માટે પણ કામ ચાલુ રાખશે.
100 મિલિયનનો માર્ગ
1994- પ્રથમ મિલિયન
2001- પાંચ મિલિયન
2004- 10 મિલિયન
2008- 25 મિલિયન
2013- 50 મિલિયન
2017- 75 મિલિયન
2021- 100 મિલિયન
હીરો મોટોકોર્પ લિ. વિશે
નવી દિલ્હી (ભારત)માં વડામથક ધરાવતી હીરો મોટોકોર્પ લિ. વર્ષમાં એક કંપની દ્વારા વેચવામાં આવેલાં યુનિટના વોલ્યુમની દ,ટિએ મોટરસાઈકલો અને સ્કૂટરોની દુનિયામાં સૌથી વિશાળ ઉત્પાદક છે, જે લાગલગાટ 20 વર્ષથી આ માનવંતું સ્થાન ધરાવે છે. કંપનીએ આરંભથી એકત્રિત વેચાણમાં 100 મિલિયનથી વધુ મોટરસાઈકલો વેચ્યાં છે. હીરો મોટોકોર્પ હાલમાં એશિયા, આફ્રિકા, મિડલ ઈસ્ટ અને સાઉથ અને સેન્ટ્રલ અમેરિકામાં 40થી વધુ દેશોમાં તેની પ્રોડક્ટો વેચે છે. હીરો મોટોકોર્પનાં ભારતમાં છ અને કોલંબિયા અને બંગલાદેશમાં પ્રત્યેકી એક સહિત આઠ અત્યાધુનિક ઉત્પાદન એકમો છે. હીરો મોટોકોર્પનાં બે વિશ્વ કક્ષાનાં, અત્યાધુનિક આરએન્ડડી એકમો છે, જેમાં રાજસ્થાનના ઉત્તરીય ભારતીય રાજ્યમાં સેન્ટર ઓફ ઈનોવેશન એન્ડ ટેકનોલોજી (સીઆઈટી) અને હીરો ટેક સેન્ટર જર્મની GmBHનો સમાવેશ થાય છે. હીરો મોટોકોર્પ ફૂટબોલ, ફિલ્ડ હોકી, ક્રિકેટ, ગોલ્ફ અને મોટરસ્પોર્ટસ સહિત સ્પોર્ટસની ઘણી બધી શિસ્તની સૌથી વિશાળ કોર્પોરેટ પ્રમોટરમાંથી એક છે. પંદર વાર મુખ્ય વિજેતા ટાઈગર વૂડ્સ હીરોનો વૈશ્વિક કોર્પોરેટ ભાગીદાર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.