હિરો મોટોકોર્પે હાર્લિ-ડેવિડસન બિઝનેસ માટે સમર્પિત વર્ટીકલની સ્થાપના કરી, જેનું સંચાલન રવિ એવાલુર દ્વારા કરાશે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

અગિયાર હાર્લિ ડીલર્સ હિરો મોટોકોર્પ નેટવર્ક સાથે જોડાયા નવી ડીલર્સને જથ્થાબંધ રવાનગીનો પ્રારંભ વિશ્વની સૌથી મોટી મોટરસાયકલ અને સ્કુટર્સની ઉત્પાદક કંપની હિરો મોટોકોર્પે ભારતમાં તેની હાર્લિડેવિડસન પ્રોડક્ટ્સ અને મર્ચેડાઇઝ વિતરણને વેગ આપવા માટે અલગ વર્ટીકલની સ્થાપના કરી છે.

વૈશ્વિક ઓટોમોટીવ નિષ્ણાત રવિ એવાલુરની નવા વર્ટીકલના બિઝનેસ યુનિટ વડા તરીકે નિમણૂંક કરવામાં આવી છે. રવિ હિરો મોટોકોર્પના ચેરમેન અને સીઇઓ ડૉ. પવન મુંજાલને અહેવાલ આપશે. રવિ અગાઉ એન્જિન્સ અને એન્જિન કોમ્પોનન્ટ ઉત્પાદક કૂપર સાથે સંકળાયેલા હતા, જ્યાં તેઓ સ્ટ્રેટેજી એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસના વડા હતા. કૂપર પહેલા તેઓ ડુકેતી ઇન્ડિયામાં મેનેજિંગ ડિરેક્ટર હતા. નવા બિઝનેસ યુનિટની ટીમમાં હાર્લિ-ડેવિડસનના અગાઉની ભારતીય કામગીરીમાંથી ચાર એક્ઝિક્યુટીવ્સનો પણ સમાવેશ થાય છે, જેઓ વેચાણ, માર્કેટિંગ, ગ્રાહક અનુભવ, સર્વિસ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રેની તેમની અનેક વર્ષોની સ્પર્ધાત્મકતાને પણ સાથે લાવશે.

કંપનીએ વધુમાં કંપનીએ હાર્લિડેવિડસનની પ્રોડક્ટસની ડીલર્સને જથ્થાબંધ રવાનગી કરવાનું પણ 18 જાન્યુઆરીથી શરૂ કરી દીધુ છે દરમિયાનમાં હિરો મોટોકોર્પે દેશમાં અગત્યના ભૌગોલિક પ્રદેશોમાં સ્થિત હાલના હાર્લિડેવિડસનના 11 ડીલર્સને ઓન-બોર્ડ સમાવી લીધા છે. હિરો મોટોકોર્પ સર્વિસ, પાર્ટ્સ અને એસેસરીઝના બિઝનેસને હાલના 11 શહેરો કરતા વધુ સુધી નવા નિમેલા ડીલર્સ વિસ્તારશે, જેમાં વિસ્તરિત ડીલર નેટવર્ક દ્વારા આખા ભારત સુધી પહોંચશે.

પોતના ફોકસ તરીકે વૈશ્વિક માપદંડ અને આફ્ટર સેલ્સમાં ગ્રાહક કેન્દ્રિતતા અને પ્રતિબદ્ધતા સાથે હિરો મોટોકોર્પ અને હાર્લિ-ડેવિડસન બન્ને હાલના અને ભવિષ્યના હાર્લિ-ડેવિડસનના ભારતના ગ્રાહકોને સરળ અને અંતરાયમુક્ત માલિકી અનુભવ પૂરો પાડવા પ્રતિબદ્ધ છે.નવા મોડેલ લોન્ચ અંગેની વિગતો લોન્ચ તારીખની નજીક આપવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.