હીરો મોટોકોર્પે નવી XPULSE 200 4V- રેલી એડિશન લોન્ચ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

નવી દિલ્હી, ગ્રાહકોને યુવાપૂર્ણ, ટેકનોલોજીમાં આધુનિક અને દેખાવમાં આકર્ષક મોટરસાઈકલો પૂરી પાડવાના વચનને વળગી રહેતાં મોટરસાઈકલ અને સ્કૂટરોની દુનિયાની સૌથી મોટી ઉત્પાદક હીરો મોટોકોર્પ દ્વારા આજે તેની વ્યાપક લોકપ્રિય મોટરસાઈકલ Xpulse 200 4Vની ખાસ રેલી એડિશન લોન્ચ કરી હતી.

આકર્ષક વિશિષ્ટતાઓથી સમૃદ્ધ હીરો Xpulse 200 4V રેલી એડિશન ફેક્ટરી ફિટેડ રેલી કિટ સાથે આવે છે, જે ખરા અર્થમાં હીરો મોટરસ્પોર્ટસની દ્યોતક છે અને પ્રીમિયમ સેગમેન્ટમાં હીરો મોટોકોર્પ મોટરસાઈકલોના ઝડપથી વિસ્તરતા પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવે છે.

ઉત્તમ સસ્પેન્શન સેટ-અપ અને વધતું ગ્રાઉન્ડ ક્લિયરન્સ ખાસ રેલી એડિશનની ઓફફ- રોડ વિશિષ્ટતાઓને અધોરેખિત કરે છે. હીરો મોટોસ્પોર્ટસ રેલી બાઈકથી પ્રેરિત આ લિમિટેડ એડિશન મોડેલ મોટરસાઈકલિંગ શોખીનોનો સાહસિક જોશ ઉજાગર કરે છે. ખાસ રેલી કોડ ગ્રાફિક્સ અને રોચક સીએસ સંથોષ ઓટોગ્રાફ હીરો મોટોસ્પોર્ટસનાં મૂળનો સંકેત આપે છે અને વિશિષ્ટતાના પરિબળને નવી ઊંચાઈએ લઈ જતાં રાઈડરોને માલિકીનું ગૌરવ આપે છે.

INR. 1,52,100/-ની કિંમત સાથે હીરો Xpulse 200 4V રેલી એડિશન 22મી જુલાઈ, 2022ના બપોરે 12.00 વાગ્યાથી લઈને 29મી જુલાઈ, 2022ના રોજ રાત્રે 12 વાગ્યા સુધી કંપનીના ઓનલાઈન વેચાણ મંચ eSHOP પર બુક કરી શકાશે.

હીરો મોટોકોર્પના સ્ટ્રેટેજી અને ગ્લોબલ પ્રોડક્ટ પ્લાનિંગના હેડ માલો લી મેસને જણાવ્યું હતું કે, “હીરો Xpulse 200 પોતાની લીગ નિર્માણ કરી છે. ગમે ત્યાં જવા માટે પોતાના ટ્રેક, ટેકનોલોજી અને પરફોર્મન્સ બનાવતા સાહસિકો માટે Xpulse 200 4Vઉત્તમ સાથી છે. રેલી એડિશન ફેક્ટરી ફિટેડ રેલી કિટ થકી ઉત્તમ ઓફફરોડ ક્ષમતાઓ ધરાવે છે અને અમારાં ડાકર મશીનોથી પ્રેરિત અજોડ ડિઝાઈન સાથે એકત્રિત અત્યંત ઉત્તમ રાઈડરો માટે ઘડવામાં આવી છે. જો તમે રેલી રેઈડમાં હીરો મોટોસ્પોર્ટસમાંથી શીખના વર્ષો અનુભવવા માગતા હોય તો Xpulse 200 4V ર્લી એડિશન તમારે માટે છે.

હીરો મોટોકોર્પના ચીફ ગ્રોથ ઓફિસર (સીજીઓ) રણજીવજિત સિંહે જણાવ્યું હતું કે, હીરો Xpulse વર્ષોથી ઓઈકોન રહી છે અને સાહસના ક્ષેત્રમાં તેણે આગેવાની કરી છે, જે છેલ્લાં ત્રણ વર્ષમાં ત્રણગણી વધી છે. બેજોડ અનુભવ આપવા માટે ઓળખાતી હીરો Xpulse હજુ પણ અમર્યાદિત જોશ સાથે ઓફફરોડિંગ શોખીનોને પ્રેરિત કરે છે. અસલ હીરો મોટોસ્પોર્ટસની ખૂબીઓને ગૌરવપૂર્વક વારસામાં લેતાં લિમિટેડ એડિશન Xpulse 200 4V રેલી એડિશન અત્યાધુનિક ફીચર્સથી સમૃદ્ધ છે અને અભૂતપૂર્વ કામગીરી પ્રદાન કરવા માટે ઘડવામાં આવી છે. અમને વિશ્વાસ છે કે રાઈડરોને હીરો મોટોકોર્પની સાહસિક અને ટેકનોલોજી સમૃદ્ધ મોટરસાઈકલ માણવાનું ગમશે.

હીરો Xpulse 200 4V રેલી એડિશનપ્રોડક્ટની રૂપરેખા

એન્જિનની કામગીરી

હીરો Xpulse 200 4V રેલી એડિશન ગ્રેવલ અથવા ડર્ટ ટ્રેક્સ, બધા માર્ગો પર આકર્ષક પરફોર્મન્સ પ્રદાન કરે છે. મોટરસાઈકલ 200cc 4-વાલ્વ- ઓઈલ- કૂલ્ડ એન્જિન દ્વારા પાવર્ડ છે, જે 8500rpmએ 18.9 BHPની મહત્તમ પાવર અને 6500 rpmએ 17.35 Nmનું પીક ટોર્ક આપે છે. એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સ માટે મેટેડ છે.

ભારે ટ્રાફિકમાં ગરમીના ઉત્તમ વ્યવસ્થાપન માટે કૂલિંગ સિસ્ટમ 7-ફિન ઓઈલ કૂલર સાથે આવે છે. ઓઈલ- કૂલ્ડ એન્જિન મિડ અને ટોપ-એન્ડ સ્પીડ રેન્જમાં ઉત્કૃષ્ટ પાવર આપવા સાથે આરામદાયક ક્રુઝિંગ માટે હાઈ- સ્પીડ્સમાં પણ તાણમુક્ત એન્જિન કામગીરી પ્રદાન કરે છે.

રેડી માટે ઘડાઈ છે

અસલી રેલી જોશમાં મોટરસાઈકલમાં 250mm ટ્રાવેલ સાથે ઊંચા અને સંપૂર્ણ સમાયોજિત ફ્રન્ટ સસ્પેન્શન અને 250mm ટ્રાવેલ સાથે સંપૂર્ણ સમાયોજક 10 સ્ટેપ રિયર સસ્પેન્શનની વિશિષ્ટતાછે. આથી રાઈડર માર્ગમાં અને પર્સનલ રાઈડિંગ સ્ટાઈલમાં સસ્પેન્શનને ફાઈન ટ્યુન કરી શકે છે.

885mmની સીટની ઊંચાઈ, 40mmનાં હેન્ડલબાર રાઈડર્સ, 270mmનું વધતું ગ્રાઉન્ડ ક્લિયરન્સ, 1426mmનું વ્હીલબેઝ અને 116mmની રાઈડિંગનો આત્મવિશ્વાસ આપવા સાથે રાઈડિંગની ગતિશીલતા બહેતર બનાવે છે.

તે નોંધપાત્ર હેન્ડલિંગ, તીવ્ર અને પડકારજનક ઓફફ-રોડ ક્ષમતાઓમાં મહત્તમ ટ્રેકશન સાથે સંતુલિત સ્થિતિસ્થાપકતા પ્રદાન કરે છે. ઉપરંત વિસ્તારિત ગિયર લીવર અને લાંબા સાઈડ સ્ટેન્ડ આવા મશીનમાં આવશ્યક બારીકાઈભરી વિગતોની સંભાળ લે છે.

ઓન અને ઓફફ-રોજ સુસજ્જતા

મોટરસાઈકલ મજબૂત 21″ ફ્રન્ટ અને 18″ રિયર સ્પોક સાથે આવે છે, જે ઓન અને ઓફફ-રોડ ઉપયોગ માટે બંને હેતુનાં ટાયરો સાથે ફિટેડ છે. ખડકવાળા અને કપરા માર્ગોમાં ઝંઝટમુક્ત સવારીની ખાતરી રાખવા માટે મોટરસાઈકલ એલ્યુમિનિયમ સ્કિડ પ્લેટ સાથે આવે છે, જે એન્જિન, મહત્તમ પકડ અને નિયંત્રણ માટે ટૂથેડ બ્રેક પેડલ અને ઘેરા પાણી પાર કરવા અપસ્વેપ્ટ એક્ઝોસ્ટનું રક્ષણ કરે છે. તે મોટરસાઈકલના 160 કિગ્રા કર્બ વજન સાથે તેનું વજન હલકું રાખે છે.

હાઈ- ટેક એડવેન્ચર

નવી ટેકનોલોજી સાથે સુસજ્જ Xpulse 200 4V રેલી એડિશન વધુ અંતર માટે આરામદાયક સવારીની ખાતરી રાખે છે. LED હેડલાઈટ અને LED ટેઈલ લાઈટ રોડ પર ઉત્તમ અને ફંકશનલ ઈલ્યુમિનેશન પૂરું પાડે છે.

તેમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી અને કોલ એલર્ટસ સાથે ફુલ ડિજિટલ LCD ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ટર્ન-બાય- ટર્ન નેવિગેશન, ગિયર ઈન્ડિકેટર, ઈકો મોડ અને બે ટ્રિપ મીટર્સ અને સિંગલ ચેનલ ABS સ્ટાન્ડર્ડ ઓફર તરીકે આવે છે.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.