હિરો મોટોકોર્પ પોતાના સ્કુટર પોર્ટફોલિયોમાં એડવાન્સ્ડ ટેકનોલોજી એજ લાવ્યુ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

સ્કુટર સેગેમન્ટમાં તેની આક્રમક વૃદ્ધિ વ્યૂહરચના સાથે સમાયોજિત વિશ્વની સૌથી મોટી મોટરસાયકલ અને સ્કુટર્સની ઉત્પાદક હિરો મોટોકોર્પ દ્વારા આજે એડવાન્સ્ડ ‘કનેક્ટેડ’ અને ફીચરી સમૃદ્ધ નવું માએસ્ટ્રો એજ ૧૨૫ લોન્ચ કરવામાં આવ્યુ છે.
ગ્લેમર ઠંીષ્ઠને ગયા મંગળવારે લોન્ચ કર્યા બાદ તરત જ નવુ માએસ્ટ્રો એજ ૧૨૫ સફળ માએસ્ટ્રો બ્રાન્ડની કાયમ માટે વધી રહેલા આકર્ષણમાં ઉમેરો કરે છે જે સ્ટાઇલ અને ટેકનોલોજીનું ઉમદા મિશ્રણ રજૂ કરે છે. નવુ સ્કુટર કનેક્ટેડ અને અલગ અનુભવ ઓફર કરવાની સાથે તેની વિસ્તરિત કલાત્મકતા, આધુનિક ટેકનોલોજી અને ધારદાર ડિઝાઇન પણ રજૂ કરે છે.
આક્રમક વલણ પર મદાર રાખતા માસ્ટ્રો એજ ૧૨૫ ઊંચુ મૂલ્ય અને પ્રિમીયમ અનુભવ સાથે સેગમેન્ટમાં સૌપ્રથમ વખત પ્રોજેક્ટર એલઇડી હેડલેમ્પ, સંપૂર્ણ ડિજીટલ સ્પીડોમીટર, બ્લ્યૂટૂથ કનેક્ટિવીટી સાથે કોલ એલર્ટ્‌સ અને ટર્ન બાય ટર્ન નેવિગેશન હિરો કનેક્ટ અને નવી તીવ્ર ડિઝાઇન ફીચર્સ ઓફર કરે છે.
દેશભરમાં હિરો મોટોકોર્પ કસ્ટમર ટચ પોઇન્ટ્‌સ ખાતે આકર્ષક નવા કલર્સમાં ઉપલબ્ધ, માએસ્ટ્રો એજ ૧૨૫ની આકર્ષિત કિમત રૂ. ૭૨,૨૫૦/- (ડ્રમ વેરિયાંટ)*, રૂ. ૭૬,૫૦૦/- (ડીસ્ક વેરિયાંટ)* અને રૂ. ૭૯,૭૫૦ (કનેક્ટેડ વેરિયાંટ)* છે.
*(એક્સ શોરૂમ, દિલ્હી)
તેના પ્રારંભથી જ માએસ્ટ્રો એજ ૧૨૫એ જે ગ્રાહકો ટેકનોલોજી અને ટ્રેન્ડમાં લેટેસ્ટ હોય તેની ઇચ્છા રાખતા હતા તેને આકર્ષ્યા છે. આ અપગ્રેડ સાથે હિરો મોટોકોર્પ યુવાનો અને ટેક ઉત્સાહીઓ સાથે પોતાનું જાેડાણ વધુ મજબૂત બનાવે છે.
હિરો મોટોકોર્પના સ્ટ્રેટેજી અને ગ્લોબલ પ્રોડક્ટ પ્લાનીંગના વડા માલો લે માસૂને જણાવ્યું હતુ કે, “માએસ્ટ્રો એજ ૧૨૫ ૧૨૫સીસી સ્કુટર સેગમેન્ટમાં અગત્યની ખેલાડી છે. તેના તાજેતરના અવતારમાં અમે એલઇડી પ્રોજેક્ટર, હેડલેમ્પ, ડિજીટલ સ્પીડોમીટર, ટર્ન બાય ટર્ન નેવિગેશન અને બ્લ્યૂટૂથ કનેક્ટિવીટી સાથે તેના ‘એજ’ને વધુ ધારદાર બનાવ્યા છે. આ સ્કુટરમાં બધુ જ છે. આ અપગ્રેડ અમારા એકંદરે પોર્ટફોલિયો પુશનો એક ભાગ છે જેથી અમારા ગ્રાહકોને વધુ ટેકનોલોજી અને ફીચર્સ પૂરા પાડી શકાય.

હિરો મોટોકોર્પના સેલ્સ અને આફ્ટર સેલ્ના વડા નવીન ચૌહાણે જણાવ્યું હતુ કે,“અમે તાજેતરમાં અમારા સ્કુટર્સ માટે માગમાં વધારો અનુભવ્યો છે અને નવા માએસ્ટ્રો એજ ૧૨૫ સાથે અમે આ ટ્રેન્ડ સતત રહે તેલી આશા રાખીએ છીએ. આ સેગમેન્ટમાં સૌપ્રથમ વખતના ફીચર્સ અને નવી ડિઝાઇન સાથે આ સ્કુટર નિઃશંકપણે દેશભરના યુવાનો સાથે સુસંગત બની રહેશે.”
નવુ માએસ્ટ્રો એજ ૧૨૫
સેગમેન્ટમાં સૌપ્રથમ વખત એલઇડી પ્રોજેક્ટર હેડલેમ્પ
નવા સ્લિક હેડલેમ્પ ઊંચી કાર્યક્ષમતા, ડબલ લાઇટ ઇન્ટેન્સિટી અને માર્ગ પર વિસ્તરિત વિઝીબિલીટી માટે પહોળા અને ફાર્ધર લાઇટ સ્પ્રેડ ધરાવે છે.
ડિઝાઇન
નવું માએસ્ટ્રો એજ ૧૨૫ અસંખ્ય નવી ડિઝાઇનના તત્ત્વોથી પેક છે જેમાં સંપૂર્ણપણે નવા શાર્પ હેડલેમ્પ, શાર્પર ફ્રંટ ડિઝાઇન, નવા સ્પોર્ટી ડ્યૂઅલ ટન સ્ટ્રાઇપ પેટર્ન, માસ્ક્ડ વિન્કર્સ અને નવા પ્રિઝ્‌મેટિક કલર્સ ધરાવે છે.
કનેક્ટેડ ફીચર્સ
માએસ્ટ્રો એજ ૧૨૫ સંપૂર્ણ ડિજીટલ સ્પીડોમીટર સાથે બ્લૂટીથ કનેક્ટિવીટી ધરાવે છે જે પાસકી, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન સાથે ચડીયાતા ડીસ્પ્લે, મિસ-કોલ એલર્ટ, ઇનકમીંગ કોલ એલર્ટ, આરટીએમઆઇ (રિયલ ટાઇમ માઇલેજ ઇન્ડિકેશન) ઇકો ઇન્ડિકેટર અને લો ફ્યૂઅલ ઇન્ડિકેટર સાથે પેયરીંગ જેવી ફીચર ઓફર કરે છે.
વધુમાં, સ્ટાન્ડર્ડ ફીટમેન્ટ તરીકે ‘હિરો કનેક્ટ’ સાથે માએસ્ટ્રો એજ ૧૨૫ વધુ મૂલ્ય પૂરું પાડે છે અને ગ્રાહકોને મનની શાંતિ અર્પે છે. હિરો કનેક્ટ આઠ અગત્યના ફીચર્સ જેમ કે ટોપલ એલર્ટ, થેફ્ટ એલર્ટ, ફાઇન્ડ માય પાર્કીંગ, ટ્રેક માય વ્હિકલ, ટ્રીપ એનાલિસીસ અને વધુ ધરાવે છે.
નવા કલર્સ
માએસ્ટ્રો એજ ૧૨૫નું કનેક્ટેડ વેરિયાંટ બે નવા પ્રિઝ્‌મેટિક કલર્સમાં આવે છે – પ્રિઝ્‌મેટિક યલો અને પ્રિઝ્‌મેટિક પર્પલ. જ્યારે ડીસ્ક વેરિયાંટ છ કલર્સ જેમ કે કેન્ડી બ્લેઝીંગ રેડ, પેન્થર બ્લેક, પર્લ સિલ્વર વ્હાઇટ, મેટ ટેકનો બ્લ્યુ, પ્રિઝ્‌મેટિક યલો અને પ્રિઝ્‌મેટિક પર્પલ એમ છ કલરમાં ઉપલબ્ધ છે. ડ્રમ વેરિયાંટ ચાર કલર્સ જેમ કે કેન્ડી બ્લેઝીંગરેડ, પેન્થર બ્લેક, પર્લ સિલ્વર વ્હાઇટ અને મેટ ટેકનો બ્લ્યૂમાં ઉપલબ્ધ છે.
એન્જિન
માએસ્ટ્રો એજ ૧૨૫ ૧૨૪.૬ સીસી મ્જી-ફૈં કોમ્પ્લાયંટ ફ્યૂઅલ ઇન્જેક્શન એન્જિન સાથે ‘ઠજીીહજટેકનોલોજી’થી સજ્જ છે– જે ૯ મ્ૐઁ જ્ર ૭૦૦૦ ઇઁસ્ નો પાવર અને ૧૦.૪ દ્ગસ્ જ્ર ૫૫૦૦ ઇઁસ્નો ટોર્ક ઓન ડીમાન્ડ આપે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.