હીરો મોટોકોર્પે દેશની સૌથી લોકપ્રિય મોટરસાઈકલમાં તહેવારના રંગો ઉમેર્યા સ્પ્લેન્ડર બ્લેક અને એસેન્ટ લોન્ચ કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

નવા ધ્યેય સાથે સુમેળ સાધતાં અને ગ્રાહકને ખુશી અને પ્રોડક્ટ નવીનતા પર કેન્દ્રિત રહેવાનું ચાલુ રાખતાં મોટરસાઈકલ અને સ્કૂટરોની દુનિયામાં સૌથી વિશાળ ઉત્પાદક હીરો મોટોકોર્પે પ્રતીકાત્મક સ્પ્લેન્ડર મોટરસાઈકલની નવી એડિશન ધ સ્પ્લેન્ડર બ્લેક અને એસેન્ટ લોન્ચ કરી છે.મોટરસાઈકલ શ્રેણીમાં અનોખી પહેલ કરતાં સ્પ્લેન્ડર બ્લેક અને એસેન્ટ ખરીદીના સમયે ગ્રાહકની પસંદગીના ગ્રાફિક્સ સાથે કસ્ટમાઈઝ્‌ડ કરી શકાય છે.અજોડ સંકલ્પના કંપનીની ઈનોવેટિવ હીરો કોલેબ્સ સ્પર્ધાનું પરિણામ છે. સ્પર્ધાના ભાગરૂપે દેશભરના સહભાગીઓએ સ્પ્લેન્ડર મોટરસાઈકલ માટે ગ્રાફિક ડિઝાઈન થીમો નિર્માણ કરી હતી. હજારો એન્ટ્રીમાંથી ટોચની ૩ ડિઝાઈન ઉત્પાદનમાં કામે લગાવવામાં આવી હતી.આ ત્રણ ડિઝાઈન હવે ગ્રાહકોની પસંદગી માટે અને તેમની મોટરસાઈકલ પર તે ઈન્સ્ટોલ કરી શકાય તે માટે ઉપલબ્ધ છે. ગ્રાહકો કોઈ પણ ગ્રાફિક્સ વિના પણ મોટરસાઈકલની ખરીદી કરવાનું પસંદ કરી શકે છે.૭ એપ્રિલ, ૨૦૨૦ના રોજ લોન્ચ કરાયેલી હીરો કોલેબ્સ શોખીનો, બ્રાન્ડના ચાહકો, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને તેમની ક્રિયાત્મકતા અને ડિઝાઈન કુશળતા માટે આદર્શ મંચ પૂરું પાડે છે. આ સ્પર્ધા માટે ૧૦,૦૦૦ જેટલી નોંધણી પ્રાપ્ત થઈ હતી. પરિણામ ૧૬મી મે, ૨૦૨૦ના રોજ જાહેર કરાયાં હતાં.ગ્રાફિક થીમ્સની કિંમત દેશભરમાં ફક્ત રૂ. ૮૯૯ રાખવામાં આવી છે. ગ્રાહકો ગ્રાફિક્સ, ૩ડી હીરો લોગો અને રિમ ટેપ સહિત સંપૂર્ણ કિટ રૂ. ૧૩૯૯માં ખરીદી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.